ગુજરાત પેટાચૂંટણી બાદ જ ભાજપ નો તોજને ઉત્સાહ વિખરાઈ ગયો છે.ત્યારે આ બાજુ કોંગ્રેસ ના નેતાઓ માં તો જાણે ખુબજ ઉત્સાહ આવી ગયો છે.પેટાચૂંટણી માં મહત્વની ગણાતી સૌથી ચર્ચિત ત્રણ બેઠક પર જીત મેળવી છે.અને ત્યાર થી જ કોંગ્રેસ નો ઉત્સાહ બમણો થઈ ગયો છે.ત્યારે આવામાં કોંગ્રેસ ના નેતાઓ ખુલ્લે આમ ભાજપ પર પ્રહાર કરતા નજર આવ્યા છે કોંગ્રેસ નેતાઓ એ પક્ષ પલટુઓ ને પણ આડે હાથ લીધા હતાં.ત્યારે વધુ એક કોંગ્રેસ નેતાએ ભાજપ ને આડે હાથે લીધા છે.
ગુજરાત કોંગ્રેસ નવા જોશ સાથે અત્યાર થી જ આગામી ચૂંટણી ની તૈયારીઓ માં લાગી ગઈ છે ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પરેશ ધાનાણી સહિત ના કદાવર નેતાઓ અનેક રીતે ભાજપ ને ઘેરી રહ્યાં છે. ભાજપ ની હરેક નાની મોટી ભૂલો પર કોંગ્રેસ ની ચાંપતી નજર છે. ડગલે ને પગલે ભાજપ ની ભૂલો પર કોંગ્રેસ આકરા પ્રહાર કરવાનો મોકો ચૂકતી નથી.ત્યારે હવે કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે ભાજપ ને આગામી ચૂંટણી માં જીતવુ કઠિન બની શકે છે.
લગભગ બે એક દિવસ પહેલા કોંગ્રેસ નેતાઓ એ અલ્પેશ ઠાકોર ધવલસિંહ સહિત ના નેતાઓ ને આડે હાથ લીધા હતા.ત્યારે આ નેતાઓ તેમને ગાધડા ગણાવ્યા હતાં.ત્યારે હાલમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતો નો મુદ્દો ઉચકાઈ રહ્યો છે.ગુજરાત સરકાર દ્રારા ખેડુતો માટે ૭૦૦ કરોડ જાહેરાત પર વિધાનસભાના ઉપનેતાએ શૈલષ પરમારે સરકાર પર કર્યા પ્રહાર કર્યા.અગાવ પણ હાર્દિક પટેલે એ આ મુદ્દે ભાજપ ની બોલતી બંધ કરી દીધી હતી.ત્યારે હવે અન્ય એક કોંગ્રેસ નેતા સામે આવ્યા છે.
સરકાર દ્વારા જાહેર કરેલ પેકેજ ખેડૂતો ના નુકશાન મુજબ યોગ્ય નથી.ખેડૂતો નું નુકશાન લગભગ 90%થી વધારે થયું છે ત્યારે સરકારે ૩૦% લેખેજ ૭૦૦ કરોડ નું પેકેજ જાહેર કર્યું છે. ૭૦૦ કરોડ પેકેજ ખેડૂતો માટે મજાક સમાન છે.કોંગ્રેસના આંદોલન બાદ સરકાર જાગી છે.સરકારની જાહેરાત એ લોલીપોપ સમાન છે.જે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યમા ફરવા માટે ૨૦૦ કરોડનુ પ્લેન ખરીદી અને રાજ્યના ખેડુતોને માત્ર ૭૦૦ કરોડનુ બજેટ એ રાજ્યના ખેડુતોની મજાક છે.
ઉપનેતા એ સરકાર અને વિમાકંપની ભાગીદારી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે સરકાર વિમા કંપનીઓ પાસેથી પ્રિમીયમ ભર્યા બાદ પણ ખેડુતોના તેમના હક્કના નાણા નથી અપાવી શકતી.આ કયા નો ન્યાય છે.ત્યારે હવે સરકારે આ બાબતે વધુ એક પેકજ જાહેર કરવું જોઈએ આ મજાક સમાન પેકજ ની જરૂરું નથી.લીલો દુષ્કાળ જાહેર કરતા હવે સરકારે ૧૦૦% પાક નુકસાન નું પેકેજ જાહેર કરવું જોઈએ.