કાકડા એ તાળવાથી ગળામાં લટકતાં પેશીઓનાં બે જુથ (ગાંગડા) છે. આ બંને ગાંગડાની નીચેની બાજુની ધાર જીભની બાજુમાં ગળાનાં પાછલા ભાગમાં આવેલ છે. તે નાકની પાછળનાં ભાગમાં આવેલ છે. કાકડાનું કદ જુદુ જુદુ હોય છે અને તેમાં ચેપ સામેની પ્રતિક્રિયાનાં ભાગ રૂપે સોજો આવે છે.
કાકડા આયુર્વેદની દ્રષ્ટિએ કફ પ્રધાન વ્યાધિ છે. અને તેથી તે કફ પ્રકૃતિવાળી વ્યક્તિને, કફ પ્રકોપની ઋતુમાં અને કફ કર આહાર-વિહારનો અતિરેક કરવાથી થાય છે
કાકડા ના દુખવામાં રાહત મેળવવા ના આયુર્વેદિક ઈલાજ :
સફરજનના સરકામાં એન્ટિ માઇક્રોબિયલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ગળામાં બેક્ટેરિયાને વધતા અટકાવે છે. જેના દ્વારા ગળાના દુખાવામાં કે ખરાશમાં રાહત મળે છે.
ગળાના દુખાવામાં કે ખરાશથી રાહત મેળવવા માટે આદુ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તેમાં વિપુલ પ્રમાણમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે મોં અને ગળાના ચેપને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે આદુની ચાનું સેવન કરી શકો છો. આ માટે એક પેનમાં દોઢ કપ પાણી નાંખો અને તેને ગરમ કરો. આ પછી તેમાં ખાંડ, ચા પત્તી અને આદુ નાખી ધીમા તાપે ઉકાળો. આ પછી, દિવસમાં 2-3 વખત તેનું સેવન કરો.
હળદર નાખીને બનાવેલી એકદમ ગળી ગયેલી ખીચડી પણ બાળકને આપી શકાય. લીલી હળદરની કચુંબર અથવા તો તેનો રસ કાઢી, થોડું મધ મેળવીને પણ કાકડાના દરદીને આપી શકાય. કાકડાની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે લીંબૂ અને આદુનો ઉપયોગ કરો. લીંબૂનો રસ અને વાટેલુ આદુને પાણીમાં ઉકાળી કોગળા કરો. દર અડધા કલાલ પછી આવુ કરો. તેનાથી જલ્દી આરામ મળશે.
હળદરના ચૂર્ણમાં મધ મેળવી પેસ્ટ જેવું બનાવી તેમાં આંગળી અથવા તો પિંછી બોળી કાકડા પર લગાવવું. હળદર, કાંટાળું માયું અને જેઠીમધનું ચૂર્ણ હૂંફાળા પાણીમાં નાખી હલાવીને તેના કોગળા ભરવા. સંચળનો ઉપયોગ કરીને પણ ટૉન્સિલ્સથી છુટકારો મેળવી શકાય છે. ગરમ પાણીમાં સંચળ નાખીને કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવો જલ્દી દૂર થાય છે. ગરમ પાણીમાં થોડો લીંબૂનો રસ અને મધ નાખીને પીવો. તેનાથી ગળાનો દુ:ખાવો જલ્દી ઠીક થશે.એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી વાટેલી હળદર મિક્સ કરો. તેનાથી કાકડામાં જલ્દી આરામ મળશે.
કાકડા પર સોજો આવ્યો હોય ત્યારે ગળા પર બહારના ભાગમાં રસવંતી લેપ અથવા દશાંગલેપ અલગ અલગ અથવા તો મિક્સ કરીને હૂંફાળો હોય ત્યારે લગાવવો. ગળામાં સોજો આવી ગયો છે અને કફ નીકળે છે, તો રાત્રે સુતા પહેલા અડધી ચમચી અજમાને ખૂબ ચાવીને ઉપરથી ગરમ પાણી પી લો. તેનાથી કફ બનવાનું બંધ થઇ જાય છે. સીરકા, મીઠું, લીંબુ અથવા લસણના રસથી કોગળા ઘણો લાભ આપે છે. હુફાળા પાણીમાં એક ચમચી કાળા મરી ભેળવી લો કે સિરકા નાખી લો કે પછી લીંબુનો રસ નાખી લો. કોઈ પણ રીતે દિવસમાં ત્રણ વખત કોગળા કરો.
લસણના રસને પાણીમાં નાખીને પણ કોગળા ઘણા અસરકારક છે. તે ઉપરાંત પાણીમાં જેઠીમધ નાખીને ઉકાળી પાણીને ઠંડુ કરી કોગળા કરવાથી પણ સારી અસર થાય છે. ગળામાં દુ:ખાવો થાય તો સૂકા ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી ભરી બે ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વખત ચવવાથી રાહત મળે છે. કળથી અને કાળા મરીની રાબ પણ ગળાની પીડા માં રાહત આપે છે.
કાળા મરીમાં અડધી ચમચી ઘી અને વાટેલી સાકર ભેળવીને ખાવાથી ગળામાં ફાયદો થાય છે. કાળા મરી, લવિંગ, મીઠું અને લીમડાના પાંદડાની રાબ પણ ગળાના દુ:ખાવા વખતે ઘણું કામનું છે. દાડમની છાલમાં ૧૦ ગણું પાણી ભેળવીને ઉકાળો બનાવી તેમાં લવિંગ અને ફિટકરી વાટીને ભેળવી તેના કોગળા કરવાથી ગળાની ચીકાશ, ગળામાં દુ:ખાવો અને બેસી ગયેલો અવાજ ઠીક થઇ જાય છે.
ગળું ભારે ભારે લાગવું અથવા પીડા થાય તો વાસણમાં પાણી ગરમ કરીને ટુવાલથી મોઢું ઢાંકીને વરાળ લેવી. આમ કરવાથી ગળાના દુ:ખાવામાં રાહત મળે છે. જો ગરમ ભોજન ખાધા પછી ઠંડુ પાણી પીવાથી ગળું બેસી જવાની તકલીફ હોય, તો રાત્રે સૂતા સમયે જેઠીમધનું ચૂર્ણ 1 ગ્રામ મોઢામાં રાખીને થોડા સમય સુધી ચાવતા રહેવું અને પછી તે જ રીતે મોઢામાં જેઠીમધ રાખીને સૂઈ જાવ.
સવારના સમયે ઉઠશો તો ગળું ચોક્કસ સાફ થઇને તકલીફ દૂર થઇ જશે. જેઠીમધનું ચૂરણ જો પાનના પાંદડામાં મૂકીને સેવન કરવામાં આવે તો ઘણો વધુ ફાયદો થશે. તેનાથી સવારે ગળા ખુલવા ઉપરાંત ગળાના દુ:ખાવ અને સોજા પણ દૂર થઇ જશે. અતિશય ઠંડી હવા, ભેજવાળી હવા, પ્રદૂષણ-ધૂળ-ધૂમાડા, કેમિકલયુક્ત વાતાવરણ, તીવ્ર ગંધવાળા વાતાવરણનો સામનો કરવાનું બને ત્યાં સુધી ટાળવું.
ઠંડા પીણાં, ફ્રીજનું ઠંડું પાણી, આઈસક્રીમ, વિવિધ પ્રકારના જ્યૂસ તથા મિલ્ક શેઈકનો ઉપયોગ જેમ જેમ વધતો જાય છે તથા બજારું ખોરાક (ફાસ્ટ ફૂડ)નું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ કાકડાના દરદી પણ વધવા લાગ્યા છે.