અલ્પેશ ઠાકોર એક એવું નામ જેને આખા ગુજરાત માં પોતાનો ડંકો વગાડ્યો સમગ્ર ગુજરાત માં છૂટી છવાઈ ઠાકોર સેના ને એક કારણ અલ્પેશ પેહલાં કોંગ્રેસ સાથે જોડાયા હતા.પરંતુ સંજોગો વશ અલ્પેશ ઠાકોર ભાજપ સાથે જોડાયા અને ત્યારબાદ ગઇ પેટાચૂંટણી માં રાધનપુર માં થી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું.પરંતુ રાધનપુર વાશીઓએ એ તેમનો સાથે આપ્યો નહીં, જેમાં ઘણાં કારણો મુખ્ય સાબિત થયા છે.ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો માટેની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે જેમાંથી ત્રણ બેઠકો ભાજપ અને ત્રણ બેઠક કોંગ્રેસને મળી છે.જો કે ભાજપ ને એ વાત નું દુઃખ છે કે તેમણે ધારેલી બેઠકો તેમને પ્રાપ્ત થઈ ન હતી.
ચૂંટણી પહેલા એવું અનુમાન થતું હતું કે ચૂંટણીના પરિણામ બાદ અને દિવાળી પછી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે જેમાં અલ્પેશ ઠાકોરને કેબિનેટ કક્ષાનું મંત્રીપદ અપાશે એવી વાતો થતી હતી પરંતુ અલ્પેશ ઠાકોર હારી જતાં હવે તેને મંત્રી બનાવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.ત્યારે અલ્પેશ ઠાકોર ની ઘણી મજાક પણ કરવામાં આવી હતી,પરંતુ હાલમાં જ જાણવા મળ્યું છે કે હવે અલ્પેશ ઠાકોર ની હાર પર ઘણાં નેતાઓને પસ્તાવો થઈ રહ્યો છે. તેઓનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર ની જીત થઈ હોત તો આજે ગુજરાત રાજકારણ બદલાયું હોત.
અલ્પેશ ઠાકોરે ભલે પક્ષ પલટો કર્યો હોય પરંતુ એવું કેહવાઈ છે કે હજી પણ ઠાકોર સેના અલ્પેશ નો સાથ છોડસે નહીં.ત્યારે હવે ઘણા એવા નેતાઓ બહાર આવ્યા છે જેમને અલ્પેશ ઠાકોર ની હારનો પસ્તાવો થઈ રહ્યો છે.હાલમાં ભાજપ સરકાર તેમજ ભાજપ સંગઠનમાં સ્થિતિ એવી છે કે જો વિસ્તરણ કરવામાં આવે તો અસંતોષ વધી શકે તેમ છે જેને પગલે મંત્રી મંડળનું વિસ્તરણ ટાળવામાં આવી રહ્યું છે.હવે આગામી બે મહિનાની અંદર મંત્રી મંડળનું વિસ્તરણ થવાની કોઈ જ શક્યતા જણાતી નથી.
ભાજપ હાઈકમાન્ડ હવે સૌપ્રથમ સંગઠનમાં ફેરફાર અને સાફસૂફી કરવા માગે છે ત્યારબાદ જરૂર પડશે તો 2020ની શરૂઆતમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરાશે. ત્રણ બેઠકો ગુમાવ્યા પછી મુખ્યમંત્રીને બદલવામાં આવશે એવી અટકળો થઈ રહી છે પરંતુ તેમાં પણ કોઈ તથ્ય જણાતું નથી.જો કે અફવાઓ નું કહેવું છે કે પેટાચૂંટણી માં મળેલી હાર એ ગુજરાત સરકાર મંત્રી મંડળ માં મોટું ગાબડું પાડી દીધું છે.પરંતુ એક તરફ જોતાં તો આ અફવા જ છે,માટે આ વાત ઉપર વિશ્વાસ કરવો એ શક્ય નથી.
વાત જો મંત્રી મંડળ ની કરવામાં આવે તો અહીં પણ ઘણી જગ્યાએ એવા ચર્ચા થઈ રહ્યાં છે કે જો અલ્પેશ ઠાકોર મંત્રી મંડળ માં હોત તો સારું પરંતુ ઘણી જગ્યાએ એવું પણ કેહવાઈ અલ્પેશ પોતાનાં પક્ષ પલટો કરવાના નિર્ણય ને લીધે હાર્યા.ત્યારે હવે સાચું કારણ કોઈ જાણ તું નથી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધીમે ધીમે હવે વહીવટી તંત્ર પર પકડ મજબૂત કરી લીધી છે આથી તેમને યથાવત ચાલુ રખાશે. નીતિન પટેલનું ખાતું બદલવાની વાત પણ થઈ રહી છે પરંતુ હાઇકમાન્ડ તેમાં ફેરફાર કરે એવી શક્યતાઓ ઘણી જ ઓછી છે.
વર્ષ 2020માં મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા તેમજ કોનું ખાતું બદલવું તેનો નિર્ણય કરાશે.ત્યારે અત્યાર થી એક બાજુ એવું કહેવાય છે કે જો આ બદલાવ માં ક્યાંક અલ્પેશ ને સ્થાન મળ્યું હોત જો અલ્પેશ ઠાકોર નો વિજય થયો હતો. તો મુખ્યમંત્રી ની બાજુ વળી શીટ માં બેસવાનું અને લીલી પેન થી સહી કરવાનું અલ્પેશ નું સપનું પૂરું થયું હોત.