અહીં એક ખુબજ ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે. જેમાં કોંગ્રેસનાં એક મુખ્યમંત્રી એ ધમકી આપી છે કે જે લોકો કોંગ્રેસ મુક્ત ભારત ના સપના જુએ છે. તેઓને મુક્ત થઈ જવું પડશે. ત્યારે આ વાત વાયુ વેગે ફરી રહી છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે મંગળવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય કોંગ્રેસ મુક્ત ભારતની કલ્પના ન કરવી જોઈએ કારણ કે કોંગ્રેસના ડીએનએ ભારતની સંસ્કૃતિ સંસ્કાર અને પરંપરાઓ સાથે મેળ ખાય છે.
તેમણે કહ્યું ભાજપના નેતાઓ જે કહે છે અને કરે છે. તેનો ફરક લોકો મહેસુસ કરવા લાગ્યા છે અને લોકો હવે તેનો અસ્વીકાર કરવા લાગ્યા છે. ગેહલોત નું કહેવું હતું. કે સરકાર શું કહે છે અને શું કરે છે તેવાત જનતા ને સાફ ખબર પડી ગઈ છે. જનતા પણ આ વાત ને જાણી ગઈ છે કે સરકાર માત્ર ને માત્ર ગુલાબી વાતો કરી રહી છે. તેની પાછળ સત્ય ઘટના કઈક અલગ જ છે.
ગેહલોત ના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ ની સરકાર વિરુદ્ધ પ્રદશન પણ નજીક આવી ગયું છે ત્યારે હવે વધારે ને વધારે આ મુદ્દો ઉચકાઈ રહ્યા છે. ગેહલોતે નવી દિલ્હીમાં કહ્યું કે હવે આખા દેશમાં લોકો અનુભવી રહ્યા છે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કોંગ્રેસ મુક્ત ભારત વિશે વાત કરતા હતા.
તો ગુજરાત ચૂંટણી બાદ કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગની ચૂંટણીઓ અને હવે તાજેતરમાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓમાં જનતાએ વડા પ્રધાન મોદીને પાઠ ભણાવી દીધો છે કે કોંગ્રેસ મુક્ત ભારત વિશે વાત કરવાની કલ્પના પણ કરવામાં ન આવે. ગેહલોત એ અગાવ પણ ભાજપ ને ટાર્ગેટ કરી હતી. ત્યારે હવે મજબૂત સરકાર ને ચલતે ગેહલોત ભાજપ પર વધારે પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસની વાપસી થવાથી ભાજપા તો જાણે વળતાં પાણી.
અગાવ આથી પેહલાં ગુજરાત મુખ્યમંત્રી પર પણ ગેહલોત દ્વારા દારૂ ને લઈને મુદ્દાઓ ઉઠવાયા હતાં. ગેહલોત મુજબૂત સરકાર ને કારણે રાજ્ય માં સારો દબદબો જાળવી રાખ્યો છે ત્યારે કોંગ્રેસ ની પણ વાપસી થઈ રહેલી જણાય છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, જે પરિસ્થિતિ સર્જાઇ છે તેમાં તમામ ધંધાકીય વ્યવસાય નાશ પામ્યા છે.
લોકોને નોકરી નથી મળી રહી લોકોની નોકરીઓ જઈ રહી છે. રાજસ્થાનની 49 સંસ્થાઓના ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયા આપતાં ગેહલોતે કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે આ વખતે મતદારો કોંગ્રેસ પક્ષમાં મતદાન કરશે. ગેહલોત એ કહ્યું હતું કે જનતા અમારૂ કામ જાણે છે. જેથી અમને વિશ્વાસ છે કે મતદાન અમારી બાજુ થશે અને વધારે મતદાન ને ચલતે મજબૂત સરકાર બનશે.