સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સરકારે અયોઘ્યા ને દેશ ની સૌથી મોટી ધર્મ નગરી બનાવવા નું વિચાર્યું છે. ત્યારે અન્ય કોઈ નગરી માં ના હોય તેવી સુવિધા અયોધ્યા માં જોવા મળશે તો આવો જાણી લઈએ શુ શુ સુવિધા ઓ અયોઘ્યા માં હશે. અયોધ્યાને દેશના સૌથી મોટા ધાર્મિક શહેર બનાવવા માટેની યોજનાને અમલમાં મુકવા માટે વાતચીત ચાલી રહી છે.
શરૂઆતના તબક્કામાં આ માટેની જવાબદારી અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનને અપાય છે. સરકાર આ નવી નગરી ની બ્લૂ પ્રિન્ટ જલ્દી જ જાહેર કરશે પરંતુ એ વાત ની જાણ થઈ રહીછે કે અહીં એવી એવી સુવિધા ઓ થવાની છે જે અયોધ્યા ને બધા થી અલગ કરશે. ત્યારે તમને પણ હવે થતું હશે કે એવી કેવી સુવિધાઓ અહીં ઉપલબ્ધ થશે સરકાર નું કહેવું છે અયોઘ્યા ને આખા દેશમાં સૌથી અલગ અને સુંદર નગરી બનાવશે. ત્યારે હવે અહીં હાલ કરતા સુવિધાઓ લગભગ બમણી થઈ જવાની છે.
જેના ભાગરૂપે નગર નિગમનો વ્યાપ વધશે અને આસપાસના 41 ગામ અયોધ્યા કોર્પોરેશનની હદમાં સમાવી લેવાશે અયોધ્યાને ધર્મ નગરી બનાવવા માટે મોટી યોજના તૈયાર કરાઈ રહી છે. આ માટે અયોધ્યા તીર્થ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરાઈ રહી છે. આ પ્રક્રિયામાં સંખ્યાબંધ તબક્કા હશે. પહેલા તબક્કાને અમલમાં મુકતા ચાર વર્ષ લાગી જશે. પરંતુ સરકાર નું કહેવું છે બને તેટલું જલ્દી અહીં કામ શરૂ કરી દેવામાં આવશે.
જેથી કરી ને અયોઘ્યા માં સૌથી વધુ પર્યટકો આવે અને અયોઘ્યા જેવી પવિત્ર નગરી નો આંનદ માણે દેશ માં અયોઘ્યા ને સૌથી અલગ બાનવવા ઘણી સુવિધાઓ મુકવામાં આવની છે. સરકારની કહેવું છે કે એક બાજુ રામ મંદિર નિર્માણ અને એક બાજુ અયોઘ્યા ધર્મ નગરી નવ નિર્માણ બંને ચાલુ થાય તેવી સરકાર ની ઈચ્છા છે. ત્યારે આ ધર્મ નગરી માં વધું લોકોને આકર્ષિત કરવાના ભાગરૂપે અયોધ્યામાં આંતરરાષ્ટ્રિય સ્તરનુ એક એરપોર્ટ બનાવવાની પણ યોજના છે.
જેથી દુનિયાભરના ભાવિકો દર્શન કરવા માટે અહીંયા સીધા આવી શકે. આ માટે રામ નવમી સુધીમાં શિલાન્યાસ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. મોદી સરકાર અયોધ્યાના રેલવે સ્ટેશન માટે પહેલા જ 100 કરોડની રકમ ફાળવી ચુકી છે. બહુ જલ્દી વિવિધ યોજનાઓની જાહેરાત કરાશે તેવુ અયોધ્યાના મેયર રાકેશ ઉપાધ્યાયનુ કહેવુ છે. અયોઘ્યા ના ઐતિહાસિક ચુકાદા બાદ સમગ્ર અયોઘ્યા ના નાના મોટા સૌ નેતાઓ એક્શન માં દેખાઈ રહ્યા છે. ત્યારે હવે રામ મંદિરનાં નિર્માણ અને એક બાજુ સૌથી મોટી ધર્મ નગરી બંને નું નિર્માણ થશે.
અન્ય હાઈટેક સીટી ની જેમજ અહીં પણ ઘણી એવી સુવિધા ઓ ઉપલબ્ધ કરવામાં આવશે જે અયોઘ્યા ને અન્ય સીટી કરતાં અલગ તરીકે દેખાડશે.સરકાર નો દાવો છે કે અયોઘ્યા ના નવ નિર્માણ બાદ તેની એકજ ઝલક લોકો ને આકર્ષિત કરી લેશે. અયોધ્યામાં એક નવુ બસ ટર્મિનલ તેમજ 13 કિમી લાંબો શ્રીરામ કોરિડોર પણ બનવા જઈ રહ્યો છે.
ઉપરાંત વારાણસીની જેમ અયોધ્યામાં પણ ક્રુઝ ચલાવવાની યોજના છે.અયોધ્યામાં વિશ્વસ્તરી ફાઈવ સ્ટાર હોટલ અને રિસોર્ટસ ખુલે તેવા પણ પ્રયત્નો કરાશે ઘણી એવી સુવિધાઓ પણ આવવા ની છે જે અન્ય કોઈપણ સીટી માં નહીં હોય જે માત્ર એકજ જગ્યાએ અને તે અયોઘ્યા માંજ જોવા મળશે. રામ ના ભવ્ય મંદિર ની સાથે રેમ ની ભવ્ય નગરી પણ જોવા મળશે.