આખા દેશનું પેટ ભરનાર આ જગત નો તાત સરકાર ની કુટનીતિ થી કંટાળી ને આખરે એક માત્ર માર્ગ વચ્ચે વડે છે અને તે માર્ગ છે આપઘાત રાત ડી એક કરી તાપ હોય કે પછી ઠંડી ગમે તેવી પરિસ્થિતિ માં આ જગત નો બાપ ખેતર ખેડી ને પોતાની જમીન માં ધાન્ય ઉછેરતો હોય છે પરંતુ સંજોગો એવા ધતાં હોય છે કે ખેડૂતો ને આપઘાત કરવા પર મજબુર કરીદે છે.
ત્યારે હવે સરકાર દ્વારા ખેડૂત આપઘાત આંક બહાર આવ્યો છે.કેન્દ્ર સરકારે ભારે વિલંબ બાદ આખરે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા એટલા શરમજનક છે કે તમે પણ વિચાર માં પડી જશો. રાજ્ય દીઠ ના આ આપઘાત ના આંકડા થી ગુજરાત સરકાર ને શરમ આવી જોઈએ આ જગત નો તાત જ્યારે ખાલી પેટ સુઈ જાય છે.ત્યારે તેમનું ખાનાર રાજનેતાઓ ઐરકન્ડિશનર માં ફરી ને એશો આરામ કરે છે.
બહાર આવેલા આ આંકડા ઓએ દર્શાવી દીધું છે કે ખેડૂતો પ્રત્યે ગુજરાત સરકાર કેટલી સજ્જ છે.ગુજરાત સરકાર ખેડૂતો ને દુબડી પરિસ્થિતિ માં કેટલો સાથ આપે છે તે આ આંકડા દર્શાવી રહ્યાં છે. ગુજરાતમાં ખેડૂતોના આપઘાતની ટકાવારીમાં 35.5 ટકાનો ચિંતાજનક વધારો થયો છે.જેનું એક માત્ર કારણ અન્ય કોઈ નય પણ ગુજરાત સરકાર જ છે જો યોગ્ય સમયે ખેડૂત ઓ ના નુકસાન નું યોગ્ય વળતર સરકાર ચૂકવતી હોત તો આ નોબત ના આવી હતી.
પરંતુ હાલમાં જે સ્થિતિ ગુજરાત કિસાનો નો છે તે ખુબજ સરમ જનક છે એક બાજુ સરકાર અને એક બાજુ કુદરત કિસાન નું શોષણ કરી રહયું છે. ત્યારે હવે કંટાળી ગયેલ કિસાન ને અન્ય કોઈ રસ્તો સુજતો નથી અને તે માત્ર આપઘાત નુજ વિચારી રહ્યું છે.
દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત ૫ રાજ્યોમાં વધી છે.જેમાં ગુજરાતનો નંબર ચોથો ક્રમ છે. રાજ્યમાં 2015 માં 301 કિસાનોએ આપઘાત કર્યા હતા, તે સંખ્યા 2016 માં વધીને 408 દર્શાવાઈ છે.આ આંકડા જાણી સરકાર ને સરમ આવવી જોઈએ દર વર્ષે ખેડૂતો ના આપઘાત આંક માં ઘટાડો થવાના બદલે વધે છે.
ગુજરાત સરકાર એ હવે અન્ય કોઈ બાબતે ધ્યાન આપવા ને બદલે હવે બધા કામ પડી મૂકી ને ખેડૂતો આપઘાત ના કરે તે માટે શું કરવું જોઈએ તે વિચારવાની જરૂર છે. ગુજરાત માટે શરમજનક બાબત એ છે કે ખેડૂતોનો આપઘાતની સંખ્યા જ્યાં સૌથી વધુ હોય છે એ મહારાષ્ટ્રમાં પણ ટકાવારીમાં ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.
જ્યારે તેલંગાણામાં 54 ટકાનો, છત્તીસગઢમાં 28.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગુજરાત સરકાર ના મોભરીઓએ હવે આ આપઘાત આંક ને ઘટાડવા ના પ્રયાસો કરવા જોઈએ સરકારની સુવિધાઓ ઓછી થશે તો ચાલી જશે પરંતુ જગત નો તાત આપઘાત કરશે તો કેમ ચાલશે.