ખેડૂતો ને સરકારે સમય સર તેમના પાક નુકશાન નું વળતર ના ચૂકવતા સરકાર સામે તમામ ખેડૂતો એ પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે મળીને આંદોલન કર્યું છે.આજરોજ રાજકોટના પડધરીથી હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસની શરુઆત થઇ ગઇ છે.ખેડૂતોને વીમો અને આર્થિક વળતરની માંગણી સાથે ઉપવાસ આંદોલન શરુ કરી દીધો છે. આ ઉપવાસમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના ધારાસભ્યો પણ હાજર જોવા મળ્યો છે.ખેડૂતો ના પાકની કદર સરકાર દ્વારા કરવામાં ન આવી રાત ડી એક કરીને ખેડૂતોએ વાવેલા ધાન્ય પલળી જતા યોગ્ય વળતર મળ્યું ના હતું.
થોડા સમય સરકારની પ્રતિક્રિયા ની રાહ જોયા બાદ પણ કોઈ મદદ ની આસ આવી નહીં માટે આજે ખેડૂતો આ આંદોલન પાર બેઠ છે.આ ઉપવાસ પહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, જો ગુજરાતના તમામ ખેડૂતો જાગૃત બનશે તો સરકાર સામે લડવામાં મજબૂતાઇ બનશે. અને સરકારના મોટા નિવેદન બાદ અત્યાર સુધી કોઇ પણ ખેડૂતને એક પણ રુપિયો મળ્યો નથી, તો શું ખેડૂતો મરી જશે ત્યારે સરકાર તૈયારી કરશે? વિકાસના ગુજરાતમાં ખેડૂતો ક્યાં સુધી મરશે? તેવા કટાક્ષો સરકાર સામે કર્યા છે.
ભાજપ સરકાર ના કોઈ પણ નેતા ને ખેડૂત નું આ દુઃખ દેખાયું નહીં ત્યારે એક માત્ર નવ યુવાન પોતાની આપ મેળે ખેડૂતો નો હાથ પકડીને બહાર આવ્યો છે અને તેમના હક માટે લડી રહ્યો છે. હાર્દિક પટેલે અગાવ પણ પોતાની વાત સરકાર સાથે મનાવી હતી.ત્યારે હવે પણ ખેડૂતોને યોગ્ય વળતર અપાવશે તેવી આશા સાથે ખેડૂતો હાર્દિક સાથે ઉપવાસ માં બેઠા છે.ખેડૂતોને વળતર આપવાના મામલે કેબિનેટ બેઠક અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, સરકાર ખેડૂતોને લોલીપોપ ન આપે એવી મારી વિનંતી છે.
સરકારને જો આપવું જ હોય તો ખેડૂતોને સીધો પાક વીમો આપે.લીલો દુષ્કાળની સ્થિતી છે.હજુ પણ વરસાદ પડી રહ્યો છે તો સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે.સરકારે એ ખેડૂતો નિ સ્થિતિ જોઈએને તેમને યોગ્ય વળતર આપી દેવું જોઈએ એ વધુ કોઈ દલિલ કર્યા વગર સરકાર હવે જો વાત માની લેતો જ સારું તેમ કહેવામાં આવી રહ્યું છે.