આપણા ઘરના રસોડામાં કેટલીય એવી ગુણકારી વસ્તુઓ હોય છે જેના ફાયદાઓ વિશે આપણે અજાણ હોઈએ છીએ. તેમાંથી એક છે લસણ. સામાન્ય રીતે લસણનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ જેવી રીતે લસણ વાનગીના સ્વાદમાં વધારો કરે છે તેવી જ રીતે તેના કેટલાય અન્ય ફાયદાઓ પણ છે, જે તમને આશ્ચર્યમાં મુકી દેશે.
લસણ ઔષધિય ગુણોથી ભરપૂર છે, જે તમને સ્વસ્થ રાખવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કેટલાય લોકો લસણના આ ચમત્કારી ગુણોથી અજાણ હોય છે. સવારે ખાલી પેટ લસણનું સેવન આપણા શરીરને કેટલાય લાભ અપાવે છે. ત્યારે લસણને પાણીની સાથે લેવાથી સંપૂર્ણ સ્વાસ્થ્યમાં સુધારો આવે છે.
લસણની એક કળી તમારા માટે ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. એના એન્ટીબેક્ટેરીયલ અને દર્દ નિવારણ ગુણ દાંતના દુ:ખાવા માંથી રાહત અપાવે છે. તે માટે તેની લસણની એક કળી વાટીને દાંતના દુ:ખાવા વાળી જગ્યા ઉપર લગાવી દો. લસણનું સેવન કરવાથી ન માત્ર બ્લડ સર્ક્યુલેશન નિયમિત રહે છે, પણ તે હ્રદય સાથે જોડાયેલ તકલીફોને પણ દૂર કરે છે.
નાની ઉંમરમાં સફેદ થતા વાળને રોકવા માટે સવારે લસણની ૪ થી ૫ કળીમાં મધ મેળવીને ખાવાથી આ સમસ્યા દૂર થશે. જ્યાં સુધી આ સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી આ પ્રયોગ કરવો. ખાલી પેટે લસણની કળીઓ ચાવી જવાથી તમારી પાચનક્રિયા સુધરે છે. અને તમને ભૂખ પણ લાગે છે. સવારે લસણ ખાવાથી શરદી, ખાંસી, કફ , ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ અને અસ્થમામાંથી છૂટકારો મળે છે.
લસણને દૂધમાં ઉકાળીને બાળકોને આપવાથી બાળકોમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. લસણની કળીને આગમાં સાંતળી બાળકને આપવાથી શ્વાસની સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે. જે બાળકોને શરદી વધારે થાય છે તેમણે લસણની કળીની માળા બનાવીને પહેરવી જોઈએ. લસણ ખાવાથી વાળ ખરતા બંદ થઈ જાય છે.
લસણની 2-3 કળીઓને ગરમ પાણીમાં લીંબૂ સાથે ખાવાથી લોહી સાફ થાય છે. જેનાથી ચેહરા પર દાગ ધબ્બા દૂર થઈ જાય છે. તાવ આવવા પર તમે બે-ત્રણ લસણની કળીઓ ખાઓ. લસણ ખાવાથી તાવ એકદમ ગાયબ થઇ જશે. ત્યાં જ ઠંડી લાગવા પર તમે લસણને સરસવના તેલમાં ગરમ કરો. પછી આ તેલથી માલિશ કરો. આમ કરવાથી તમને રાહત મળશે
જો તમે કબજિયાત અથવા ગેસ જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો લસણની એક કળીથી આ બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. લસણ પાચનતંત્રને સંપૂર્ણ સારૂ રાખે છે, જેથી તમને પેટની કોઈ સમસ્યા ન થાય. એસિડિટીથી પીડિત લોકોએ શેકેલું લસણ ખાવું જોઈએ, તેનાથી રાહત રહે છે.