અંગત પળો એ જીવનસાથી માટે સુખમય અને એકબીજાની નજીક આવવાનો સમય છે. પરંતુ કેટલીક વાર કંઈક એવું થાય છે કે આ અંગત પળો તમને નજીક લાવવાને બદલે તમને એકબીજાથી દૂર લઈ જાય છે. ક્યારેક ખાનગી પળોમાં કેટલીક એવી વાતો પણ હોય છે જે તમારા પાર્ટનરનો મૂડ બગાડી શકે છે એટલું જ નહીં પરંતુ તમારી વચ્ચે બ્રેકઅપ પણ થઈ શકે છે. આથી આવી વાતો તમારે અંગત પળો દરમિયાન ટાળવી જોઈએ. તો ચાલો જાણીએ ખાનગી ક્ષણો દરમિયાન કઈ વસ્તુઓ ન કરવી જોઈએ.
ભૂતકાળના પ્રેમ વિશે વાત ન કરો: એ વાત તો જગજાહેર છે કે દરેકનો પોતાનો ભૂતકાળ હોય છે, પરંતુ જો તમે વર્તમાન કરતાં તમારા ભૂતકાળને વધુ મહત્વ આપો છો. પછી વસ્તુઓ વધુ ખરાબ થવામાં મોડું નહીં થાય. તમારે એક્સ વિશે બિલકુલ વાત ન કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે તમે તમારા જીવનસાથી સાથે પથારીમાં હોવ.
સેક્સ કર્યા પછી તરત સુવાથી બચો: ઘણા સંશોધનોએ ખુલાસો કર્યો છે કે મોટાભાગના લોકો સેક્સ કર્યા પછી સૂઈ જાય છે. તમારી આવી આદત તમારા જીવનસાથીને દુખ પહોંચાડી શકે છે. પ્રેમ વ્યક્ત કર્યા બાદ તમારે તમારા પાર્ટનરની વાત સાંભળવી જોઈએ અને તેમની સાથે થોડી વાર વાત કરવી જોઈએ. નહીં તો તમારા સંબંધો બગડી શકે છે.
ન ગમતી વાતનું પુનરાવર્તન ટાળો: ખાનગી ક્ષણો દરમિયાન એવી ઘણી બાબતો છે જે તમારા પાર્ટનર ને નાપસંદ હોય અને તમને ખૂબ જ પસંદ હોય, પરંતુ તેમ છતાં પરસ્પર ક્રિયાપ્રતિક્રિયા દ્વારા મધ્યમ માર્ગ શોધવો અને જીવનસાથી પર જબરજસ્તીથી તમારી પસંદગીનું પુનરાવર્તન ન કરવું એ તમારી ફરજ છે.
વારંવાર ફરિયાદ ન કરો: દરેક સંબંધમાં થોડી નારાજગી તો રહે જ છે, પરંતુ દરેક સમયે ફરિયાદ કરવાથી અને ખાસ કરીને ખાનગી ક્ષણો દરમિયાન, તમારી અંગત પળો બગડી શકે છે. તેથી તમારી ફરિયાદોને બીજા દિવસ માટે રાખવી એ વધુ સુરક્ષિત છે.