અર્જુનના વૃક્ષને કેટલાય ઔષધિય ગુણોથી ભરપુર જણાવવામાં આવ્યો છે. અર્જુનના વૃક્ષની છાલ પણ શરીર માટે ઘણી ફાયદાકારક હોય છે. આ ઝાડની છાલનો પાવડર બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. અર્જુનની છાલથી સ્ટ્રોક, હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવા હાર્ટ સંબંધિત રોગોનો ઈલાજ કરી શકાય છે.
અર્જુનનું વૃક્ષ ભારતમાં હિમાલયની ઘાટી, બિહાર અને મધ્યપ્રદેશમાં વધુ જોવા મળે છે. અર્જુનના વૃક્ષમાં બીટા-સીટોસ્ટીરોલ, ઈલેજિક એસિડ, ટ્રાઇહાઇડ્રોક્સી ટ્રાઈટરપીન, મોનો કાર્બોક્સિલિક એસિડ, અર્જુનિક એસિડ મળે છે. જેના કારણે આ વૃક્ષ રોગોને દૂર કરવા માટે વધુ ઉપયોગી માનવામાં આવે છે.
અર્જુનની છાલથી હૃદય રોગ, ક્ષય, પિત્ત, કફ, શરદી, ખાંસી, વધારે પડતું કોલેસ્ટ્રોલ અને મોટાપો જેવી બીમારીઓને દુર કરવામાં મદદ મળે છે. આ સિવાય તે મહિલાઓ માટે પણ ઘણું ઉપયોગી છે. સુંદરતા વધારનાર ક્રીમ સિવાય સ્ત્રી રોગમાં પણ એ ખુબ કામની ઔષધી છે.
અર્જુનની છાલનું ચૂર્ણ અને દેશી જાંબુના બીજ ના ચૂર્ણને સરખા પ્રમાણમા લઈને તેને મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલા અડધી ચમચી ચૂર્ણ થોડા ગરમ પાણીમાં મેળવીને પીવું. તેમ કરવાથી ડાયાબિટીસ ના રોગમાં ફાયદો થાય છે. અર્જુનના ઝાડની છાલ, કદમ્બની છાલ, અને જાંબુની છાલ તથા અજમાને સરખા પ્રમાણમાં લઈને મોટુ-મોટું પીસી લેવું. તેમાથી 25 ગ્રામ પાઉડર લઈને, અડધો લિટર પાણીમાં ગરમ કરીને ઉકાળો બનાવીને સવાર-સાંજ 3 થી 4 અઠવાડીયા સુધી પીવાથી ડાયાબિટીસમા ફાયદો થાય છે.
અર્જુનની છાલને સૂકવીને તેને વાટીને જીણું ચૂર્ણ બનાવો. અને તાજા અરડૂસીના પાનનો રસ કાઢવો. પછી તે અરડૂસીના રસને બનાવેલ ચૂર્ણમાં ભેળવીને સૂકવી લો. આવું સાત વાર ચૂર્ણને સૂકવીને બનાવેલું પેકને બંધ બોટલમાં ભરી લો. આ બનાવેલા ચૂર્ણને 3 ગ્રામ ની માત્રા માં મધમાં મિક્ષ કરીને ચાટવાથી દર્દીને ઉધરસમા ઘણો ફાયદો થાય છે.
અર્જુનના વૃક્ષમાં કસુઆરીનિન નામનું રાસાયણિક ઘટક હોય છે. તેને કારણે શરીરમાં કેન્સરની કોશિકાઓ ફેલાઈ શકતી નથી. ખાસ કરીને સ્તન કેન્સરની કોશિકાઓને રોકવામાં અર્જુનની છાલ ખાસ કામની છે. જો સાધારણ ગરમ દૂધમાં અર્જુનની છાલ બારીક પીસીને રોજ સેવન કરવામાં આવે તો સ્તન કેન્સરથી બચી શકાય છે.
તેમણે અર્જુનની છાલની ચા અવશ્ય પીવી જોઈએ. અર્જુનની છાલ ધમનીમાં જામેલ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લુસરાઇડને ઓછું કરે છે. તેનાથી હૃદયમાં લોહીને પહોંચાડતી ધમનીઓ બરાબર કામ કરી શકે છે.
કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લુસરાઇડ વધારે વધવું હૃદય માટે ઘાતક સાબિત થઇ શકે છે. તેનાથી કેટલીકવાર હાર્ટ એટેક પણ આવવાનો ખતરો છે. તેવા રોગીઓને રોજ અર્જુનની છાલનો ઉપયોગ કોઈને કોઈ રૂપમાં ચોક્કસ કરવો જોઈએ.
અર્જુનની છાલનો ઉકાળો પીવાથી મોટાપો જેવી બીમારી નથી થતી. કારણ કે તેના સતત સેવનથી પાચન તંત્ર બરાબર રહે છે. જો સતત આનું સેવન કરવામાં આવે તો ફક્ત એક મહિનામાં જ તેનું રિજલ્ટ જોઈ શકાય છે. અર્જુનની છાલ રોગપ્રતિકારક શક્તિને પણ મજબુત કરે છે. આ સિવાય તે લોહીને દવા લીધા વિના પ્રાકૃતિક રૂપથી પાતળું કરવાની ઔષધી છે. આના સેવનથી હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા પણ પેદા નથી થતી.
અર્જુનની છાલ માંથી બનાવેલ લેપનો ઉપયોગ કરવાથી ચામડી માથી દાગ દૂર થાય છે. અને ચામડી ચમકદાર બને અને સારી દેખાવ લાગે છે. તેનો ઉપયોગ કરવા માટે અર્જુનની છાલ, બદામ, હળદર, અને કપૂર ને સરખા પ્રમાણમાં લઈને તેને પીસી લ્યો. પછી તેને લેપની જેમ મોઢા પર લગાવો. તેનાથી ચામડીના દરેક નાના જીવાણુ મરે છે. અને ચામડીને સ્વચ્છ રાખે છે.
અર્જુનની છાલનો ઉપયોગ દરેક પ્રકારના સોજાને દૂર કરવા માટે થાય છે. અર્જુનની છાલને જીણું ચૂર્ણ 5 ગ્રામથી 10 ગ્રામ જેટલું દૂધમાં પકવીને ખાવાથી હદય મજબૂત થાય છે અને તેનાથી ઉત્પન્ન થનાર સોજા પણ દૂર થાય છે. અંદાજે 3 ગ્રામની માત્રામાં અર્જુનની છાલનો સૂકૂ થયેલ ચૂર્ણ ખાવાથી શરીરમાં થયેલ સોજો દૂર થાય છે.
પેટની તકલીફ માટે પેશાબને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હ્રદય રોગના વધારાથી શરીરમાં અનેક અંગોમા પાણીનો ભરાવો અને સોજો આવવાથી અર્જુનની છાલના ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે છે.
મુખની તકલીફો દૂર કરવા માટે તાજી અર્જુનની છાલનો ઉકાળો પીવાથી ઘણો ફાયદો થાય છે. નારિયલના તેલમાં અર્જુનની છાલનું ચૂર્ણ મિક્ષ કરી મોઢામાં પડેલ ચાંદા પર લગાવવાથી જલ્દી સારું થાય છે. અર્જુનના ચૂર્ણને ગોળ સાથે ખાવાથી તાવમાં રાહત મળે છે. હાડકું ભાંગ્યુ હોય ફેકચર થયુ હોય તેના ઉપર આ ચૂર્ણનો તલના તેલ સાથે લેપ કરવો.