દેશમાં વર્ષોથી ચાલી રહેલો અયોધ્યા રામ મંદિર બાબત નો આખરે ચુકાદો આવી ગયો છે ત્યારે ગઈ કાલે સમગ્ર દેશ દિવાળી જેવું માહોલ સર્જાઈ ગયું હતું.ત્યારે દેશમાં પ્રખ્યાત રામ કથાકાર મોરારીબાપુ એઅંગે પોતાની પુષ્ટિ વ્યક્ત કરી હતી.ગઈ કાલ ના અયોઘ્યા ચુકાદા અંગે મોરારી બાપુએ નિવેદન આપયી હતું અને આ નિવેધન માં મોરારી બાપુએ કહ્યું હતું કે સર્વભૂત હિતાય સર્વભૂત સુખાય તથા સર્વભૂત પ્રિતાય.
મોરારીબાપુ કહે છે કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય અપાયો છે સર્વે માટે એક સમાન છે.સરકાર અને દેશની જનતાના લીધે રામ મંદિર નિર્માણ નો ફેસલો આવ્યો છે તેમાટે મોરારિબાપુએ દેશ ની જનતા ને વધાઈ આપી હતી.અને સાથે જ કોમીવાદ થી દુર રહેવા નું જણાવ્યું હતું.મોરારીબાપુ આમ તો રામ કથા કાર છે પરંતુ તેઓ જાતીવાદ જરા પણ વિશ્વાસ કરતાં નથી તેઓ માટે સર્વ ધર્મ એક સમાન છે.અને માટેજ તેઓ આ બાબતે હાલમાં લોકો ને સમજાવી રહયા છે કે અત્યાર નો સમય એવો કગે જ્યાં કોમવાદ ગમે તે સમયે થઈ શજે માટે કોમવાદ થી દુર રહેવું.
હાલમાં મોરારીબાપુ ના કથા પ્રોગ્રામ ઉત્તરકાશીમાં ચાલી રહયા હતાં.ત્યારે આ રામકથા દરમિયાન મોરારિબાપુએ કોમિવાદ ને છૂટું પાડતું નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, ‘રામ કોઈ એક કોમ ના નથી કે કોઈ એક દેશનાં નથી રામ અત્ર તત્ર સર્વત્ર છે માટે તે પૂરા વિશ્વના છે.એટલા માટે હવે કોઈ પણ વ્યક્તિ એ પોતાની કોમ ને લઈને જાતિ વાદ પાર ન ઉતરવું.મોરારીબાપુ એ પણ કહે છે કે મારી દૃષ્ટિએ આ ફેંસલો સૌના હીત માટે છે.વધું માં મોરારીબાપુ એ પણ કહે છે કે હું આ નિર્ણયને જોવ તો મને જરા પણ લાગતું નથી કે આ નિર્ણય એક કોમ બાજુ નમ્યો નથી.
બાપુ કહે છે કે ભૂતકાળમાં માં જે થયું તે ભૂલી હવે હાલનાં નવા નિર્ણય ને માન્ય રાખી ને બન્ને પક્ષ ઓએ હળીમળીને રહેવું જોઈએ અને ખાસ કોમવાદી વ્યક્તિઓ થી દુર રહેવું તથા સરકાર ના તમામ નીર્ણય અને નિયમો નો સાથ સહકાર આપવો જોઈએ એ તેનો અનાદર ના કરવો જોઈએ.