ચંદ્રયાન ભારત માટે આ નામજ કાફી છે.આજથી થોડા મહિના પહેલા ભારતે એક એવી ઐતિહાસિક ઉડાન ભરી હતી જે ભારત ને વિશ્વ સ્તરે બધા થી અલગ પાળવાની હતી.ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન જલ્દી જ ચંદ્રયાન-3ને ચંદ્ર તરફ રવાના કરી શકે છે.
આ કામ ઝડપથી ચાલી રહ્યુ છે.અને નવેમ્બર 2020 સુધીની સમયમર્યાદા પણ નક્કી કરી દેવાઈ છે.ઈસરોએ કેટલીક સમિતિઓ બનાવી છે.પેનલની સાથે ત્રણેય કમિટીઓને ઓક્ટોબરથી માંડીને અત્યાર સુધી ત્રણેક હાઈલેવલ મિટિંગો થઈ ચૂકી છે.
આ મીટિંગ માં એ જાહેર કરવામાં આવ્યું છે કે અગાવ થયેલ ભૂલ હવે બીજી વાર ના થાય. ચંદ્રયાન ત્રણ માં ખાસ કરીને એવી નવી પદ્ધતિ ઓ સજ્જ કરવામાં આવશે જે ખુબજ અલગ હશે.
અગાવ વર્ષો થી કરેલી મેહનત ચંદ્રયાન બે માત્ર એક ભૂલ ન કારણે નિષ્ફળ ગયું હતું. ત્યારે તમામ ટિમ આવાત ને લઈને ખુબજ ભાવુક હતી.ઈસરો ચીફ વડાપ્રધાન ને ભેટી ને રડી પડ્યા હતા.હવે આ નવા મિશનમાં માત્ર લેન્ડર અને રોવર જ હશે.એટલે કે ઓર્બિટર નહી મોકલવામાં આવી.કારણ કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર પહેલાથી જ ચંદ્રની કક્ષામાં કાર્યરત છે.
મંગળવારે પણ ચંદ્રયાન-3 મિશનને લઈને ઓવરવ્યુ કમિટીની બેઠક થઈ.જેમાં તમામ કમિટીઓની ભલામણો પર ચર્ચા થઈ.તમામ કમિટીઓએ સંચાલશક્તિ, સેન્સર, એન્જિનિયરિંગ અને નેવિગેશનને લઈને પ્રસ્તાવ આપ્યો છે.ચંદ્રયાન બે ના ઘણાં એવા પાર્ટ્સ છે જે હાલમાં કાર્યરત છે માટે હવે ચંદ્રયાન ત્રણ માં એવા પાર્ટ્સ નાઈ લઈ જવાય જે ચંદ્રયાન બે માં કાર્યરત છે.માટે હવે ચંદ્રયાન ત્રણ પર વધારે લોકોનું ધ્યાન રેહશે.
મિટિંગ માં ચંદ્રયાન બે ને લઈને થોડી વાત થઈ હતી અને આ મુજબે જાહરે થયું હતું કે ચંદ્રયાન બે ની લેન્ડિંગ થોડા અંશે નબળી હતી.માટે હવે મિટિંગ માં લેન્ડિંગ મજબૂત કરવાના વલણો વિશે ચર્ચા થઈ છે.ઓવરવ્યૂ કમિટી એ વાત પર ધ્યાન રાખી રહી છે કે લેન્ડરનો નીચેનો હિસ્સો વધારે મજબૂત કરવામાં આવે.જેથી લેન્ડિંગ સામે ચંદ્રયાન-2 જેવી દુર્ઘટનાને ટાળી શકાય.
સાથે જ પોતાના રિસર્ચને નેક્સ્ટ લેવલ પર લઈ જવા ચંદ્રયાન-3 પૃથ્વી અને ચંદ્રના ખૂબ ઓછા ચક્કર લગાવશે.ઈસરો ની આ મિટિંગ માં એવા પણ નિર્ણય લેવાય છે જે ચંદ્રયાન ત્રણ ને સૌથી અલગ તારવશે.આનાથી વધારે માહિતી હજી ઈસરો એ જાહેર કરી નથી પરંતુ જલ્દી જ આ અંગે ચંદ્રયાન ત્રણ નુમોડેલ જોવા મળશે.