જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ગીર જંગલની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં લટાર મારવા માટે આવતા સિંહના બનાવો સામાન્ય બની ચુક્યા છે. આમ તો સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. પરંતુ ગુજરાતના જૂનાગઢમાં એક એવો બનાવ બન્યો છે કે જેમાં એક બળદે શિકાર માટે આવેલા બે સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા છે.
આ વિડીયો ગુજરાતના જૂનાગઢ જિલ્લાના મોટા હડમતિયા ગામનો છે. અહી રાત્રિ સમયે જંગલનો રાજા’ રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. આ ગામમાં તેઓનો સામનો ઘરની બહાર ઉભેલા એક બળદ સાથે થયો હતો. બંને સિંહ આ બળદ પર હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા.
પરંતુ બળદ પણ આ સિંહોના હુમલા કરતાં પહેલા સાવધાન થઈ ગયો હતો. તેમણે બહાદુરીપૂર્વક આ જંગલના રાજ્યનો સામનો કર્યો હતો. સહેજ પણ ડર્યા વિના તે સિંહોનો પ્રતિકાર કરવા તૈયાર થઈ ગયો. તેણે શિંગડાથી વળતો હુમલો કરવાની તૈયારી પણ કરી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
View this post on Instagram
બળદ આ સિંહોને ભગાડવામાં સફળ થાય છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ગામમાં આ પહેલા પણ આવી ઘટના બની ચુકી છે. આવી ઘટના પહેલીવાર સામે આવી છે જ્યાં સિંહો શિકાર કર્યા વગર જ નીકળી ગયા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.