આજે લગભગ ભારતના દર 3જા ઘરે એક ડાયાબિટીસનો પેશન્ટ છે, આ લોકોએ અન્ય બીમારી કરતા વધુ સાચવવું પડે કેમ કે કોઈ ટાઈમે ડાયાબિટીસ લો થઈ જાય,તો કોઈ ટાઈમે હાઈ થઈ જાય હાઈ થાય તો પણ પ્રોબ્લેમ અને લો થાય ડાયાબિટીસ તો પણ પ્રોબ્લેમ.ડાયાબિટીસ બેકાબુ થયો તો થશે મોટું નુકશાન, જાણો વિગત ભારત મા અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસ ની બીમારી થી પીડાય રહ્યા છે, સર્વે ના કહેવા પ્રમાણે દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. ડાયાબિટીસને કારણે વધતા આરોગ્યસંબંધી જોખમ પરત્વે લોકોનું ધ્યાન આકર્ષવા માટે 1991માં વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઊજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ડાયાબિટીસને જો સારવારથી નિયંત્રણ હેઠળ ન લાવવામાં આવે તો લાંબે ગાળે આંખ, હૃદય, કિડની, ચેતાતંતુઓ, રકતવાહિનીઓ અને ચામડી પર આડઅસરો થાય છે. કયારેક આંખની રોશની ખોઇ દેવાની કે કયારેક કિડની ફેઇલ થવાની ભારે મોટી કિંમત દર્દીએ પોતાની બેદરકારી માટે ચુકવવી પડે છે.
ડાયાબિટીસના ઘણા દર્દીઓમાં આંખોને નુકસાન થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આંખની અંદર આવેલ, બાહ્ય પદાર્થોનું પ્રતિબિંબ ઝીલનાર પડદો (નેત્રપટલ ઉર્ફ રેટીના) સૌથી વધુ નુકસાન પામે છે.આ નેત્રપટલને લોહી પહોંચાડતી રકતવાહિનીઓ ડાયાબિટીસને લીધે નબળી પડે છે, લીક થાય છે અને એનો અમુક ભાગ જાડો થઇ જાય છે.કયાંક રકતવાહિનીઓનો અમુક ભાગ ફુલીને ફુગા જેવો થઇ જાય છે. તો કયાંક નવી રકતવાહિનીઓ ફૂટી નીકળે છે. આ બધાનું આખરી પરિણામ એક જ આવે છે અંધાપો.
ડાયાબિટીસને કારણે કિડની તથા ઉત્સર્ગતંત્રને સામાન્ય ચેપથી માંડીને કિડની ફેઇલ થવા સુધીનું ઘણી જાતનું નુકસાન થઇ શકે છે. જો ડાયાબિટીસના દર્દીના લોહીમાં ગ્લુકોઝનું નિયંત્રણ સારવારની અનિયમિતતાને લીધે બરાબર ન થતું હોય તો આ ગ્લુકોઝ દર્દીના પેશાબ વાટે બહાર નીકળે છે. દર્દીના પેશાબમાં કીડની ફેઇલ થવી ગ્લુકોઝની હાજરીને કારણે પેશાબમાં ચેપ લાગવાની શકયતાઓ વધી જાય છે અને વારંવાર ચેપ લાગવાને લીધે કિડની મુત્રપિંડ, મુત્રવાહિની તથા મુત્રાશયને નુકસાન પહોંચ્યા કરે છે.
ડાયાબિટીસના દર્દીઓમાંથી જે દર્દીને આ દર્દ ત્રીસ-ચાળીસ વર્ષની ઉમર પછી લાગુ પડયું હોય એ દર્દીઓમાં મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક હોય છે.વળી ઘણા ડાયાબિટીસના દર્દીઓને છાતીમાં ખાસ દુ:ખાવો થયા વગર જ હાર્ટએટેક આવે છે.સાઇલેન્ટ એટેક.તરીકે ઓળખાતો આ હાર્ટ એટેક દર્દીને પોતાની બીમારીની ગંભીરતાની જાણ જ નથી થવા દેતો અને કયારેક અચાનક મૃત્યુ નોતરે છે.આ સિવાય પણ ડાયાબિટીસને કારણે આખા શરીરની રકતવાહિનીઓ બરડ અને સાંકડી થઇ જવાની પ્રક્રિયા ઝડપી બને છે.
ડાયાબિટીસના દર્દીમાં ચેપ ન લાગ્યો હોય તો પણ ચામડીના કેટલાક રોગો થઇ શકે છે.ઘણા દર્દીમાં ચામડી સૂકી થઇ જાય છે અને નાનાં ચકામાં પગના નળાના ભાગ પર પડી જાય છે.અમુક દર્દીની ચામડી નીચેની ચરબી અચાનક ઓછી થવા લાગે છે અથવા નાશ પામે છે.જેને કારણે ચામડી ખરબચડી અને વિચિત્ર દેખાય છે.