ચંદ્રના પુત્ર બુધ વક્રી અવસ્થામાં પોતાની રાશિ મિથુનમાં પાછા ફરશે. તે માર્ગી થશે અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. બુધ પોતાની જ રાશિમાં માર્ગી થઈ રહ્યો છે જે મિથુન, તુલા, ધન અને કુંભ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક પુરવાર થશે. બુધના માર્ગી થવું શેર બજાર માટે શુભ સંકેત છે. સાથે જ મિથુન, તુલા, ધન અને કુંભ રાશિ માટે આ સમય વરદાનરૂપ સાબિત થવાનો છે. આ ચાર રાશિના લોકોને કોમ્પિટિશનમાં સફળતા અને માનસિક શાંતિ મળશે. વૃષભ, કન્યા અને મકર રાશિને બુધના માર્ગી થવાથી મધ્યમ પરિણામ મળશે. આ ગાળામાં આ રાશિઓને લાભની સરખામણીએ ખર્ચ વધુ થશે. બાકીની રાશિઓ માટે આ સામાન્ય ફળ આપનાર પુરવાર થશે.
મેષ.
આ રાશિના લોકોના ચોથા ઘરમાં બુધના આગમનથી સકારાત્મક પરિણામ મળશે. ઘર-ગાડી ખરીદવાની ઈચ્છા હશે તો આ સમય અનુકૂળ છે, મિત્રોનો સમય મળી રહેશે. માતૃ પક્ષ તરફથી તમારા માટે સારો સમય છે. નાની-નાની મુસાફરીના યોગ છે, ખર્ચ વધી શકે છે. ખીસા પર કાબુ રાખવો.
વૃષભ.
તમારી રાશિના ત્રીજા ભાવમાં બુધના આગમનથી ભાગ્યમાં ઉન્નતિ થશે, નવા કામની શરૂઆત થશે. આ સમય તમારા માટે સૌભાગ્યશાળી રહેશે. આ ગાળામાં તમે તમારા બુદ્ધિ-કૌશલ્યનો પરચો આપી શકશ. પ્રવાસના યોગ છે. કામ માટે કરેલી યાત્રા સફળતા અપાવશે.
મિથુન.
તમે તમારી જાતમાં એક નવી ઉર્જાનો અહેસાસ કરશો. ધન પ્રાપ્તિના યોગ છે. પારિવારિક સંબંધ સારા રહેશે. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે.
કર્ક.
તમને મિશ્ર પરિણામ મળશે. સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવુ. ખર્ચમાં વધારો થાય. મન ચંચળ, અસ્થિર રહે. કામકાજમાં આ સમય અનુકૂળ છે. કોઈ નવુ કામ શરૂ કરવા માટે આ સમય શુભ છે. પરિવારમાં નાના સભ્યોનો પ્રેમ મળશે.
સિંહ.
આ સમયે તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. સુખ સુવિધઆ વધારવા તમે ખર્ચ કરશો. જોખમી કામમાં પૈસા ન ઈન્વેસ્ટ કરવામાં જ શાણપણ છે. મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને અસમંજસ રહે. પ્રવાસના યોગ છે. સંપત્તિના વેચાણ કે સોદા માટે સારો સમય છે.
કન્યા.
કન્યા જાતકો માટે આ સારો સમય છે. બુધ લાભ ઘરમાં આવવાથી તમને કામમાં સફળતા મળશે, જીવનમાં સુખ સુવિધઆ મળશે, જીવનસાથીનો સહયોગ મળી રહેશે. મોટા ભાઈ તરફથી સુખ કે ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
તુલા.
આ સમયે તમારી સામે નવા વ્યવસાય કે નોકરીની તક ઊભી થઈ શકે છે પરંતુ ફક્ત નસીબ પર ભરોસો ન રાખવો. કર્મ કરવા પર ફોકસ રાખવું. પોતાની જાત પર વિશ્વાસ કરવો. તમે તમારી જાત પર ભરોસો રાખી ઝળહળતી સફળતા મેળવી શકશો.
વૃશ્ચિક.
તમને આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. બુધના પ્રભાવથી તમારા વિવેકમાં વધારો થશે, નવા લોકો સાથે જોડાવાનો મોકો મળશે. લવલાઈફ માટે પણ સમય અનુકૂળ છે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધી શકે છે.
ધન.
આ સમયે તમે ધીરજથી વિચારીને નિર્ણય લેશો તો વાંધો નહિ આવે. ઉતાવળે લીધેલો નિર્ણય નુકસાન કરાવે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. રોમેન્ટિક જીવન સુખમય રહેશે. જીવનસાથીથી ખૂબ જ ક્લોઝ મહેસૂસ કરશો. દાંપત્યજીવનનો સંપૂર્ણ આનંદ માણશો. દરેક પરિસ્થિતિમાં લાઈફ પાર્ટનરનો સાથ મળી રહેશે.
મકર.
તમારા માટે બુધનું પરિવર્તન શુભ પુરવાર થશે. દાંપત્યજીવનનો આનંદ મળશે. ભાગ્યનો સાથ મળશે. નવુ કામ શરૂ કરો તો તેમાં લાભ મળવાની શક્યતા છે. સુખ સુવિધા માટે તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે.
કુંભ.
તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. પેટ સંબંધી તકલીફ થઈ શકે છે. આ ગાળામાં તમને ભાગ્યનો સાથ મળશે, નવા કામની શરૂઆત કરી શકો છો. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ખાસ ફોકસ જાળવી રાખવુ.
મીન.
તમારા માટે બુધનું પરિવર્તન શુભ પુરવાર થઈ શકે છે. લાંબા સમયથી સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા લોકોને ખુશખબરી મળી શકે છે. કોમ્પિટિટિવ પરીક્ષા માટે તૈયારી કરતા લોકો માટે સારો સમય છે. નવુ કામ શરૂ કરવા માંગતા લોકો માટે અનુકૂળ સમય છે.