ભારત દેશ દુનિયામાં સૌથી વધુ ટ્રેન મુસાફરો ધરાવે છે.ભારત રોજ કરોડો લોકો ટ્રેન માં મુસાફરી કરતાં હોય છે.હાલમાંજ મળતી માહિતી મુજબ હૈદરાબાદના કાચિગુડા સ્ટેશન પર બે ટ્રેન વચ્ચે ટક્કર થઈ જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.કોંગુ એક્સપ્રેસ અને મલ્ટી મોડલ ટ્રાંસપોર્ટ સિસ્ટમ ટ્રેન વચ્ચે આ અકસ્માત સર્જાયો છે.
સૂત્રો મુજબ આ અકસ્મતામાં લગભગ 10એક યાત્રિકો ઘાયલ થયા છે.ત્યારે વધું ઈજાગ્રસ્તોને નજીકની હોસપ્ટિલમાં દાખલ લઈ જવાયાં છે.દૂર્ઘટના તે સમયે થઈ જ્યારે પ્લેટફોર્મ પર પડેલી કોંગુ એક્સપ્રેસને લોકલ ટ્રેને ટક્કર મારી દીધી.આવું બોવ ઓછું જોવા મળતું હોય છે.રેલ્વે ની બેદરકારી અને સિગ્નલની ભૂલને કારણે આ દૂર્ઘટના ઘટી હતી.
હૈદરાબાદના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર 1લી નવેમ્બરે પેસેન્જર ઈએમયૂ ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી ગયો હતો.જો કે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.પરંતુ દેશમાં અન્ય કોઈ સ્થાન એ નહીં પરંતુ એકલા હૈદરાબાદ માં જ સતત બે વાર આવી ઘટના થવું એ રેલ્વે ની સાફ બેદરકારી દર્શાવે છે.
તમને થતું હશે કે આ દુર્ઘટના કેમની થઈ તો તમને જણાવી દઈ એ અહીં પહેલાથી એક ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી અને પાછળ થી આવતી બીજી ટ્રેન એ આ ઉભી રહેલી ટ્રેન ને ટક્કર મારી.દુર્ઘટના તે સમયે ઘટી જ્યારે પ્લેટફોર્મ પર યાત્રાળુઓની રાહ જોઈ રહેલી કોંગુ એક્સપ્રેસને લોકલ ટ્રેને ટક્કર મારી દીધી.સિગ્નલમાં થયેલી ભૂલના કારણે આ દુર્ઘટના બની હતી.
દુર્ઘટના ઘટ્યા બાદ તુરંત જ સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોનો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે કરી હતી.આ વાત તંત્ર ની સાફ બેદરકારી દર્શાવે છે.સતત એક મહિના માં બે વાર આ અકસ્માત દર્શાવે છે.કે તંત્ર કેટલું ઊંઘ માં છે.જો આવું ને આવું થતું રેહશે તો યાત્રીઓ ને ભરોસો ઉઠી જશે.