હનુમાનજી એક એવા દેવતા છે કે જેમના માત્ર યાદ કરવાથી ભક્તોના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાઈ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજી કળિયુગમાં ધરતી પર નિવાસ કરે છે, ભક્તોનાં બધા સંકટ હંમેશા દુર કરે છે અને એ જ કારણ છે કે તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં પણ બજરંગબલી તેમના ભક્તોની પુકાર ખૂબ જ જલ્દીથી સાંભળે છે. જો કોઈ ભક્ત મુશ્કેલીમાં હોય છે તો હનુમાનજી તેમના ભક્તોની મદદ માટે જરૂર આવે છે. માન્યતા છે કે જો સંકટ મોચન હનુમાનજી ની સાચા મન અને નિષ્ઠાપુર્વક પુજા કરવામાં આવે તો મોટામાં મોટું કામ પણ સરળતાથી પુર્ણ થઇ જતું હોય છે. દરેક દુઃખ દુર કરી દેતા હોય છે.
હનુમાનજી ભગવાન શ્રી રામજીના પરમ ભક્ત છે અને તે અજર-અમર દેવતા માનવામાં આવે છે. કળિયુગમાં થોડી પ્રાર્થના અને પૂજાથી જ તે ખુશ થઈ જાય છે અને તેના દરેક ભક્તોનું મંગળ કરે છે. હનુમાનજીને અનેક નામોથી ઓળખવામાં આવે છે અને માત્ર તેમના નામના જાપ કરવાથી જીવનના તમામ દુઃખ દુર થઇ જાય છે. જે લોકો દેવાથી દુઃખી છે કે જેને કોઈપણ કાર્યમાં સફળતા નથી મળી રહી, તેમને બસ હનુમાનજીના નામના જાપ કરવાથી જીવનની તકલીફો દુર થઇ જશે. માન્યતા છે કે કળિયુગ એટલે કે વર્તમાન સમયમાં હનુમાનજીની પુજા ઉપાસનાથી પૃથ્વીલોક નહીં, પરંતુ પરલોકનાં પણ દુઃખ દુર થઈ જાય છે.
હનુમાનજીની કૃપા મેળવવા માટે લોકો તેમની પુજા આરાધના કરે છે. ઘણા ઉપાય કરે છે પરંતુ શું તમે ક્યારે હનુમાનજીનાં ૧૨ નામનાં જાપ કરેલા છે? કહેવામાં આવે છે કે હનુમાનજીનાં આ નામોનો જાપ કરવાથી દરેક દુઃખ દુર થઈ જાય છે.
આજના સમયમાં પણ ઘણા એવા લોકો છે જે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરે છે. મંગળવારનો દિવસ બજરંગબલીને સમર્પિત છે. આ દિવસે સાચા મનથી રામ ભક્ત હનુમાનજીની પૂજા કરવામાં આવે તો તે વ્યક્તિને ઈચ્છિત પરિણામ આપે છે. જે હનુમાનજીના ૧૨ નામોનું વર્ણન ગ્રંથોમાં મળે છે. આ 12 નામોના જાપથી હનુમાનજીને પ્રસન્ન કરી શકાય છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો આ નામોનો જાપ કરે છે તેને સાડાસાતી માંથી મુક્તિ મળી જાય છે. માન્યતા છે કે જો પુરી શ્રધ્ધા અને નિષ્ઠાની સાથે હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને નિસ્વાર્થ ભાવથી તેમના નામના જાપ કરવામાં આવે તો હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે. આજે અમે તમને આ લેખ દ્વારા હનુમાનજીના બાર નામો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેના દરરોજ ધ્યાન અને જાપ કરવાથી તમારા જીવનમાં આવનારી દરેક અડચણો આપમેળે સમાપ્ત થઈ જશે અને બજરંગબલીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે.
તો ચાલો જાણીએ કે હનુમાનજી નાં ૧૨ નામ ક્યાં છે, જેને મંગળવાર અથવા શનિવારનાં દિવસે જાપ કરવામાં આવે તો મોટામાં મોટી મુશ્કેલી પણ દુર થઇ શકે છે.
હનુમાનજી ને આ 12 નામોથી પણ ઓળખવામાં આવે છે:
1.અંજનીસુત
2.વાયુપુત્ર
3.ઉં હનુમાન
4. મહાબલી
5. અમિત વિક્રમ
6. સીતા શોક વિનાશન
7. રામેષ્ટ
8. લક્ષ્મણ પ્રાણદાતા
9. ઉદધિક્રમણ
10. દશગ્રીવ દર્પહા
11. ફાલ્ગુન સખા
12. પિંગાક્ષ
ક્યારે અને કેવી રીતે કરવા આ નામના જાપ
કહેવામાં આવે છે કે હનુમાનજીનાં આ નામના જાપ જો સવારે ઊઠીને કરવામાં આવે તો તેનાથી બધી મનોકામના પુરી થાય છે. આ ઉપરાંત સવારે, રાત્રે સુતાં પહેલાં, નવું કાર્ય શરૂ કરો ત્યારે અથવા યાત્રા શરુ કરતી વખતે પણ હનુમાનજીનાં 12 નામ લેશો તો બધાં કષ્ટો દૂર થશે.
તમે હનુમાનજીના ૧૨ નામો અને આ નામો સાથે જોડાયેલા મંત્રના જાપ મંગળવારના દિવસે કરો. જે લોકોને સાડાસાતી છે તે લોકો શનિવારના દિવસે હનુમાનજીના નામના જાપ કરો. સવારે ઉઠતી વખતે હનુમાનજીના આ 12 નામોનો 11 વાર જાપ કરી શકો છો. આમ કરવાથી ઉંમર લાંબી થાય છે. વળી જો બપોર બાદ આ નામનો જાપ કરવામાં આવે તો જાતકોને તેમના જીવનમાં પૈસા સાથે જોડાયેલી ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને તમને ધન લાભ મળશે. જ્યારે સાંજના સમયે જાપ કરવાથી ઘર પરિવારમાં સુખ સંપન્નતાનું આગમન થાય છે.
એટલું જ નહીં રાત્રે સુતા પહેલા આ નામનો જાપ કરવાથી અટવાયેલા કાર્ય સફળતાપુર્વક પુર્ણ થાય છે. સાથોસાથ શારીરિક કષ્ટ માંથી પણ મુક્તિ મળે છે. જો તમે હનુમાનજીના આ 12 નામોનો જાપ રાત્રે સૂતી વખતે કરો છો તો તેનાથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. એવું માનવામાં આવે છે કે હનુમાનજીનાં નામનાં જાપથી બજરંગબલી 10 દિશાઓ અને આકાશ પાતાળથી તમારી રક્ષા કરે છે.
હનુમાનજીની મૂર્તિને લાલ રંગની ચુંદડી ચડાવીને તેના ૧૨ નામોના જાપ કરવામાં આવે તો કાર્ય સફળ કરવામાં આવી રહેલી અડચણો દુર થઇ જાય છે. મંગળવારનાં દિવસે લાલ પેનથી ભોજપત્ર પર આ ૧૨ નામ લખીને તે દિવસે આ તાવીજ બાંધી લો, તો શારીરિક કષ્ટમાંથી મુક્તિ મળે છે. ખરાબ સપના અને વિચાર આવવા ઉપર જો હનુમાનના નામો સાથે જોડાયેલા મંત્રને વાંચવામાં આવે. તો ખરાબ સપના આવવાના બંધ થઇ જાય છે.
ઉપર જણાવેલ બજરંગબલીના 12 નામોનો જાપ કરવાથી હનુમાનજી તમારાથી જલ્દીથી પ્રસન્ન થશે અને તેમની કૃપા તમારા પર બની રહેશે.