આજના સમયમા ચહેરાને આકર્ષક નું મુખ્ય ભાગ માનવામાં આવે છે એક સુંદર અને ચમકદાર ચહેરા ને જોઈ ને દરેક આકર્ષિત થાય છે એટલા માટે દરેક આવો ચહેરો મેળવવા માંગે છે માર્કેટ મા મોંઘી વસ્તુ ઓ નો પણ તમે ઉપયોગ કરી ચુક્યા છે પણ કોઈ ખાસ ફરક નથી પડતો આજના વ્યસ્થ જીવન માં આપણે કુદરત ના અમુક ખાસ ભેટ ને ભૂલી ગયા છે મિત્રો જો આપણે ઇચ્છિએ તો તે ભેટ ને આપણે ઉપયોગ કરી ને બધા રોગ નો ઈલાજ કરી શકીએ છીએ જેના થી ના માત્ર આપણ ને ફાયદો થાય છે પણ આપણ ને સહેલાઇ થી મળી પણ શકે છે લીંબુ પણ તે ખજાના માં એક છે તો ચાલો જાણીએ લીંબુ ના ફાયદા લીંબુ ના પોષક તત્વો વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી, કોમ્પ્લેક્સ કેલ્શિયમ, મેગ્નેશિયમ પેકટીન, ફાઇબર પોટેશિયમ.
ચહેરા ના દાગ અને ધબ્બા.
ચહેરા ઉપર જો કોઈ પ્રકારના કાળા ડાઘ ધબ્બા થઈ ગયા છે તો તમે લીંબુ ને ચહેરા ઉપર દરરોજ ઘસો અને ઠંડા પાણી થી ધોઈ લેવું એક અઠવાડિયા માં તમે ડાઘ આછા જોવા મળશે
ચહેરાની ચમક માટે.
તાપ ના કારણે જો ચહેરો કાળો પડી ગયો હોય તો લીંબુ નો રસ લેવો તેમાં ગુલાબ જળ ભેળવી ને લગાવી દેવું ત્યાર પછી 5 મિનિટ માં ધોઈ નાખવું ચહેરો ચમકી ઉઠશે.
ત્વચા માં કડકતા માટે.
જી હા ચહેરા માં કડકતા માટે મધ માં લીંબુ નો રસ ભેળવી ને ત્વચા પર 10 મિનિટ સુધી લગાવી રાખવો ત્યાર બાદ તેને ધોઈ લો તમને પોતાને અસર જોવા મળશે ત્વચા એક દમ ટાઈટ જોવા મળશે કરચલી ઓ માટે આજ ના સમય માં આ મુશ્કેલી ઓ નો દરેક ને સમનો કરવો પડે છે મોંઘા ઉપાયો થી પણ કોઈ ખાસ ફરક જોવા નથી મળતો તો તમે લીંબુ ના છોતરા ઉપર મલાઈ લગાવી અને મધ લગાવી ને ચહેરા ના તે ભાગ ઉપર હલકું હલકું ઘસો થોડા દિવસોમાં જ તામરા કાળા ડાઘ હલકા જોવા મળશે અને સમાપ્ત થઈ જશે.
ડાર્ક સર્કલ માટે.
આંખોની નીચે ડાર્ક સર્કલથી જો તમે હેરાણ છો તો લીંબુ ના છોતરા ઉપર મલાઈ લગાવી ને ડાર્ક સર્કલ ઉપર હલકા હલકા હાથે ઘસવું અને થોડા સમય સુધી રાખવું ત્યાર બાદ ધોઈ નાખવું એવું લગભગ એક અઠવાડિયા સુધી કરો તમને ઘણો ફરક જોવા મળશે નેચરલ બ્લીચ નું કામ લીંબુ વાસ્તવમાં એક બ્લીચનું કામ કરે છે ચહેરા ના દરેક પ્રોબ્લમ નો ઈલાજ લીંબુ સાથે સનકડાયેલ છે પણ તમે ધીરજ થી કામ લેવુ અને અને તેનો પ્રયોગ કરીને જુવો.
આંતરિક ચરબી ને ઘટાડે છે.
આ જમાનામાં સમય આ વધારેમાં વધારે લોકો ફેટ ની સમસ્યા થી હેરાન છે માત્ર એક ગ્લાસ પાણી મા લીંબુ ના રસ સાથે મધ ભેળવી ને પીવા થી શરીર નું વધારા નું વજન ઓછું થાય છે લીંબુના રસમાં સરસોનું તેલને ભેળવીને લાગવવાથી વાળની લંબાઈ વધે છે વાળ મજબૂત અને ચમકદાર બને છે
પાચન શક્તિ ને મજબૂત કરે છે.
લીંબુ આપણી પાચન શક્તિને મજબૂત કરે છે તેમાં રહેલ વિટામિન સી આપના ખાવાનું ને પચાવવા માટે મદદ રૂપ કરે છે લીંબુનો રસ તમારા પીડા અને ગંદા નખને સુંદર બનાવે છે માત્ર તમારા નખ ઉપર નિયમિત રીતે લીંબુનો રસ લગાવો થોડા દિવસો મા જ તમારા નખ ચમકદાર અને સારા સેપ માં જોવા મળશે.
લીંબુથી મેળવો સારો હેયર કલર.
લીંબુના રસને તેમે વાળના એ ભાગમાં લગાવો જેને તમેં હાઇલાઇટ બનાવવા માંગો છો લીંબુના રસને લગાવ્યા પછી તાપમાં સૂકવવા જેના કારણે પ્રાકૃતિક રીતે હાઈલાઈ થઈ જશે.
દાંતમાં થતી પીળાશને ગાયબ કરે છે.
લીંબુના રસમા બેંકિંગ સોડા ભેળવીને બ્રશ કરવાથી દાતમા પીળાશ પડતી બંધ થઈ જાય છે અને થોડાજ સમયમા દાત સફેદ અને ચમકદાર બની જાય છે.
કાળા પણ ને દૂર કરે છે.
શરીર ના અમુક ભાગ જેવા કે કૂણી પગ ના ઘૂંટણ આંગળીઓ ના ઉપર નો ભાગ આ આપણી ચામડી માં ડાર્ક જોવા છે એટલે કાળું પણ આવિ જાય છે તો આના ઉપર નિયમિત સ્વરૂપે લીંબુ ના રસ થી મસાજ કરો તેની પણ રંગત દૂર થઈ જશે.
હોઠ ને બનાવો મુલાયમ અને ગુલાબી.
લીંબુ ના રસ ને રાત્રે મલાઈ સાથે હોઠ ઉપર લગાવો તેના છોતરા થી હોઠ ઉપર મસાજ કરો અને આખી રાત માટે છોડી દો આ સવાર સુધી મા તમારા હોઠ ઉપર થક મૃત કોશિકા ઓ ને હટાવી ને તેને સોફ્ટ બનાવે છે અને ધીરે ધીરે હોઠ ના કાળા પણ ને પણ દૂર કરે છે.
મોં માંથી ખરાબ શ્વાસને દૂર કરે છે.
જો તમારા મોહની દુર્ગંધથી હેરાન છો તો તમે લીંબુના પાણીથી કોગળા કરવા મોઢાની દુર્ગંધ એક દમ દૂર થઈ જશે લીંબુના રસથી બ્રશ કરવા થી મોહ ની દુર્ગંધ દૂર થાય છે.
લીંબુના ગેરફાયદા.
લીંબુ નો વધારે ઉપયોગ કરવાથી નુકશાન કારક પણ છે લીંબુ કાચું હોય તો તેના રસનો વધારે ઉપયોગ કરવો નહીં તેનાથી પેટની સમસ્યા થાય છે ખીલ હોય તો એના ઉપર લીંબુ નો રસ લગાવવાથી ખીલ માથી લોહી પણ નીકળી શકે છે અને ચચરે પણ છે એટલા માટે તેનો ઉપયોગ સાવચેતીથી કરવો લીંબુમાં અમલિય હોવાને કારણે તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી દાંતને ખરાબ કરી શકે છે એટલે તેનો ઉપયોગ જોઈતા પ્રમાણમાં જ કરવો લીંબું પાણીનું વધારે સેવન કરવાથી આપના શરીરમા ખરાબી પહોંચી શકે છે છાતીમા બળતરા થવાની ફરિયાદ થઈ શકે છે.