તમે જાણો છો કે કોંગ્રેસ પાર્ટી એ દેશની સૌથી જુની પાર્ટી છે. પરંતુ તમને ભાગ્યે જ ખબર હશે કે કોંગ્રેસ પાર્ટીમાં ઘણી વખત ભાગલા પડ્યા છે. તમે અહીં કોંગ્રેસ પાર્ટીથી સંબંધિત તમામ તથ્યો જાણી શકો છો જે ભારતીય રાજકારણને અહીં અસર કરે છે.
કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ઈ.સ 1885 માં હ્યુમ નામના એક અંગ્રેજ દ્વારા કરવામાં આવી હતી. એ. હ્યુમ થિયોસોફિકર સોસાયટી સાથે સંકળાયેલા હતા. તેમનો હેતુ ભારતીયોને રાજકીય રૂપથી પરિપક્વ બનાવવાનો હતો. કોંગ્રેસની સ્થાપના કરીને ભારતીયોને વધુ લોકશાહી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસનું સ્વતંત્રતા આદોલનમા યોગદાન.
કોંગ્રેસ પાર્ટીએ સ્વતંત્રતા આદોલનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ભારતની સ્વતંત્રતા આદોલનના તમામ પ્રમુખ નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાં જ હતા. આઝાદી પહેલા કોંગ્રેસ પાર્ટી દેશની સૌથી મહત્વપૂર્ણ પાર્ટી હતી. કોંગ્રેસ પક્ષને બ્રિટીશ તરફથી વાટાઘાટો માટે પણ આમંત્રણ અપાતુ હતું.
આઝાદી પછીની કોંગ્રેસ પાર્ટી.
આઝાદી પછી, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ હેઠળ તાત્કાલિક સરકારની રચના કરવામાં આવી. 1947 માં, કોંગ્રેસના અધ્યક્ષ આચાર્ય કૃપલાની હતી. આઝાદી બાદ કોંગ્રેસ પાર્ટીમાં અત્યાર સુધીમાં કુલ 18 અધ્યક્ષ બન્યા છે.
1. 18 અધ્યક્ષોમાં 4 ગાંધી નહેરુ પરિવારના છે.
2. સોનિયા ગાંધી સૌથી વધુ 19 વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે.
3. ઇન્દિરા ગાંધી કુલ 7 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા.
4. પંડિત જવાહરલાલ નેહરુ સૌથી નાની ઉંમરે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા.
5. લાલ બહાદુર શાસ્ત્રી અને મનમોહન સિંહ કોંગ્રેસના બે એવા વડા પ્રધાન બન્યા જે ક્યારેય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા નહીં.
કોંગ્રેસ પાર્ટીની વિચારધારા.
કોંગ્રેસ પક્ષ લગભગ 134 વર્ષ જૂનો રાજકીય પક્ષ છે. કોંગ્રેસની વિચારધારાને દેશની વિચારધારા માનવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટી મુખ્યત્વે મહાત્મા ગાંધીની વિચારધારા પર કામ કરે છે. કોંગ્રેસ પાર્ટી સમય અને સંજોગો અનુસાર પોતાની કામગીરી બદલાતી રહે છે. કોંગ્રેસની સ્પષ્ટ આર્થિક નીતિ નેતૃત્વના પરિવર્તન પ્રમાણે બદલાતી રહી છે. પંડિત નહેરુના સમયમાં, કોંગ્રેસ પક્ષ સામ્યવાદ તરફ વળેલો માનવામાં આવતો હતો, જ્યારે ઇન્દિરા દરમિયાન કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવાદ તરફ વળેલો માનવામાં આવે છે.
કોંગ્રેસ પાર્ટીનું સંગઠન.
કોંગ્રેસ પાર્ટીનું સંગઠન અનેક ભાગોમાં વહેંચાયેલું છે.
1. રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના સંગઠનને જોવા માટે AICC છે. જેણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ કહેવામાં આવે છે.
2.પ્રદેશ સ્તરે કોંગ્રેસ નું સંગઠનને જોવા માટે PCC છે. જે પ્રદેશ સ્તર પર કોંગ્રેસનૂ સંગઠન જુએ છે.
3. મંજૂરોને પાર્ટી સાથે જોડી રાખવા માટે, કોંગ્રેસ પાર્ટીમાં INTUC જેને ” ઈન્ડિયન નેશનલ ટ્રેડ ” યૂનિયન કોંગ્રેસ કહેવામાં આવે છે.
4.છાત્રોને તેમની સાથે જોડી રાખવા માટે INTIC રચના કરવામાં આવી છે. તે ભારતના રાષ્ટ્રીય છાત્રો સંઘ તરીકે ઓળખાય છે.
5. આ સિવાય ઘણી બધી મોટા સંગઠનો છે જે કોંગ્રેસ પાર્ટીનામાં પેટા કંપની તરીકે કામ કરે છે.
કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી રાજકારણમાં ઇતિહાસ.
1. કોંગ્રેસ પાર્ટી ભારતમાં 1952 થી 1977 સુધી સત્તામાં રહી.
2. 1977 ની સામાન્ય ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસને સંયુક્ત મોરચાના હાથો હારનો સામનો કરવો પડ્યો.
3. 1977 પછી, કોંગ્રેસને 1996 અને 2014 માં ભારે પરાજયનો સામનો કરવો પડ્યો.
4. 1984 માં કોંગ્રેસે મહત્તમ 401 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો.
5. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસે ને ફક્ત 44 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. તેના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી હાર હતી.
6. કોંગ્રેસ પાર્ટીએ 72 વષૅના ભારતીય સંસદિય ઈતિહાસમાં અત્યાર સુધી 54 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું છે.
7. જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, નરસિંહ રાવ, મનમોહન સિંહ કોંગ્રેસ વતી વડા પ્રધાન બન્યા છે.
કોંગ્રેસ સાથે જોડાયો વિવાદ.
દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ- સાથે ઘણા વિવાદો થયા છે.
1. કોંગ્રેસ ઉપર સતત પરિવારવાદનો આરોપ લાગતો રહ્યો છે.
2. પહેલી વાર 1969 ની રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે કોંગ્રેસ પાર્ટીમા ભાગલા પડ્યા.
3. બોફોર્સ તોપના સોદામાં થયેલી ગડબડીને લઈને કોંગ્રેસ પાર્ટી વિવાદમાં હતી.
4. લોકપાલ આંદોલન દરમિયાન પણ પાર્ટી ઉપર ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવો પડ્યો હતો.