મોબાઈલ જેટલો સારો પેહલા હતો તેટલો સારો આજના જમાનામાં નથી કેમ કેમ કે આજે સ્માર્ટફોન આવ્યા બાદ લોકો એની અંદર એટલા હદ સુધી ડૂબી ગયા આજે આવી જ એક છોકરીની વાત કરીશું.
મોબાઈલ ગેમની લતથી બાળકોના માનસ પર ખરાબ અસર પડે છે. આ બાબત ઘણીવાર સાબિત થઈ ચૂકી છે. પબજી ગેમથી બાળકો પર થતી ખરાબ અસરોના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે ત્યારે વધુ એક ગેમના કારણે એક કિશોરીએ પોતાનું ઘર છોડી દીધું હોવાની ઘટના બની છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગેમ રમતા રમતા આ કિશોરી 9 જેટલા શહેરોમાં ફરી આવી.
ન્યૂઝ વેબસાઈટ અમરઉજાલાડોટકોમ ની રિપોર્ટ મુજબ ઉત્તરાખંડના રૂદ્રપુરની એક કિશોરીને મોબાઈલ પર ‘ટેક્સી ડ્રાઈવર ગેમ-2’ રમવા આદત પડી ગઈ. આ ગેમથી પ્રભાવિત થઈને તે ઘરેથી એકલી નીકળી ગઈ. 18 દિવસ સુધી શોધખોળ કર્યા બાદ કિશોરી પોલીસને દિલ્હીથી મળી આવી.
પૂછપરછમાં કિશોરીએ પોતાને જણાવ્યું કે તેણે પોતાના મોબાઈલમાં એક ગેમ ડાઉનલોડ કરી હતી. ગેમ રમતા રમતા તે એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેને આખો દેશ ફરવાની ઈચ્છા થઈ ગઈ અને તેણે ઘર છોડી દીધું. ઘરેથી નીકળતા સમયે તે પોતાની સાથે રોકડ રકમ લઈને નીકળી હતી. તેણે બરેલીથી થઈને લખનઉ, જયપુર, ઉદયપુર, જોધપુર, અમદાવાદ, પુણે અને દિલ્હી જેવા શહેરોમાં ફરતી રહી.
કિશોરીના જણાવ્યા મુજબ તે 18 દિવસમાં એકપણ જગ્યાએ રોકાઈ નહોતી. તે સતત એક કારથી બીજી કારમાં અને પછી બસમાં મુસાફરી કરતી રહી. તે બસમાં જ ઊંઘતી હતી અને બસ રોકાય ત્યાં જમી લેતી. નક્કી કરેલા શહેરમાં પહોંચ્યા બાદ નવા શહેરમાં જવા માટે ફરીથી બસમાં બેસી જતી.
પોલીસે જણાવ્યું કે દિલ્હીમાં મોડી રાત્રે કિશોરીને રીક્ષામાં એકલી જતા જોઈને પોલીસે તેની પૂછપરછ કરી. જેમાં તેણે ઘરેથી કોઈને કહ્યા વિના આવી હોવાનું જણાવ્યું. આ બાદ પોલીસે તેના શહેરના પોલીસનો સંપર્ક કર્યો અને સંપૂર્ણ જાણકારી આપી. ઉલ્લેખનીય છે કે નાના બાળકોના માનસ પર જલ્દીથી અન્ય બાબતોની અસર થતી હોય છે. એવામાં બાળકોને મોબાઈલની લત ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.