રાત્રે પલાળેલી કાળી દ્રાક્ષ સાથે લીમડાની ગળોનું પાણી સવારે કૅન્સર દર્દીને આપવાથી કેન્સરના કોષોની વૃદ્ધિ અટકે છે. ગળોસત્વ અથવા ગળો, આંબળા અને ગોખરૂનું બનેલું રસાયણ ચૂર્ણ હૃદયના રોગો મટાડવાનું અસરકારક કામ કરે છે. ગળો કડવા લીમડાની હોવી જરૂરી છે.
ગળો, સાટોડી ચૂર્ણ અને હળદર સમભાગે દિવસમાં ત્રણ વખત મધમાં ચાટવાથી મૂત્રપિંડના દુખાવામાં, ગાળણમાં ફાયદો થાય છે. વારંવાર પેશાબ કરવા જવું અથવા ટીપેટીપે મૂત્ર આવવું તેમાં પણ ગળો નું ચૂર્ણ અને સાટોડીનું ચૂર્ણ ફાયદો કરે છે અને પેશાબ છૂટથી આવે છે.
કાન પીડા, કાનમાં બહેરાશ, પરૂ નીકળવું એ બધામાં લિંબોળીનું તેલ ખૂબ જ ઉપયોગી છે. કડવા રસનું સેવન રસ, રક્ત, મેદ, માંસ, અસ્થિ, મજા અને શુક – એમ સાતેય ધાતુઓમાં રસાયણનું કામ કરે છે. વિશેષ કરીને લોહીના વિકારમાં લીમડો અદભૂત કામ કરે છે.
યોગી, જોગી, સત, સાધુ હંમેશા આ રસનું સેવન કરે છે અને મનોવૃત્તિને કાબૂમાં રાખે છે. સાથોસાથ આનાથી રક્તવિકાર પણ મટે છે. જૂના સમયમાં નવદંપતી લીમડાને જ્યારે ફૂલ – કોર આવે ત્યારે ખાવાનું રાખતા. પરિણામે કોઠે રતવા કે તજા ગરમી હોય તો દૂર થાય છે.
લીમડાના ફૂલ – કોર આરોગ્યદાયક છે. તે ગળચટ્ટા લાગે છે. લીમડાનું તેલ સ્થૂળતા ઘટાડે છે. શરૂઆતમાં રોજ સવારે પાંચ ટીપાંથી શરૂ કરી ૨૫ ટીપાં સુધી લેવાય, ઊલટી – ઉબકા ન આવે તો તેમાં વધારો કરવો. લીમડાનું દાતણ જૂના સમયમાં દાંતની મજબૂતીનું કારણ હતું. લીમડાનું દાંતણ કરવાથી દાંત ઉપરની છારી કૃમિ વગેરેનો નાશ થાય છે. હવે તો લીમડાને નામે લીમડાની પેસ્ટ, લીમડાના ટૂથપાઉડર વગેરે પ્રસિદ્ધ થયું છે.
લીમડાના પાનનો તાજો રસ કોલેસ્ટરોલનું નિયંત્રણ કરે છે. એનામાં ધમનીનું કાઠિન્ય ઘટાડવાનો પણ ગુણ છે. મેલેરિયા તાવ માં લીંબડાની છાલ ઉપયોગી છે. કરિયાતું, ગળો કે લીંબડાની છાલ, આંતર છાલનો ઉકાળો મચ્છરને પરિણામે થતો ટાઢિયો તાવ અટકાવે છે.
એમાં લીમડાની આંતરછાલનું પાણી પીવાથી સફેદ ડાઘનો રોગ અટકે છે. જે સફેદ ડાઘવાળો દર્દી રોજના ૧૦ લીમડાના પાન ચાવીને નરણા કોઠે ખાય તો સફેદ ડાઘ થતાં આપોઆપ મટે છે, સફેદ ડાઘ ઉપર બાવચી, ચલ મોગરા અને લીમડાના તેલનું મિશ્રણની માલિશ કરવામાં આવે તો સફેદડાઘમાં રતાશ આવે છે.
માથાની ખંજવાળ, ખોડો, જૂ, લીખ લીમડાના પાનને ખૂબ વાટીને તેનો રસ, અને તેમાં ગોળ ભેળવીને અને અનુકૂળ હોય તો ગોળને બદલે છાશ ભેળવીને માથું ધોવું તેનાથી વાળની સમસ્યા દૂર થાય છે. સ્વમૂત્ર અને લીમડાના પાનનો રસ મિશ્રણ કરીને તેનાથી માથું ધોવાથી ખોડો, જૂ, લીખ વગેરે નાશ પામે છે.
લીમડાના પાનને પથ્થર ઉપર ખૂબ વાટીને તેના પર મધ નાખીને જખમ ઉપર પોટલી બાંધવાથી પાકેલા ફોલ્લા, રસી જેવા જખમ મટે છે. લીંબોળીનું તેલ અને કુંવારપઠાનો રસ ભેગા કરીને દાઝેલા ભાગ ઉપર તેનો હળવા હાથે લેપ કરવો અથવા ચોપડવાથી દાઝેલા ભાગ પર રાહત થાય છે.