બોલીવુડ-હોલિવૂડમાં અમુક એક્ટ્રેસ કાસ્ટિંગ કાઉચનો ભોગ બને છે જે સમય વીતતા કબૂલ કરે છે કે હું આનો ભોગ બની છું આજે એવી જ એક એક્ટ્રેસની વાત કરીશું.
પોપ્યુલર અમેરિકન કોમેડી સીરિઝ સેક્સ એન્ડ ધ સિટીની એક્ટ્રેસ સારા જેસિકા પાર્કરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે કરિયરની શરૂઆતમાં એક દિગ્ગજ એક્ટરે ખૂબ ખરાબ રીતે તેને સ્પર્શ કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું કે તે એ સમયે એટલી કેપેબલ નહોતી જેવી રીતે સામેવાળો શખ્સ તેની સાથે ખરાબ વર્તન કરી રહ્યો હતો.
સારાએ કહ્યું કે, ‘મને લાગે છે કે મેં ગમે એટલી પરિસ્થિતિમાં મારી જાતને ઢાળી દીધી હોય. મોર્ડન થઈ ગઈ હોવ, પરંતુ આટલી ખરાબ સ્થિતિમાં મેં મારી જાતને જોઈ નથી અથવા તો અનુભવી નથી. કોઈ ફરક નથી પડતો કે મારો રોલ શું હતો, મેં મારી જાતને ક્યારેય એટલી શક્તિશાળી અનુભવી નથી જેટલો તે શખ્સ હતો. મારો અર્થ એ છે કે મારી પાસે તે દરેક અધિકાર હતો કે હું કહી શકું કે જે કંઈ પણ થયું તે ખૂબ ખરાબ હતું’.
સારાએ કહ્યું કે તે આ મામલાને મેનેજર સુધી લઈ ગઈ હતી જેણે તે વાતનો વિશ્વાસ અપાવ્યો કે હવેથી કોઈને સાથે આમ નહીં થાય તેમજ કોઈનો ફાયદો ઉઠાવવામાં નહીં આવે. એક્ટ્રેસે કહ્યું કે, ‘જ્યારે પણ કોઈને સાથે આમ થતું હતું ત્યારે હું મારા એજન્ટ પાસે જતી હતી કારણ કે હું આ વાતને વધારે જણાવી શકતી નહોતી કે આવી ઘટના મને કેટલી બેચેન કરી દેતી હતી’.