મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એક બીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. આ બંને ઘણીવાર પાર્ટીમાં અથવા ક્યારેક રેસ્ટોરન્ટની બહાર જોવા મળે છે. હાલમાં મલાઇકા અરોરા નેહા ધૂપિયાના ચેટ શૉ ‘નો ફિલ્ટર નેહા’ પર પહોંચી હતી. આ દરમિયાન મલાઈકાએ તેના લગ્ન અંગે ખુલાસો કર્યો હતો. મલાઇકાએ જણાવ્યું કે તે કેવી રીતે લગ્ન કરવા માંગે છે.
મલાઇકા અરોરાએ તેના ડ્રિમ વેન્ડિગ વિશે કહ્યું ‘મારા લગ્ન બીચ પર થશે અને સંપૂર્ણ રીતે સફેદ હશે. મને લગ્નમાં દરેક વસ્તુ સફેદ જોઈએ છે.એલી સાબ ગાઉન પેહરીશ. નવવધૂ મારી ગર્લ ગેંગ હશે. મને નવ વધૂઓનો કોન્સેપટ ખૂબ પસંદ છે. ‘નેહા સાથે વાત કરતી વખતે મલાઇકાએ અર્જુનથી જોડાયેલી વાત પણ કરી હતી.
મલાઈકાએ કહ્યું ‘અર્જુનને લાગે છે કે હું સારી તસવીરો નથી લેતી, જ્યારે તે મારી સારી તસવીરો લે છે. ‘તમને જણાવી દઈએ કે, મલાઇકાએ સોશિયલ મીડિયા પર અર્જુન સાથેના તેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. મલાઇકાએ અર્જુન સાથે રોમેન્ટિક પોઝ આપતા કેપ્શન લખ્યા હતા. જેની સાથે બહાર આવ્યું કે બંને રિલેશનશિપમાં છે.
મલાઇકા સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ મલાઇકાએ પુત્ર અરહાન સાથે એક તસવીર શેર કરી હતી જેની ખૂબ ચર્ચા થઈ હતી. આ ફોટો શેર કરતા મલાઇકાએ લખ્યું ‘જ્યારે દીકરો આટલો સારો બનીને માં નું ધ્યાન રાખે છે’. આ પહેલા અરહાન મલાઇકાની બર્થડે પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે આ પાર્ટીમાં અર્જુન કપૂર પણ હતો.
જન્મ દિવસની ઉજવણીની તસવીરો મલાઇકા અને કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી. પાર્ટીમાં મલાઇકાએ સિલ્વર કલરનો વન પીસ પહેર્યો હતો. ત્યાં કરીના અને અમૃતા અરોરા પણ વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળી હતી. મલાઈકાના જન્મદિવસની ઉજવણીમાં ઘણા વધુ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. આ સ્ટાર્સમાં કરણ જોહર, શનાયા કપૂર, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે, કરિશ્મા કપૂર, અર્જુન રામપાલ, અક્ષય કુમાર, ટ્વિકલ ખન્ના, શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા, રાજકુમાર રાવ અને તારા સુતરીયા શામેલ છે.