આજે આપણે નહાવા માટે સાબુ-શેમ્પૂથી લઈ જે ખાવાનું પણ ઓનલાઈન મંગાવતા થઈ ગયા છે ત્યારે આજે વાત કરીશું આ 7 વસ્તુઓ કે જેને ઓનલાઈન તો મંગાવી શકાય પણ મંગાવશો નહીં જાણો કેમ.
ઓનલાઈન ખરીદી પહેલા વિચાર કરી લેજો
ઓનલાઈન શોપિંગથી લોકોની લાઈફ ઘણી સરળ બની ગઈ છે. દરકે વસ્તુની ખરીદી માટે તમારે લોકલ સ્ટોર પર ભાગદોડ કરવી પડતી નથી. પરંતુ ક્યારેક ક્યારેક આ સવલત વ્યક્તિનો મોંઘી પણ પડે છે. કેટલીક વસ્તુ એવી પણ છે કે જે દુકાને જઈને જ ખરીદવામાં સમજદારી છે.
એવું જરૂરી નથી હોતું કે ઓનલાઈન પ્રોડક્ટમાં જે વસ્તુ દેખાડવામાં આવે છે તે જ ક્વોલિટીની તમને ઘરે ડિલિવર કરવામાં આવે. આજે અમે તમને સાત એવી વસ્તુઓ વિશે માહિતી આપીશું કે જે તમારે ઓનલાઈન શોપિંગ કરવાનો આગ્રાહ ન રાખવો જોઈએ.
પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ
કોઈ પણ પ્રકારની દવાની જરૂર હોય તેને ક્યારેય ઓનલાઈન ન મંગાવી જોઈએ. લોકલ મેડિકલ સ્ટોર પરથી ખરીદી કરી બિલ લેવું જોઈએ. ઓનલાઈન મંગાવવાથી દવા ત્રણથી ચાર દિવસે આવશે અને તે યોગ્ય તારીખની હશે તેની કોઈ ગેરન્ટી હોતી નથી.
મેકઅપ પ્રોડક્ટસ
જાણીતી બ્રાન્ડના કાજલ અથવા મસ્કારા તો તમે ઓનલાઈન ખરીદી શકો છો પરંતુ લિપસ્ટિક, ફાઉન્ડેશન અને કંસીલર જેવી પ્રોડક્ટ ટ્રાય કર્યા વગર ન ખરીદવી જોઈએ. આજ વાત ડિઓ પર પણ લાગુ પડે છે. ઓનલાઈન શોપિંગમાં રિટર્ન કરવાની સુવિધા હોય છે પરંતુ કેટલીક વસ્તુના સીલ ઓપન થયા બાદ કંપની પરત લેતી નથી.
શૂઝ
જો તમને પગનું માપ લેવામાં જરા પણ કન્ફ્યૂઝન છે તો ઓનલાઈન ફુટવિયરની ખરીદી ન કરવી. ફિટિંગમાં જરા પણ ગડબડ આવશે તો તમને મુશ્કેલી આવી શકે છે. રિટર્ન કરવાથી તેવું જરૂરી નથી કે તમને તે જ સાઈઝ, કલર અને ડિઝાઈન ફરીથી મળી શકે.
જીન્સ
ઘણી વખત ઓનલાઈન શોપિંગ સાઈટ પર સારું ડિસ્કાઉન્ટ જોઈને તમને શોપિંગ કરવાનું મન થઈ જાય છે. જોકે ફિટિંગને ધ્યાનમાં રાખીએ તો ઓનલાઈન ખરીદી યોગ્ય રસ્તો નથી. જ્યારે તમે સ્ટોર પર ખરીદી કરવા જાઓ છો ત્યારે ટ્રાયલ રૂમમાં તમે ટ્રાય કરીને ખરીદો છો. જેના કારણે તમને બેસ્ટ ફિટિંગ મેળી શકે છે.
પેટ્સ(પ્રાણઓ)
તમામ પેટ્સ ઓનલાઈન ખુબ જ ક્યૂટ લાગે ચે પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. સેલર દ્વારા જે દેખાડવામાં આવે છે તેની જગ્યાએ તમને મિક્સ્ડ બ્રીડ પણ આપી શકે છે. સેલરને પણ ખબર નહીં હોય તે તેને કઈ કઈ રસી આપી છે અને તેની આદતો શું છે.
ગ્રોસરી(કરિયાણું)
લોકો દરેક વસ્તુની ડિલિવરી ઈચ્છે છે. લોકલ ગ્રોસરી શોપમાં જવામાં પણ હવે આળસ આવી રહી છે. જો તમે ગ્રોસરી, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ ઓનલાઈન મંગાવો છો તો તેને ચેક કરીને ખરીદી શકતા નથી. બની શકે કે તમે જેવી ક્વોલિટી માંગો છો તેવી ક્વોલિટી ન પણ મળે.
જ્વેલરી
જ્વેલરી ક્યારેય ઓનલાઈન ન મંગાવો. કેમ કે જ્યારે તમે દુકાનમાંથી ખરીદી કરો છો ત્યારે સારી રીતે ચેક કરી વજન કરીને તમે ખરીદી કરો છો. ઓનલાઈન જ્વેલરીમાં વજનનું માપ તમને ખબર હોતી નથી. આ ઉપરાંત બિલ, કંપની પણ કોઈ ગેરન્ટી હોતી નથી.