વર્ષોથી અયોઘ્યા પર ચાલી રહેલ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ અંગે ના વિવાદ માં આશરે 70 વર્ષ બાદ અને 40 દિવસ સુધી સતત સુનાવણી બાદ ગઈ કાલે હાઈ કોર્ટે પોતાનો અંતિ નિર્ણય દેશવાસી સામે વ્યક્ત કરતાં રામ જન્મભૂમિ પર ભગવાન રામ નું ઐતિહાસિક ભવ્ય મંદિર બનાવવા નું સરકાર દ્વારા જાહેર કરવા માં આવ્યું છે ત્યારે હવે બાબતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ઐવેશી વચ્ચે માહોલ ગરમાયો હતો.ગઈ કાલના ચુકાદામાં કહેવામાં આવ્યું કે રામ મંદિર વિવાદિત સ્થળ પર બનશે અને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં 5 એકર જમીન અલગથી આપવામાં આવશે.વિવાદીત 02.77 એકર જમીન કેન્દ્ર સરકારનાં કબજામાં રહેશે.કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને મંદિર બનાવવા માટે 3 મહિનામાં એક ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.અને હવે માત્ર ગણતરી નાંજ દિવસો માં કોર્ટે મંદિર બનાવવા અંગે ના નકશા જાહેર કરવાનું કહ્યું છે.
ત્યારે આ સમગ્ર બાબતે શિવસેના પ્રમુખ ખુલાસી ને બહાર આવ્યા હતાં.તેમને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર અમને ગર્વ છે.ત્યારેજ આજનો દિવસ સુવર્ણ અક્ષરોથી લખાશે ઇતિહાસમાં જેનું એક માત્ર કર્ણ અયોઘ્યા કેશ પાર કોર્ટ નો આ ઐતિહાસિક નિર્ણય છે.ત્યારે હું તમામ શિવસેના વતી ન્યાય દેવતાને પ્રણામ કરું છું આટલા દિવસોથી રામની વાર્તાઓ સાંભળી રહ્યા હતા ત્યારે થતું હતું કે ક્યારે મંદિર નિર્માણ પામશે હવે ગઈ કાલે જ વિવાદ ખત્મ થયો છે.ત્યારે હવે જલ્દી મંદિર બનવા ની રાહ જોવાઇ રહી છે.ત્યારે તમામ હિન્દૂ સમાજનો પણ હું ધન્યવાદ માનું છું.અને ગઈકાલ ના આ ઐતિહાસિક નિર્ણય બાદ હવે આખા મહારાષ્ટ્ર માં બાલાસાહેબની યાદ આવી રહી છે જે ખુબજ સારા સમાચાર છે.
આ બધી રીતે બધું સારું જ ચાલી રહ્યું હતું ત્યારે ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનનાં અધ્યક્ષ અસદ્દુદીન ઔવેસી એ શિવસેના પ્રમુખ ને ભલું ખોટું સાંભળાવ્યું હતું.તુરે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનનાં અધ્યક્ષ અસદ્દુદીન ઔવેસી નો ઉધડો કદી નાખ્યો હતો.ઉદ્ધવ ઠાકરે એ જડબાતોડ જવાબ આપતા કહ્યું છે કે ઐવેશી કોઈ સુપ્રીમ કોર્ટ નથી.સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ને માન્ય જ રાખવો જોઈએ તેના પર નારાજગી જાહેર કરી ને પણ તે કઈ ફેરફાર નાઈ કરી શકે.અને કોર્ટે પણ કહી દીધું કે હવે બીજી તરફ સુન્ની વક્ફ અયોધ્યા પર પુન:વિચાર યાચિકા દાખલ નહીં કરે.મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અંસારી ચુકાદાથી સંતુષ્ટ છે.ઉદ્ધવ ઠાકરેએ એ પણ કહ્યું કે તેઓ 24 નવેમ્બરનાં અયોધ્યા જશે.અને આ ઐતિહાસિક સ્થળ ના પાવન દર્શન કરશે પિતા બાલ ઠાકરે ના સપનાને ઉદ્ધવ હવે પૂરું કરશે.