સ્વાદ પ્રમાણે જોવા જઈએ તો સીતાફળ બધા જ ફળોમાં અગ્રેસર ક્રમ ધરાવે છે. આ સીતાફળના સેવનથી તમને સ્વાસ્થ્યને લગતાં અનેક પ્રકારના લાભો પ્રાપ્ત થઈ શકે. પરંતુ સીતાફળ ના બીજ માં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટ ગુણતત્વો તથા વિટામીન સી શરીરમાં કોઈપણ પ્રકારની બીમારી ને પ્રવેશવા દેતા નથી.
સીતાફળના બીજના શરીરને નિરોગી અને તંદુરસ્ત રાખે છે. આ સીતાફળ ના બીજમાં સમાવિષ્ટ વિટામીન બી શરીરમાં રકતની ઉણપ સર્જાવા દેતું નથી તથા રકત ની ઉણપ દ્વારા થતાં રોગો સામે રક્ષણ આપે છે.
સીતાફળ ના બીજ ના સેવન થી તમારું શરીર ઉર્જામયી બને છે તથા તણાવ માંથી મુક્તિ મળે છે. વાળની તકલીફ હોય તો માથામા નાખવામા આવતા તેલમા સીતાફળના બી નો ભૂક્કો નાખી ઉકાળી લો. આ તેલ ટાઢુ પડે એટલે એક બોટલ મા ગાળીને ભરી દો. હવે આ તેલ ને રાત્રી ના સમયે સુવા પહેલા માથામાં લગાવી રૂમાલ બાંધી ને સુઈ જાવ.
સીતાફળના બીજમાં વિટામિન સી અને વિટામિન એ પણ રહેલા છે જે આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. જે આંખોનું તેજ વધારવામાં ખુબજ મદદગાર બને છે. સીતાફળના બીજમાં તાંબુ અને ફાયબર ભરપૂર માત્રામાં રહેલું છે જે પાચન ક્ષમતાને વધારવામાં ખુબ જ મદદગાર રહે છે. ફાયબર તમારા મળને નરમ કરે છે જેના કારણે કબ્જની સમસ્યમાં પણ રાહત મળે છે.
સીતાફળના બીજની અંદર વિટામીન સી સારા પ્રમાણમાં હોય છે અને વિટામિન સી એ આપણા શરીરની ચામડીને બીમારીઓ અને અન્ય સમસ્યાઓથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે તેમજ તેની અંદર રહેલા એન્ટી-ઓક્સિડન્ટ આપણા સ્કીનને સ્વસ્થ અને ફ્રેશ રાખવામાં મદદરૂપ થાય છે.
તમારા દાંતો અને પેઢાના દર્દમાં પણ સીતાફળના બીજ ઉપયોગી હોય છે. સીતાફળના બીજમાં મેગ્નેશિયમ સારી માત્રામાં મળે છે જે શરીર માં પાણી ને સંતુલિત રાખે છે. સાંધાઓમાં એસીડ ના કારણે દર્દ થાય છે અને એસીડ જ ગઠીયા નું મુખ્ય કારણ છે એવામાં તેનો ઉપયોગ ગઠીયામાં પણ આરામ અપાવે છે.