ગઈ કાલે સવારે જ્યારે દેશ માં સદીઓ થી ચાલી આવતો બે પક્ષો વચ્ચે નો મામલો હવે તેનો અંત આવ્યો છે અમે હવે રામ મંદિર બનવું જ્યારે નિશ્ચિત જ છે.ત્યારે ગઈ કાલે રાત્રે દેશ નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ બાબતે પોતાનું મો ખોલ્યું હતું.અયોધ્યા બાબતે નરેન્દ્ર મોદી નું કહેવું છે કે ભારતનું લોકતંત્ર હાલ પણ જીવંત છે અયોધ્યા નો નિર્ણય આવ્યા બાદ બધા સમાજ ના લોકો એ તેનો સ્વૈચ્છિક સ્વિકાર કર્યો છે.જેથી કરી ને તે વિવધ તાં પણ એકતા દર્શાવે છે.ભારત જેના માટે ઓળખાય છે.
તે વિવિધતા માં એકતા આ મંત્ર આજે સાર્થક થયો છે.જેનું એક માત્ર કારણ કોર્ટ નો બંને પક્ષ નાં હીત નો નિર્ણય. ભારતના આ પ્રાણ તત્વને સમજવા આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવશે. આ દેશ વાસીઓ ઈતિહાસ રચી રહ્યા છે. ભારતની ન્યાય પાલીકાના ઈતહાસમાં આ સુવર્ણ દિવસ છે.આજથી પેહલાં ક્યારેય આવો કોમી વાદ કિસ્સો ના ક્યારેય આટલો લાંબો ચાલ્યો છે ના કોઈ દિવસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે.ત્યારે અયોધ્યા કેશ એ ભારત ના ઇતિહાસ માં સુવર્ણ અક્ષરો થી લખાઈ જવાનો છે.
નરેન્દ્ર મોદી નો દાવો છે કે કોઈ પણ રીત નો પ્રશ્ન હોય જેમાં કોમી વાદ સર્જાય તો તેને શાંતિ થી 3ક બીજા ની દલીલો નજરે રાખી કામ કરવું જોઈ અને ગઈ કાલ સુપ્રીમે કોર્ટે પોતાનો નિર્ણય પણ આજ રીતે લીધો છે. બધાને શાંતિથી શાંભળ્યા હતા.અને ત્યારબાદ બન્ને પક્ષ ના હિટ નો નિર્ણય લીધો હતો.
આ કાર્યસરળ ન હતું.દેશવાસીઓએ દ્રઢ ઈચ્છા શક્તિના દર્શન કરાવ્યા હતાં.નવ તારીખે જ બર્લીનની દિવાલ પડી હતી અને નવ તારીખેજ કરતાપુર સાહેબના દર્શન કરવાનો પ્રારંભ થયો છે.ત્યારે આ સમગ્ર ઘટનાં દર્શાવે છે કે ભારત માં ભલે ગમે તેટલી કોમ હોય પરંતુ વિવધતાં માં એકતા આખા વિશ્વ માં એક માત્ર ભારત માંજ જોવા મળશે.કોર્ટ નો નીર્ણય સર્વ ને હળીમળીને રહેવા દર્શાવે છે.
વધું માં અયોઘ્યા વિશે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવે છે કે અયોધ્યા ચુકાદા અંગે નિર્ણય લેતાં પેહલાં સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને પોતાની વાત રાખવા નો ચોક્કસ સમય ભાળવ્યો હતો જેમાં બંને પક્ષોએ પોતાની વાત ને સાચી સાબિત કરતાં પુરાવા જાહેર કરવાનું કહ્યું હતું.આ નિર્ણય ને ઉદાહરણ સ્વરૂપે સમજાવતા નરેન્દ્ર મોદી કહે છે કે પરિવારમાં નાના મુદ્દાનો ઉકેલ લાવવો હોય તો પણ મુશ્કેલી થાય છે.ત્યારે વર્ષોથી ચાલી આવતો આ મુદ્દો ઉકેળવો એ ખુબજ કઠિન હતું.
સોશિયલ મીડિયા માં પણ નરેન્દ્ર મોદી છવાઈ ગયાં હતા અયોઘ્યા મામલે એક પછી એક સળંગ ત્રણ ટ્વીટ થી તે ચર્ચા માં આવી ગયા હતાં.આ ટ્વીટ માં મોદીએ જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચે અદાલતે અયોધ્યા પર પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે.આ નિર્ણયને કોઈની હાર કે જીતની દ્રષ્ટિથી ન જોવો જોઈએ.રામભક્તિ હોય કે રહીમભક્તિ આ સમય તમામ લોકો માટે ભારતભક્તિની ભાવનાને મજબૂત કરવાનો છે.માટે કોઈએ કોઈ પણ રીતનો પક્ષ પાત ના કરતાં હળીમળીને રહવું.દેશના લોકોને મારી અપીલ છે કે શાંતિ, સદભાવના અને એકતા બનાવી રાખે.કોઈ પણ પક્ષ કોઈ પણ રીતે એક બીજા પર આરોપ ના લગાવે અને શાંતિ જાળવી રાખે.