આજે લોકોને વાળ ધોરા થવા, ડેન્ડરફ જેવા પ્રોબ્લેમ ખુબજ આવતા હોય છે ત્યારે આજે અમે તમને એક ઉપાય બતાવીશું જેનાથી તમને ખુબજ ફાયદો થશે તો વાંચો આજના ઉપાય નહાતા પહેલા શેમ્પુમાં મીઠુ નાંખો, જુઓ પછી શું થાય છે.
મીઠુ
મીઠા કે સોડિયમ ક્લોરાઈડનો ઉપયોગ આપણ મહત્તમ રસોઈમાં કરીએ છીએ.આપણે રસોડામાં જે મીઠુ વાપરીએ છીએ તે પ્રોસેસ્ડ મીઠુ હોય છે પરંતુ દરિયામાંથી સીધુ જે મીઠુ મળે તેમાં મિનરલ્સ વધારે માત્રામાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સોલ્ટ બ્યુટી પ્રોડક્ટ્સ પણ વપરાય છે? તમારા વાળ અને સ્કિન માટે નમક જડીબુટ્ટી સમાન પુરવાર થઈ શકે છે.
શેમ્પૂમાં ઉમેરો મીઠુ
વાળ માટે મીઠુ ખૂબ જ અસરકારક છે. તે ઓઈલી વાળમાંથી ચીકાશ દૂર કરવા માટે કે પછી ડેન્ડ્રફ કે ફંગસ જેવી સમસ્યાઓથી છૂટકારો આપે છે. તેમાં રહેલા પોષકતત્વોને કારણે તમારા વાળ લાંબા અને ઘટ્ટ બની શકે છે.
આ માટે તમારે નહાતા પહેલા તમારા શેમ્પુમાં 2 થી 3 ચમચી જેટલુ મીઠુ ઉમેરી દેવાનું છે. એક જ વાર આ રીતે વાળ ધોયા પછી તમને રિઝલ્ટ મળવાના શરૂ થઈ જશે. તમે બેથી ત્રણ અઠવાડિયા શેમ્પૂ કરતી વખતે આ પ્રયોગ કરશો તો તમને તમારા વાળમાં દેખીતો ફરક જોવા મળશે. આ રીતે વાળ ધોવાથી તમારા વાળ ચીકણા નહિં લાગે અને સ્મૂધ થઈ જશે.
ડેન્ડ્રફ દૂર કરશે
તમારી ડેડ સ્કિન તમારી સ્કાલ્પ પર ભેગી થાય તેને કારણે ડેન્ડ્રફની સમસ્યા ઊભી થાય છે. શેમ્પૂમાં મીઠુ એડ કરશો તો તે તમારુ બ્લડ સરક્યુલેશન વધારશે અને ડેન્ડ્રફને જડમૂળથી ઊખાડી કાઢશે. આ ઉપરાંત તેને કારણે તમારી સ્કાલ્પ પર ફંગસ પણ નહિં આવે.
મીઠાથી વાળમાં મસાજ
વાળની સમસ્યા હોય તો 1 કે 2 મોટી ચમચી મીઠુ લઈને તમારા વાળને ડિવાઈડ કરી તમારા સ્કાલ્પ પર તેનાથી મસાજ કરો. મસાજ કરતી ખાસ ધ્યાન રાખો કે તમારી આંગળી ભીની હોય. આ રીતે 10 મિનિટ મસાજ કર્યા બાદ વાળ ધોઈ નાંખો. તમને સારા રિઝલ્ટ મળશે.
હેર લોસમાં અકસીર
સી સૉલ્ટ તમારા વાળના ગ્રોથ માટે ખૂબ જ અકસીર છે. તમારે હેર લોસનો પ્રોબ્લેમ હોય તો પણ સી સૉલ્ટના ઉપયોગથી તમારા વાળનો ગ્રોથ ઝડપી બની જશે. તમારા વાળ ધુઓ પછી ભીની સ્કાલ્પ પર સી સૉલ્ટથી 10થી 15 મિનિટ માટે મસાજ કરો અને ધોઈ નાંખો. આવુ તમે અઠવાડિયામાં 2 વાર કરશો તો પણ તમને ઘણા સારા રિઝલ્ટ મળશે.