ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મંચ પર અલગ જ દૃશ્યો જોવા મળ્યાં હતાં. યુવા પાંખના પ્રમુખે સ્ટેજ પર અચરજ પમાડે તેવી હરકત કરી. સી આર પાટિલ અને સીએમની સાથે ઊભેલા નિરંજન ઝાંઝમેરા અને કેન્દ્રીય રેલવે તથા ટેક્સટાઈલમંત્રી દર્શના જરદોશને ખુરશી પર બેસી જવાનો ઇશારો કર્યો હતો.
હાથ અડાડીને નિરંજન ઝાંઝમેરાને પાછળ આવવા ઈશારો કર્યો: સ્ટેજ ઉપર જ્યારે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ લોકોનો સંબોધતા હતા ત્યારે નિરંજન ઝાંઝમેરા, સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ એકબીજાની બાજુમાં ગોઠવાયેલા હતા. તેમની પાછળ ઉભેલા પ્રદીપસિંહ વાઘેલાએ નિરંજન ઝાંઝમેરાને ઈશારો કરીને પાછળ ખુરશી પર બેસવા કહ્યું.
દર્શના જરદોશ આ ના સમજી શક્યા: પ્રદીપસિંહ વાઘેલાને લાગ્યું હશે કે નિરંજન ઝાંઝમેરા અને કેન્દ્રીય મંત્રી કદાચ સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની સાથે ન હોવા જોઈએ. આ સ્ટેજ પર બેઠેલા તમામ લોકો પણ જોઈ રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ પ્રદીપસિંહ વાઘેલાના વર્તનને સમજી શક્યા ન હતા અને તેમના ચહેરાના સમગ્ર હાવભાવ બદલાયેલા હતા.
પ્રદીપસિંહનું આવું વર્તન શા માટે કર્યું?: પ્રદીપસિંહ વાઘેલા આખરે શા માટે બંને જણને ખુરશી પર બેસી જવા માટે ઇશારા કરે છે તે કદાચ પોતે પણ સમજી શક્યા નથી. પ્રદીપસિંહ વાઘેલાને માત્ર પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ સ્ટેજ પર ઊભા રાખવા માંગતા હતા.