ગુજરાત માં માવઠા ને કારણે ઘણાં ખેડૂતો ને ફટકો પડયો છે ત્યારે દિવસો પાર દિવસો વીતતા ગયાં અને છતાં પણ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ના આવતા આખરે ખેડૂતો નું આંદોલન શરૂ થયું હતું.સૌરાષ્ટ્રમાં અનિયમિત અને ભારે વરસાદ બાદ વાવાઝોડા અને માવઠાનાં કારણે કપાસ, મગફળી, કઠોળ સહિતનાં પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે.
છતાં બેધ્યાન રહેલી સરકાર સામે ધરતીપુત્રોમાં પ્રસરેલા રોષને ઉગ્ર આંદોલનનાં માર્ગે લઇ જવા રાજકોટ જિલ્લાનાં પડધરીમાં ‘ખેડૂત સત્યાગ્રહ’ નામે સવારથી સાંજ સુધી કોંગ્રેસ અને પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું.
જેમાં સરકાર ને કહેવામાં આવ્યું હતું.કે હવે સરકાર હાથ ઊંચા કારીદે અને લીલો દુકાળ જાહેર કરે અને ખેડૂતો ના પાક નું ૧૦૦%ટકા નુકશાન થયું છે તે પણ જાહેર કરી ખેડૂતો ને પૂરતું વળતર ચૂકવી દે. આંદોલન કારો નું કહેવું છે કે સરકાર હાજી પણ સેની રાહ જુએ છે.આંદોલન કારો કહે છે કે ભાજપ સરકાર હવે ખેડૂતો પર ધ્યાન આપે 200 કરોડ નું પ્લેન લાવી શકે તો ખેડૂતો ને માત્ર700 કારોડજ આપે તે કેવો ન્યાય છે.
ખેડૂતોનું દેવું માફ કરવા અને તાત્કાલિક પાક વીમો પુરેપુરો ચુકવી આપવા સહિતની માગણીઓ સાથે આજે સવારે શરૂ થયેલા ઉપવાસ આંદોલન સમયે સરકારને શાબ્દિક ચાબખા મારતા હાર્દિક પટેલે જણાવ્યું અનિયમિત ચોમાસા અને માવઠા વાવાઝોડાનાં કારણે ખેડૂતોની સ્થિતિ દિવસે દિવસે ખરેખર કપરી બનતી જાય છે.આમ છતાં સરકાર આંખ મીચામણા કરે છે.ધરતીપુત્રો આપઘાતનાં માર્ગે વળશે તો સરકાર જવાબદાર ગણાશે.તેવામાં ઉપરથી ખેડૂતો ના રાજ્ય દીઠ આપઘાત નો આંક ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાત માં છેલ્લા2 વર્ષથી આ આપઘાત આંક માં વધારોજ જોવા મળે છે.
જે સાફ દર્શાવે છે કે સરકાર ખેડૂતો ને લઈને કેટલી બેદરકાર છે.ત્યારે હાર્દિક પટેલ કહે છે સરકાર પોટકની સગવડો પુરી કરવા પ્લેન ખરીદે છે તો આ જગત ના તાત માટે માત્ર 700 કરોડ જ ફાળવ્યા.આવા સંજોગોમાં ખેડૂતોએ એક થવાની જરૂરી છે.સરકારને જગાડવા માટે ખેડૂતોએ હક્કની લડાઇ લડવી પડશે.ભાજપ સરકારનાં નેતાઓ સામે ખેડૂતોએ કલમ ૧૪૪ લગાવીને પોતાનાં વિસ્તારોમાં પ્રવેશબંધી લાદવી પડશે.
સરકાર સામે ઉગ્ર લડતનું એલાન કરતા વધુમાં જણાવ્યું કે લાચાર ખેડૂતો સાથે સરકારની મીલીભગતથી ગંદી રાજરમત રમતી વીમા કંપનીઓને પણ જરૂર પડયે તાળાબંધી કરાશે.ખેડૂતોનાં હીત માટે જીવ દેવો પડશે તો દઇશ.ખેડૂતો નું નુકશાન 30% નથી થયું તે સરકાર પણ જાણે છે.છતાં પણ સરકાર કઈ રીતે કહે છે કે ખેડૂતો ને માત્ર30%ટકા પાક નું નુકશાન થયું છે.ઘણા ખેડૂતો ને તો માવઠા એ ત્રણ ત્રણ વાર રડાવ્યા છે.ત્યારે હવે સરકારે હાજી પણ પેકેજ માં વધારો કરવો જોઈએ આટલા પેકેજ થી કાંઈ ના થાય.