કાળી મરી ભારતીય રસોઈના ખાસ મસાલામાંથી એક છે. આ ખાવામાં સ્વાદ ના સાથે ખુશ્બુ માટે પણ નાખવામાં આવે છે. કાળી મરી સ્વાદ આપવાની સાથે સાથે ઔષધી ગુણ થી ભરપુર હોય છે. કેટલાક એવા રોગો છે જેનું કાળી મારી રામબાણ ઇલાજ છે. કાળા મરીમાં ખનિજો, વિટામિન, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ પણ મળે છે. તો ચાલો હવે અમે તમને જણાવીએ કાળા મરીથી આપણાં શરીરને થતાં અનેક લાભો વિશે.
જયારે પણ ગળું બેસી જવાની સમસ્યા થાય તો 2-3 કાળા મરીને પીસીને ઘી અને સાકર સાથે મિક્સ કરીને તેને ચાટવાથી બંધ થયેલું ગળું ખુલી જાય છે. શરદી, ઉધરસ હોય તો મરીના પાવડરને મધ સાથે ચાંટી લેવાથી તરત જ આરામ મળે છે. કફની સમસ્યા થાય તો 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી મરીનો પાઉડર મિક્સ કરીને પીવાથી તરત આરામ મળે છે અને કફ દૂર થાય છે.
જો સ્નાયૂમાં સોજો કે સાંધાનો દુખાવો રહેતો હોય તો નિયમિત રીતે કાળા મરીનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ તેમજ કેપ્સેસિન તત્વ હોય છે જે સાંધા અને સ્નાયૂના સોજાને દૂર કરે છે.
કાળી મરીના પાવડર સાથે લીંબુનો રસ ઉમેરી આ મિશ્રણને ચાટવાથી એસિડિટીમાં ખુબ આરામ મળે છે. થોડા ગરમ પાણીમાં કાળા મરીનો પાવડર તથા લીંબુનો રસ ઉમેરી પીવો આનાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.
કાળા મરી સ્કિન પ્રોબ્લેમમાં રાહત અને ત્વચાના મૂળ રંગને જાણવી રાખવામાં મદદ કરે છે. જો નાની ઉંમરથી મરીનો ઉપયોગ કરો છો તો કરચલીઓ અને ત્વચા સંબંધિત તકલીફો ઓછી થઇ જાય છે. અને કાળા મરી કાળા ડાઘ થતા હોય તે પણ અટકાવે છે.
દાંતમાં દુખાવો થતો હોય તો મીઠું અને કાળા મરીનો પાઉડર સપ્રમાણમાં મિક્સ કરીને તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ જેવું બનાવી લો. પછી તેને દાંતમાં જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવી લો. હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંધવાથી લાભ થાય છે.
મરી પાચનતંત્રને સારું કરે છે. જ્યારે તેને ચાવીને ખાવામાં આવે છે ત્યારે હાઈડ્રોકલોરિક એસિડ પેટમાંથી નીકળે છે અને તે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. ભોજનમાં રોજ થોડા કાળા મરીના ઉપયોગથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. રોજ કાળા મરી ખાવાથી કોલન કેન્સર, કબજિયાત, ઝાડા અને બીજી બેક્ટેરિયા સંબંધી બીમારી દૂર થાય છે.
ઉધરસ તથા તેની સાથે નબળાઈ પણ લાગતી હોય તો 20 ગ્રામ મરી, 100 ગ્રામ બદામ, 150 ગ્રામ ખાંડ અથવા સાકર મેળવી તેને દળીને પાવડર બનાવી શીશીમાં ભરી લો. 1 ગ્રામ જેટલું સવાર-સાંજ ગરમ દૂધ કે પાણી સાથે લેવાથી જૂની ઉધરસ મટી જશે. તેનાથી નબળાઈમાં પણ લાભ થાય છે.
કાળા મરીનો ઉપયોગ વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે. કાળા મરીમાં ફાઇબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે વ્યક્તિ ઓવરવેઇટ કરવાનું ટાળે છે. આ સિવાય ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે. કાળા મરીમાં ઓછી માત્રામાં કેલરી પણ હોય છે.