જ્યારે આપણે ઘરની બહાર થતા હોય અથવા તો કોઈ શુભ કામ કરવા જતા હોય અને જો અચાનક જ છીંક આવી જાય તો તરત જ ઘરના વડીલો કહે છે કે અપશુકન થશે અને કામમાં અડચણ આવશે. માટે થોડી વાર માટે બેસી જા. થોડા સમાય પછી જજે. નહીં તો અપશુકન થઈ શકે છે. છીંક આવવી એ વિજ્ઞાનના માટે તો સાવ સામાન્ય જ વાત છે પરંતુ આપણે છીંક સાથે ઘણી ઘાર્મિક શુકન અને અપશુકન વિશે માહિતી મેળવવી.
જો આપણે ઘરની બહાર જતા હોઈએ અને વાછરડી છીંક ખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધન માં ખૂબ જ વધારો પણ થાય છે. અને આપણે જે કામ કરવા માટે જઈએ છીએ તે કોઈ પણ અડચણ આવ્યા વગર જ પૂરું થાય છે. આ ઉપરાંત હાથી છીંક ખાય છે તો પણ તે શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત કોઈ અશુભ સ્થળોએ એટલે કે સ્મશાન હોય કે કોઈ દુર્ઘટના સ્થળ કે અકસ્માત સ્થળ હોય અને જો કોઈ વ્યક્તિને છીંક આવે તો તે પણ સારું શુકન માનવામાં આવે છે.
જો કોઈ રોગી માણસ દવા પીતું હોય અને છીંક ખાવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે થોડાક સમયમાં જ તે પાછો પહેલા જેવો સ્વસ્થ થઈ જશે. જો કોઈ કુદરતી મહામારી ની જાણકારી મળે ત્યારે કોઈ ને છીંક આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને તે જલ્દી થી દૂર થઈ જાય છે. છીંક જો ઉંચી હોય તો ઉત્તમ માનવામાં આવે છે. ખાસ કરીને ડાબી તરફ ની છીંક શુભ કહેવામાં આવે છે. અને જો કોઈ પાછળથી છીંક આવે તો સુખ પ્રાપ્ત થાય છે.
જો કોઈ મહત્વના કારણ થી બહાર જવાનું હોય અને આપણે બહાર ગયા પછી ઘરમાં કોઈને છીંક આવે અથવા તો હોસ્પિટલમાં જવાનું હોય અને હોસ્પિટલમાં પહોંચતાં જ છીંક આવે તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. અને આ બીમારી જલ્દી છુટકારો મળશે એવું કહેવામાં આવે છે. સવારે ઉઠતાની સાથે અથવા તો રાત્રે સૂતી વખતે જો ઠીક આવે તો તેને અશુભ માનવામાં આવે છે.
છીંક ખાવાની સાથે અનેક પ્રકારની લાભ-નુકસાન, શુકન, અપશુકન થાય છે આ દરેક માણસના વિચાર પર આધાર રાખે છે. જો તમારે તમારા કામમાં વિશ્વાસ હશે તો કોઈપણ શુભ કામ કરતા હશે તો પણ કોઈ અડચણ આવશે જ નહીં. જો તમને વાયવ્ય કે ઈશાન ખૂણામાં થી છીંક નો અવાજ સંભળાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એવો પણ થાય છે કે ઘરમાં ધનની પ્રાપ્તિ થશે. અને ઘરમાં જલ્દી જ કોઈ માંગલિક કાર્ય આવશે. અને જો તમે નવો ધંધો શરૂ કરતા હોય તો તેમાં ખૂબ જ પ્રગતિ થશે.
જો આપણે મહત્વના કામથી બહાર જતાં હોય અને કુતરા છીંક ખાય તો કોઈ સંકટ આવવાની સંભાવના વધી જાય છે. પરંતુ જો કુતરા એક કરતાં વધારે છીંક ખાય છે તો આવતી મુશ્કેલી પડી જાય છે. જ્યારે રસોડામાં દૂધ ગરમ કરતી વખતે કોઈને છીંક આવે તો એક અશુભ સંકેત છે એવી માન્યતા છે કે ઘરમાં કોઈ વ્યક્તિ ની તબિયત બગડી શકે છે. આવી રીતે છીંક આવે તો થાય છે ખૂબ જ ધન પ્રાપ્ત અને બગડેલા કામ પણ સુધરે છે. સારા થાય છે.