હાલમાં જ મળતી માહિતી મુજબ એક વિસ્તારમાં ભાજપમાં ગાબડું સર્જાયું છે અને આ મામલો વાયુ વેગે ફેલાયો હતો. આવો જાણી લઈએ આ મામલો ક્યાં વિસ્તારમાં થયો હતો. તો આ મામલો આણંદ, વિદ્યાનગર અને પેટલાદ શહેરમાં થયો હતો. સંગઠનની રચાના બાદ પાર્ટીના કાર્યકરોમાં આંતરીક અસંતોસ તરીને સપાટી ઉપર આવ્યો છે.
જેમા સૌથી વધુ ડેમેજ અપસેટ પેટલાદમાં ભાજપ માટે સર્જાયું છે. જેમાં નિમણુકોની જાહેરાત થતાની સાથે જ જુથ વાદની ઉધય બહાર આવતા જ પાર્ટીના જુના જોગીઓમાં નારાજગી પ્રવર્તી છે. નવા લોકો ને પદ આપતા જુના લોકો માં રોષ ભરાયો હતો. ત્યારે હવે ભાજપ ના કાર્યકરો માં ગુજરાત ના દરેક ખૂણે અંદરો અંદર રોષ જોવા મળ્યો છે.
આથી પેહલાં રાજકોટમાં કુંવરજી અને બોધરા વચ્ચે આજ રીતે માહોલ ગરમાયો હતો.ત્યારે બન્ને જૂથો વચ્ચે ઘણી અંદરો અંદર બોલાચાલી થઈ હતી. વાત કરીએ આણંદ અને અન્ય વિસ્તાર ની તો અહીં સાથે સાથે જિલ્લા પ્રમુખની રેસમાં અનેક નેતાઓ વચ્ચે આંતરીક ખેચતાણ ને કારણે પ્રદેશ કક્ષાએથી નિમણુક કરવી પણ મુશ્કેલી સર્જાય તેવુ ચિત્ર ઉપસ્યું છે.
એક કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે પાર્ટીના નેતાઓ બંધ બારણે પ્રક્રિયા કરતા હોય જ્યારે નામ જાહેર થાય ત્યારે જ અમોને ખબર પડે છે. તેનું કહેવું હતું કે પાર્ટીમાં તો જાણી કમને ગણવા માંજ નથી આવતા તેમ તેઓ જાતે જ બધું નક્કી કરી લે છે. જ્યારે જરૂર હોય છે ત્યારે તેઓ અમારો સાથ માંગે છે.
પરંતુ વાત જ્યારે માળખું રચવાની આવી ત્યારે અહીં ખાનગી બેઠકો કરી માળખું રચીને લાગવગ થી પદો ની વહેચણી કરી લેવાઈ અને અન્ય સારા કાર્યકર્તા ઓને પડી મુકવામાં આવ્યા. ભાજપની સંગઠન મંડલની રચનાની પ્રક્રિયા શરૂ કરાતાં ગત સત્તાએ આણંદ શહેર તાલુકો, વિદ્યાનગર, બોરીયાવી, સોજીત્રા, પેટલાદ, બોરસદ, આંકલાવ, ઉમરેઠ અને ઓડ શહેર ની સાથે સાથે તાલુકાઓમાં ખંભાત, તારાપુર, સોજીત્રા, બોરસદ, આંકલાવ,ઉમરેઠ, ના પ્રમુખ મહામંત્રી ના પદે નવનિયુક્તિઓ કરવામાં આવી છે.
જેમાં આણંદ શહેરમાં પ્રમુખ પદના દાવેદાર હીમેશ મુખીને પાલિકામાં કારોબારી કમિટીના અધ્યક્ષ પદે સત્તારૂઢ હોવાનું કારણ આગળ ધરીને સંગઠનથી દુર રાખવામાં આવ્યા છે. ત્યારે ઘણાં કાર્યકર્તા ઓ એમ કહી રહી છે કે પાર્ટી ના લોકોજ હવે અમને કાઈ ગણતાં નથી.અમને તેઓ કોઈ પદ ની સોંપણી કરતાં નથી. ત્યારે આ મામલો ઘણો ઉગ્ર બન્યો હતો.