આજે લોકો કિડનીમાં પથરીનો પ્રોબ્લેમ હોઈ છે ત્યારે અમુક ખોરાક ખાવાનું કંટ્રોલ કરી દઈએ તો સરળતાથી આ પ્રોબ્લેમ કંટ્રોલમાં આવી શકે છે તો આજે જાણીયે આવા ખોરાક વિશે.
કેમ થાય છે પથરી?
કિડનીમાં પથરી એ હવે સાવ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. પાણી ઓછું પીવાથી આ સમસ્યા થાય છે. પાણીને જીવન કંઈ અમસ્તુ જ નથી કહેવાયુ. જો પાણી ઓછુ પીઓ તો અનેક સમસ્યાઓ થાય છે જેમાં પથરીનો પણ સમાવેશ થાય છે.
શરીરને પૂરતુ પાણી ન મળતા તે યુરિક એસિડને ડાઈલ્યુટ નથી કરી શકતું જેને કારણે યુરિનમાં વધુ એસિડ જાય છે. તેને કારણ પથરી થાય છે. શરીરમાં ઓક્સેલેટ કે ફોસ્ફેટનું પ્રમાણ વધી જાય તો પણ કિડનીની સમસ્યા થાય છે. આ દ્રવ્યો કિડનીમાં ઉપસ્થિત કેલ્શિયમને ચોંટી જાય છે અને પથરી બનાવે છે.
શું કરવું જોઈએ?
કિડની સ્ટોનથી બચવા માટે બેલેન્સ્ડ ડાયેટ એ શ્રેષ્ઠ ઓપ્શન છે.આ સાથે જ ઘણુંબધુ પાણી પણ પીતા રહેવું જોઈએ. ઘણા એવા ફૂડ છે જેને કારણે કિડનીમાં સોજો આવી જાય છે. આથી પથરીની સમસ્યામાં તેમને અવગણવા યોગ્ય છે. જાણો કિડનીમાં પથરી હોય તો તમારે કયા કયા ફૂડ ખાવાનું ટાળવુ જોઈએ.
સોડિયમઃ
કિડનીમાં પથરી હોવાનું નિદાન થાય કે તરત જ નમકનો ઈનટેક ઘટાડી દેવો જોઈએ. ઓછા નમક વાળુ ભોજન ખાવુ જોઈએ. સોડિયમને કારણે શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ મળે છે. વધુ પડતા કેલ્શિયમને કારણે કિડનીમાં સ્ટોન થાય છે. આથી સોલ્ટનું ઊંચુ પ્રમાણ ધરાવતા પ્રોસેસ્ડ જંકફૂડને બાયબાય કરી દેવું જોઈએ. આ કારણે તમારી પથરીની સમસ્યા વકરશે નહિ.
વિટામિન સીઃ
તમને જાણીને નવાઈ લાગશે કે અમુક સંજોગોમાં વિટામિન સી પણ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. વિટામિન સી ફાયદાકારક છે પણ તેનો ઓવરડોઝ સાઈડ ઈફેક્ટ કરી શકે છે. દિવસનું 500 mg થી વધુ વિટામિન સી ન લેવું જોઈએ. તેને કારણએ ઓક્સેલેટનું ઉત્પાદન વધે છે જે કિડનીમાં પથરી માટે જવાબદાર છે.
સોફ્ટ ડ્રિન્કઃ
પથરીની સમસ્યામાં કોલ્ડ ડ્રિન્કને ચોખ્ખી ના કહી દો. તેમાં ફોસ્ફરિક એસિડ હોય છે જે તમારા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તેમાં ફોસ્ફેટ હોવાથી વધુ પથરી થાય છે. શરીર વધારે પડતા ફોસ્ફેટને હેન્ડલ નથી કરી શકતું અને તેની પથરી બનવા માંગે છે. આથી પથરી થઈ હોય તો સોફ્ટ ડ્રિન્કથી દૂર જ રહો.
પાલકઃ
તમે એવું માનતા હોવ કે લીલા શાકભાજી હેલ્ધી જ હોય તો તમે ભૂલો છો. 100 ગ્રામ પાલકમાં 1 ગ્રામ ઓક્સેલિક એસિડ હોય છે. પથરી હોય ત્યારે પાલક ખાવાનું ટાળો. તે તમારી કિડનીની હાલત બગાડી મૂકશે. તે કિડની સ્ટોન્સને તૂટતા અટકાવે છે જેને કારણે તમારી પીડામાં વધારો થશે.
એડેડ શુગરઃ
પથરીમાં ચોકલેટ, કેન્ડી, ગ્રેનોલા, પ્રોટીન બાર્સ જેવા ફૂડ એવોઈડ કરવા જોઈએ. કશું પણ ખરીદતા પહેલા ઈન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ જોઈ લો. જો તેમાં એડેડ શુગર હોય તો ખરીદવાનું ટાળો. એડેડ શુગરને કારણે પેશાબની ફ્રિક્વન્સી ઘટે છે, પેશાબમાં કેલ્શિયમ વધે છે અને કિડનીની સમસ્યા વકરે છે.
સોય પ્રોડક્ટ્સઃ
હેલ્ધી ડાયટના નામે લોકો સોય પ્રોડક્ટ્સ બેફામ ખાઈ રહ્યા છે.પરંતુ પથરી માટે આ પ્રોડક્ટ્સ ખૂબ જ નુકસાન કારક છે. તેમાં વિપુલ માત્રામાં ઓક્સેલેટ આવેલું હોય છે જે માત્ર યુરિન વાટે જ શરીરની બહાર નીકળી શકે છે. તે કિડનીમાંથી પાસ થાય ત્યારે કેલ્શિયમને ચોંટી જાય છે અને પથરી બને છે. આથી પથરી હોય તો સોય પ્રોડક્ટ્સનો ઈનટેક ઘટાડી દો. તેની નુકસાન કારક સાઈડ ઈફેક્ટ્સ છે.
મીટઃ
જો તમે નોનવેજ ખાતા હોવ તો એનિમલ પ્રોટીન જેવા કે રેડ મીટ, સી ફૂડ વગેરે લેવાનું બંધ કરી દેવું જોઈએ. એનિમલ પ્રોટીનને કારણે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે અને સાઈટ્રેટનું લેવલ ઘટે છે જેને કારણે પથરીની સમસ્યા વકરે છે.