આ ગામમાં 100 થી પણ ઓછા મકાનો છે,47 થી વધારે આઈએએસ અને આઇપીએસ છે,જાણો સફળતાનો મંત્ર. આઇએએસ ઓફિસરોનું ગામ જ્યાં દરેક ઘરથી લગભગ કોઈ ના કોઈ આઈએએસ કે આઇપીએસ છે.. જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હશે, તો તમે જોશો કે પુરા દેશભરમાં સૌથી વધારે આઈએએસ પૂર્વ અને બિહાર પ્રથમ છે. આ વાત ખાલી જોવામાં અને સાંભળવામાં આવે છે,આનો એક પુરાવો છે જે ગામમાં માત્ર કુલ 75 મકાનો જ છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ મકાનોમાંથી 47 મકાનો એવા છે કે જ્યાંથી આઈએએસ અધિકારીઓ બહાર આવ્યા છે.
આઈએએસ અધિકારીઓનું ગામ, માધોપટ્ટી.
ખરેખર, આપણે અહીં જે ગામની વાત કરી રહ્યા છીએ તે ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં આવેલું એક ગામ છે, જેનું નામ છે માધોપટ્ટી. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજપૂતોના આ ગામમાં 100 થી ઓછા મકાનો છે, પણ આ ગામમાં 75 ઘરોમાં અત્યાર સુધીમાં કુલ 47 આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ બન્યા છે. જણાવી દઈએ કે આ ગામના યુવાનોમાં બ્રિટીશ હતા ત્યારે થઈ જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ શરૂ થઈ હતી. પહેલી વાર આ ગામમાં મુસ્તફા હુસેન નામના યુવાકે આ ગામમાંથી પીસીએસની વર્ષ 1914 માં પસંદગી થઈ હતી, પછી વર્ષ 1952 માં, ઇન્દુ પ્રકાશસિંહે આઈએએસમાં 13 મો નંબર લાવ્યો હતો અને પછી તો આ ગામમાં આઈએએસ પીસીએસ બનવાની લાઈન લાગી ગઈ..
આ ગામના નામે ઘણા રેકોર્ડ છે.
તમને આ સાંભળીને આશ્ચર્ય થશે કે એક જ ગામમાં આટલા બધા આઇએએસ, તમને આ સાંભળીને વધુ આશ્ચર્ય થશે કે એક જ ગામના અને એક જ પરિવારના ચાર ભાઈઓએ આઈએએસની પરીક્ષા પાસ કરી હતી અને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સૌથી પહેલા 1955 માં, મોટા ભાઈ વિનય સિવિલ સર્વિસની પરીક્ષામાં પાસ કરી અને બિહારના મુખ્ય સચિવના પદ મળ્યું. તેના પછી, તેના નાના ભાઈઓ છત્રપાલ સિંઘ અને અજયકુમાર સિંહે પણ વર્ષ 1964 માં પરીક્ષા પાસ કરી હતી અને તેમના જ માર્ગદર્શનથી, તેમના નાના ભાઇ શશીકાંતસિંહે વર્ષ 1968 માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને નવો રેકોર્ડ બનાવ્યો.
મજાની વાત એ છે કે, વર્ષ 2002 માં તેમના ઘરે બીજો આઇએએસ , એટલે કે પાંચમો આઈએએસ બન્યો, જે હતો શશીકાંતનો પુત્ર યશસ્વી , જેણે આ પરીક્ષામાં 31 મો નંબર મેળવ્યો હતો. અહીંના છોકરા જ આ પરાક્રમ કરવામાં આગળ નથી પરંતુ આ ગામની પુત્રીઓ અને પુત્રવધૂઓએ ગામનું ગૌરવ વધાર્યું છે. આશા સિંઘ 1980 માં, ઉષા સિંઘ 1982માં, કુવનાર ચંદ્રમૌલ સિંઘ 1983 માં અને તેમની પત્ની ઇન્દુ સિંહ1983માં, અમિતાભનો પુત્ર ઇંદુ પ્રકાશ સિંઘ 1984 માં આઈપીએએસ બન્યા હતા, જ્યારે તેમની પત્ની સરિતા સિંહ 1994 માં આઈપીએસ પદ માટે ચુંટાઈ હતી.
આ ગામની ઓળખ અહીંના આઈએએસ અધિકારીઓને કારણે છે, તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે આઈએએસ જ નહીં પણ પીસીએસ ની પણ કોઈ કમી નથી.અને વધારે અહીંના અમુક યુવક યુવતીઓ વૈજ્ઞાનિક અને લેખક પણ છે…
કોલેજ સમયથી શરૂ કરી દે છે તૈયારી..
આઈએએસ ,આઈપીએસ બનવા માટે, ગામના લોકો કોલેજ સમયથી જ સિવિલ પરીક્ષાની તૈયારી શરૂ કરી દે છે. બેઝીક તૈયારી કોલેજથી શરૂ કર્યા પછી, તે સંપૂર્ણ તૈયારી સાથે પરીક્ષામાં બેસે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અહીંના લોકોમાં અભ્યાસ માટે જુનુંન જોવા મળે છે. તેમનામાં શિક્ષણ માટેની સ્પર્ધા જોવા મળે છે અને આ જ કારણ છે કે મોટાભાગના લોકો સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરે છે.
તમને આ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે આ ગામમાં ઘણાં હોનહાર અને પ્રતિભાશાળી લોકો વચ્ચે હંમેશાં સરકારી ગાડીઓ જ હોય છે, પણ અહીં તમને સુવિધાઓની કમી જોવા મળશે. જણાવી દઈએ કે આ ગામ શિક્ષણ આગળ છે પણ , સ્વચ્છ પાણી, શાળાઓ, હોસ્પિટલો વગેરે જેવી સુવિધાઓની અત્યારે પણ કમી છે. આ ગામમાં કે બીજે કઈક નજીક પણ એટીએમ નથી અને વધુમાં વધુ સારવાર કરવા માટે પણ આ ગામના લોકોને 10 કિલોમીટર દુર જવું પડે છે..