ગઈ કાલે વર્ષોથી ચાલતાં અયોધ્યા રામજન્મ ભૂમિ વિવાદ નો અંત આવ્યો ત્યારે એક પ્રશ્ન એવો છે જે સૌ કોઈ ને થતો હોય છે. અને આ પ્રશ્ન છે કે કોર્ટમાં એવા કયાં પુરાવા સાબિત કરવામાં આવ્યા હતાં જેથી કરીને કોર્ટ નો નિર્ણય હિન્દૂ ઓના પક્ષ માં આવ્યો તો આવો જાણી લઈએ તે બાબતે.અયોધ્યામાં રામ જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પૂરાવા અગત્યનો ભાગ ભજવી ગયા છે.આ પુરાવા પરથીજ કોર્ટે પોતાનો નિર્ણય હિન્દુઓ ના પક્ષ માં જાહેર કર્યો.કોર્ટે એએસઆઈના પૂરાવાના આધારે કહ્યુ છે કે મસ્જિદ ખાલી જમીન પર નહોતી બનાવાઈ.એ સાથે જ કોર્ટે કહ્યુ હતુ કે, એએસઆઈના રિપોર્ટ પ્રમાણે ખોદકામ દરમિયાન જે પણ અવશેષો મળ્યા તે ઈસ્લામિક અવશેષો નહોતા.જેનાથી એ વાત સાબિત થઈ જાય છે કે રામ મંદિર ધરસાય કરીને મસ્જિદ બનવવા માં આવી હતી.કોર્ટ માં ઉપર મુજબનાજ પુરાવા પરથી એ વાત સાબિત થઈ છે.
સાથે સાથે એ પણ જાણવા મળ્યું છે કે આજથી લગભગ15 એક વર્ષ પહેલા આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર અયોધ્યામાં વિવાદિત જમીનની નીચે ખોદકામ કર્યુ હતુઆ ખોદકામ દરમિયાન તે ત્યાં વખતે મળેલા પૂરાવાનુ વૈજ્ઞાનિક ઓએ ચોક્કસ પરિક્ષણ કર્યું હતુ જેનાથી અંતે સાબિત થયું કે આ મળેલ અવશેષ રામ મંદિર ના છે.
રામજન્મ ભૂમિ માં એક અગત્યની દલીલ એ પણ હતી કે મસ્જિદ બનાવતી વખતે મુસ્લિમો એ રામ મંદિર તોડી પાડ્યું હતું.સાથે જ ઘણાં અયોધ્યા વશીઓ નું કહેવું છે કે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ રામજન્મસ્થાનનુ બહુ ચોક્કસ વર્ણન કરાયુ છે.અને ઇતિહાસના પાના માં જોવા જઈએ તો આજથી લગભગ 1528માં સેનાપતિ મીર બાકીએ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી.જે વાત ને સત્ય સાબિત કરતી ઘટનાં એ છે કે જ્યારે અહીં સરકાર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ખોદકામમાં મળેલા પથ્થમાં દેવી દેવતાઓ તેમજ હિન્દુ ધાર્મિક પ્રતિકોની કોતરણી થયેલી છે.જે સાબિત કરે છે કે અહીં પેહલાં એક મંદિર હતું.
આ બધી વાત તો હિન્દુ ઓ ની હતી હવે વાત કરી લઈએ એ વિષય પર કે મુસ્લિમો નું આ બાબતે શું દલિલ હતી.વાત કરીએ મુસ્લિમો ની તો સુન્ની વકફ બોર્ડનો આરોપ હતો કે પુરાતત્વ એક ચોક્કસ વિજ્ઞાન નથી તેના પર વિશ્વાસ કરી શકાય ને જેનું એક માત્ર કારણ છે કે તેમાં જો અને તો પર ભાર મુકવામાં આવે છે.અને જો,તો ના આથરર નિર્ણય લઈ શકાય નહીં.સુન્ની વકફ બોર્ડે પોતાના તરફથી રજૂ કરેલા બે પુરાતત્વ નિષ્ણાતો સુપ્રીયા વિરામ અને જયા મેનને એએસઆઈના પૂરાવા સામે સવાલ ઉભા કર્યા હતા.પરંતુ મુશલીમો કોઈ ચોક્કસ એવા પુરાવા રજૂ કરી શક્યા નહી કે જે સાબિત કરીદે કે મસ્જિદ બનાવી ત્યારે મંદિર તોડવા માં આવી ન હતી.માટે કોર્ટ નો નિર્ણય હિન્દૂ પક્ષ માં આવ્યો.