ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના નેતા ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપવાની બાબત સામે આવી છે. ગૌતમ ગંભીરને ઈ-મેઈલ દ્વારા ધમકી આપવામાં આવી છે. પૂર્વ દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના સાંસદ ક્રિકેટ સિવાય અન્ય મુદ્દાઓ પર પણ અવારનવાર પોતાના બિન્દાસ અભિપ્રાયો આપતા રહે છે. જ્યારે હવે આ ઈ-મેઈલ મળ્યા બાદ દિલ્હી પોલીસ દ્વારા ગૌતમ ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ મામલે ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગૌતમ ગંભીરને ધમકીભર્યો ઈ-મેઈલ ‘ISIS Kashmir’ તરફથી મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગૌતમ ગંભીર દ્વારા દિલ્હી પોલીસને આ મામલે જાણકારી આપવામાં આવી છે. ગૌતમ ગંભીર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે, ‘ISIS Kashmir’ તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ગૌતમ ગંભીર દ્વારા રાજનીતિમાં પ્રવેશ કરવામાં આવ્યો છે. તે નીડરતાથી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવા માટે જાણીતા છે. તેમણે અનેક વખત આતંકવાદ વિરુદ્ધ પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા લખેલા પત્રમાં ગૌતમ ગંભીર દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમને મંગળવારની રાત્રીના 9 વાગ્યાને 32 મિનિટે એક ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યો હતો. આ લેટરમાં ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગૌતમ ગંભીર દ્વારા પત્રને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ ધમકીભર્યો પત્ર તેમને ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી પર મોકલવામાં આવેલ છે.