ગુજરાત માં હનુમાનજી ઘણા મંદિરો આવેલા છે અને ગુજરાત માં જ નહીં પરંતુ આખા દેશ માં આ હનુમાનજી ના મંદિરો નો કઈ અગલ જ મહિમા છે.પરંતુ આજે તમને હનુમાનજી ના એક એવા મંદિર વિસે જણાવવાના છે જે આખા ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે અને આ મંદિર માં માત્ર દર્શન કરવા થી જ વ્યક્તિ ના દરેક દુઃખ દર્દ દૂર થઈ જાય છે.
આજે અમે હનુમાનજી ના જે મંદિર વિસે વાત કરવા કરવાના છે એ દક્ષિણ ગુજરાત માં આવેલ પંચમહાલ જિલ્લા ના જાંબુઘોડા માં આવેલું છે.અને આ મંદિર ની એવી પરંપરા છે જે અહીં માત્ર દર્શન કરવાથી જ દરેક દુઃખ દૂર થઈ જાય અને જીવન માં ક્યારેય શનિની પનોતી પણ નથી નડતી. જાંબુઘોડા નુ આ દેવસ્થળ પૌરાણિક હોવા ના અનેક પુરાવા મળી ચૂક્યા છે. આ દેવસ્થળ મા પાંડવો પણ આવી ચૂક્યા હોવા ના અવશેષો મળી આવે છે.
દક્ષિણ ગુજરાત ના પંચમહાલ જિલ્લા મા સ્થિત આ હનુમાન મંદિર પોતાનુ એક આગવુ મહત્વ ધરાવે છે.આગામી 15 મે મંગળવારના રોજ હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિના ની અમાસ છે.
આ મંદિર જાંબુઘોડાના જંગલો વચ્ચે આવેલ છે. મહાભારત કાળનું આ મંદિર ખૂબ પ્રખ્યાત અને પ્રચલિત છે.આજે ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મંદિરે દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યા માં ભક્તો ની ભીડ જોવા મળે છે.
આ મંદિર મહાભારત કાળ નું હોવાનું મનાય છે. અને આ મંદિર ના ઇતિહાસ અનુસાર આ જગ્યા પર હીડીમ્બા વન હતુ અને ત્યારે અહીં પાંડવો એ વનવાસ ભોગવ્યો હતો ત્યારે તેઓ આ વન મા સ્થિત થયા હતા.અને અહીં પાંડવો એ પણ વનવાસ ભોગવ્યો હતો.જાંબુઘોડાનું આ મંદિર ખૂબ પ્રાચીન હોવાના અનેક પુરાવા મળ્યા છે.અને અહીં કેટલીક એવી પણ વસ્તુઓ છે જે પાંચ પાંડવો સાથે સંબંધ ધરાવે છે.કથા અનુસાર અહીં વસવાટ દરમિયાન દ્રોપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી જલધારા વહાવી હતી.અને એની નિશાનીઓ આજે પણ અહીં જોવા મળે છે.અને અહીં ભીમ ની ઘંટી પણ છે જેમાં ભીમ અનાજ દળતો હતો.અને આ પણ એક આકર્ષણ નું કેન્દ્ર છે.હનુમાનજી નુ આ દેવસ્થાન અત્યંત ભવ્ય છે. અહી તમે હનુમાનજી હાથ મા કટાર તથા ઘોડા પર સવાર થતી પ્રતિમાઓ પણ નિહાળી શકો છો.
અને અહીં રોમન સૈન્ય અહીં આવ્યાના મળે છે પૂરાવા પણ મળ્યા છે.અહીં ની આવેલી આ હનુમાનજી ની મૂર્તિ ભગ્ન અવસ્થામાં જોવા મળે છે. શ્રાવણ માસના શનિવારે ખુબજ ભીડ જોવા મળે છે.આ મંદિર માં રોજ બહાર ના ઘણા ભક્તો જોવા મળે છે. શનિવારે ના દિવસે સૌથી વધારે શ્રીફળ અને તેલ ચઢે છે. મંદિર અભયારણ્યમાં આવેલું હોવાથી મંદિરનો વિકાસ બહુ કરી શકાતો નથી કેમકે તેનાથી પ્રાણીઓ અને પક્ષીઓને ખલેલ પહોંચી શકે છે.
અહીં અહીં હનુમાનજીના ડાબા પગ નીચે શનિ દેવની ઉપસ્થિતિ પણ એખ અલૌકીક દર્શન આપે છે. જેઓના માથે શનિની પનોતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શને કરે તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવામાં આવે છે.મંદિરની બહાર શ્રીફળ, તેલ, ફૂલ-હાર અને પ્રસાદી માટેની દુકાનો આવેલી છે અને ખાવાપીવા માટે પણ થોડી ઘણી દુકાનો આવેલી છે.
ઝંડ હનુમાનના દર્શને જતાં પહેલાં મંદિરની નીચે જ દાદર પાસેથી આ ઝરણાનું પાણી વહે છે. જ્યાંથી ભકતો પગ ધોઇને હનુમાનજીના દર્શને જાય છે. અહીં આવેલ ભીમ ની ઘંટી ખૂબ આકર્ષક નું કેન્દ્ર છે.અહીં દરેક શનિવારે મોટી સંખ્યા માં યાત્રાળુઓ જોવા મળે છે.