ઘરની સજાવટમાં નાની સુશોભન વસ્તુઓ, ખાસ કરીને લકી એનિમલ્સનું પોતાનું વિશેષ મહત્વ છે. પછી ભલે તે દોડતા ઘોડાની ફોટાની વાત હોય કે સિંહોની અથવા ડોલ્ફિનની,આ તમામ પ્રતીકો ઘરની સુંદરતામાં વધારો કરે છે, પણ ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું એક સાધન છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક ઓરડામાં દરેક પ્રાણીનું વિશેષ મહત્વ હોય છે. તેથી, આ દિવસોમાં સુશોભનની અંદર લોકો ભાગ્યશાળી પ્રાણીઓના ફોટાઓના ખૂબ શોખીન હોઈ છે, કારણ કે તે જોવા માટે સુંદર છે, સાથે સાથે શુભ પ્રતીકો પણ છે.
સિંહ શક્તિનું પ્રતીક છે, જે તમારા આત્મવિશ્વાસને સુધારે છે અને તમારી શક્તિને મજબૂત બનાવે છે.સિંહની તસ્વીર ઘરે રાખશો તો તમારું સકારાત્મક વલણ મજબૂત થશે. તમે પહેલા કરતા વધારે મજબુત અનુભવશો આટલું જ નહીં સિંહને સંપત્તિનું પ્રતીક પણ માનવામાં આવ્યું છે, તેથી તેને ઘરમાં રાખવાથી વિવિધ સ્રોતથી સંપત્તિ આવે છે.
હાથી એ સંપત્તિનો સૂચક છે ઈન્દ્રનું વાહન હાથી ભારતીય સંસ્કૃતિમાં સંપત્તિ અને સારા નસીબને આકર્ષવા માટે પ્રખ્યાત છે. ભારતીય અને બૌદ્ધ સંસ્કૃતિમાં હાથીઓને અપાર શક્તિ, કદ, બુદ્ધિ અને હિંમતનાં પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યા છે. હાથી ધનની દેવી લક્ષ્મી સાથે પણ સંકળાયેલ છે.
સફળતા માટે દોડતા ઘોડાની તસ્વીર લગાવોવાસ્તુ મુજબ ઘોડાઓને શક્તિ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે.તમારા ઘર અથવા ઓફિસમાં,ચિત્ર તરીકે અથવા પ્રતિમા તરીકે, ઘોડાની ફોટો મૂકવાથી તમે સફળતા તરફ દોરી શકો છો. દોડતા ઘોડાઓ પૈસાના વધુ સારા અને સરળ પ્રવાહને સુનિશ્ચિત કરે છે. તેઓ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. ઓફિસમાં ઘોડાની તસ્વીર રાખવાથી તમારી શક્તિ, અધિકાર અને ખ્યાતિ વધે છે.
દીર્ધાયુષ્ય માટે રાખો કાચબો કાચબા અથવા તેમના ફોટોગ્રાફ્સ / શિલ્પ મકાનની અંદર રાખવાથી આરોગ્ય, આયુષ્ય અને શત્રુઓથી રક્ષણ મળે છે.દેડકા રોગોથી દૂર રાખે છે વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘરમાં પિત્તળના બનેલા દેડકા રાખશો તો રોગો તમારા ઘરથી ઘણા દૂર રહેશે.
ડોલ્ફિન એ પ્રેમનું પ્રતીક છે ડોલ્ફિન્સની જોડી સંપૂર્ણ પ્રેમ પ્રતીક બેડરૂમ માટે અનુકૂળ છે. ડોલ્ફિન એક શુભ પ્રતીક છે, જે ઘરના દક્ષિણ ખૂણામાં મૂકી શકાય છે. તે શાંતિ, સંપત્તિ, આરોગ્ય, શિક્ષણ, કારકિર્દી, બાળકો, દીર્ધાયુષ્ય અને સમૃદ્ધિ માટે સારું છે.