એક બાજુ ભાજપના નેતા લોકો ને સલાહ આપતાં રહે છે કે કાળા કામ ન કરો ત્યારે બીજી બાજુ તેઓજ દુનિયા થી સંતાઈ ને ફેક કોલસેન્ટર ચલાવતા પકડાયા છે. અમદાવાદના પાલડીમાં આવેલી પ્રખ્યાત અંકુર સ્કૂલમાંથી કોલસેન્ટર કૌભાંડ પકડાયું છે. સવારે સ્કૂલમાં બાળકો ભણે છે અને સાંજે USA ના લોકો પાસેથી પૈસા પડાવવાનું કોલસેન્ટર ચાલે છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે પાડેલી રેડમાં ધમધમતું કોલસેન્ટર પકડાયું છે. આ કોલસેન્ટરનો માલિક ભાજપનો યુવા નેતા વિરાજ દેસાઈ છે અને તેમના દાદા અંકુર સ્કૂલના ટ્રસ્ટી પણ હતા. એટલા માટેજ વિરાજ એ સ્કૂલ માં ખુલ્લે આમ ફેક કોલ સેન્ટર ચલાવતો હતો.ત્યારે હવે આ કૌભાંડ સામે આવતા વિરાજ કોઈને મોડું બતાવવા નીંપાન હાલત માં નથી ગુજરાત ભાજપ લોકો ને સારા ઉપદેશ આપ્યા કરતા પોતાના નેતાઓ ને કંઈક શિખામણ આપે તોજ સારું છે.સવારે સ્કૂલ માં બાળકો અભ્યાસ કરતાં અને રાત પડતાની સાથેજ અહીં કાળા કામ ચાલુ યથાઈ જતાં USA નું ફેક કોલ સેન્ટર અહીં થી કનેક્ટ કરવામાં આવતું હતું જેનો માસ્ટર માઈન્ડ વિરાજ હતો. આરોપીઓ અમેરિકા ફોન કરી અને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની સામે આવ્યું છે.
આરોપીઓ લોકોને લોન આપવાના નામે રૂપિયા પડાવતા હતા.ત્યારે એક સ્કૂલમાંથી કોલ સેન્ટર ઝડપાતા શિક્ષણ જગત માટે લાંછનરૂપ કિસ્સો બન્યો છે. પોતાના ટ્રસ્ટ ની સ્કૂલ હોવાથી તેને કોઈ રોકી શકે તેમ ના હતું માટે તેઓ આવુ કાળું કૃત્ય રાત્રી દરમિયાન કરતાં હતાં. ભાજપ એ હવે આ ઘટના પર પોતાનું નિવેદન આપી દેવુ જોઈએ.
જો ભાજપ હવે આ આરોપી પાર એક્શન લેવા અંગે કાઈ દખલ ગિરી દર્શાવે છે તો તે સાબિત થાય છે કે ભાજપ પોતાના નેતાને બચવા ફરે છે. પપ્પુ ચૌધરી અગાઉ પણ કોલ સેન્ટર કેસમાં ઝડપાયો હતો. પપ્પુ ચૌધરીએ કોમ્પ્યુટર ભાડે અપાવ્યા હતા.
વિરાજ દેસાઇ સ્કૂલ સાથે જોડાયેલો હતો. પૈસાનું રોકાણ વિરાજ દેસાઇનું હતું.ટેક્નીકલ પાર્ટસ પપ્પુ ચૌધરીના હતા.સ્કૂલ મેનેજમેન્ટની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. રોજના 30 US નાગરિકોને કોલ કરતા હતા અને તેમની પાસે પૈસા પડાવતા હતા. આ ઘટના બહાર આવતાની સાથેજ ભાજપ તો જાણે શાંત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે આવા આરોપીઓ સામે જલ્દી એક્શન લેવી જોઈએ.