દંતકથાઓ અનુસાર, જ્યારે અસુરોનો આતંક વધ્યો હતો ત્યારે માતા કાલી, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીના ત્રણ સ્વરૂપોએ મળીને અલૌકિક શક્તિને જન્મ આપ્યો.તેમની અલૌકિક શક્તિથી એક સુંદર સ્ત્રીનો જન્મ થયો.તેમણે ત્રણે દેવીઓને તેમની રચનાનું કારણ પૂછ્યું, પછી દેવીઓએ કહ્યું કે તેઓ સત્ય અને ધર્મને વધારવા માટે પૃથ્વી પર જન્મ્યા છે. તે પછી, તે ત્રણેય દેવીઓએ તે છોકરીને રત્નાકર નામના વ્યક્તિના ઘરે જન્મ લેવાનું કહ્યું, જે તેનો પરમ ભક્ત હતો.
થોડા સમય પછી રત્નાકરની પત્નીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો જેનું નામ તેમણે વૈષ્ણવી રાખ્યું હતું. બાળકી નાનપણથી જ જ્ઞાન નો ભંડાર હતી જેનો કોઈ મુકાબલો ન થઈ શકે. વૈષ્ણવીને તેના આંતરિક મનને કારણે પોતાને તેના ઉદ્દેશ્ય સુધી લઈ જવા માટે ગ્રહણ યોગની જરૂર હતી. આ કારણોસર, વૈષ્ણવીએ તમામ પારિવારિક સુખનો ત્યાગ કર્યો અને તપસ્યા માટે એક મોટા જંગલમાં ગઇ.આ સમય દરમિયાન ભગવાન રામ તેમના ચૌદ વર્ષના વનવાસ પર હતા અને વૈષ્ણવીને મળ્યા. વૈષ્ણવીએ તરત જ ભગવાન રામને માન્યતા આપી અને તેમને તેમની અંદર સમાવિષ્ટ થવા વિનંતી કરી જેથી તે શક્તિનું રૂપ લઈ શકે.
જો કે ભગવાન રામએ તે સમયે ના પાડી હતી અને વનવાસ પૂરો થયા પછી પાછા ફરતી વખતે તેમની ઇચ્છા પૂરી કરવાનું વચન આપ્યું હતું. ભગવાન રામ તેમના શબ્દ પ્રમાણે વનવાસ પૂરા થતાં પરત ફર્યા, પરંતુ આ વખતે વૃદ્ધ માણસના રૂપમાં આવ્યા. કમનસીબે વૈષ્ણવી ભગવાન રામને ઓળખી શક્યા નહીં. ભગવાન રામે વૈષ્ણવીને સમજાવતી વખતે તેમને કળિયુગમાં જવા માટે કહ્યું જેથી તેઓ તેમના કલ્કી અવતારમાં કળિયુગમાં જન્મ લે. ભગવાન રામએ વૈષ્ણવીને ત્રિકુતા પવૅત પર આશ્રમ બનાવવાનું કહ્યું જેથી ગરીબ અને દુઃખી લોકો તેમના દુ: ખને દૂર કરી શકે.
વૈષ્ણવીએ પણ એવું જ કર્યું અને ભગવાન રામના કહ્યા મુજબ વૈષ્ણવીની ખ્યાતિ સર્વત્ર જગ્યા ફેલાઈ ગઈ. સમય વીતતો ગયો અને તે દરમિયાન મહાયોગી ગુરુ ગોરખનાથજી ને વૈષ્ણવીની પરિક્ષા લેવાનો વિચાર થયો કે વૈષ્ણવી પાસે ખરેખર અલૌકિક શક્તિઓ છે કે નહિ. તેથી તેમણે તેમના શિષ્ય ભૈરોનાથને સત્ય જાણવા મોકલ્યો પછી ભૈરોનાથ ગુપ્ત રીતે વૈષ્ણવીના આશ્રમમાં પહોંચ્યા, ત્યારે તે તેની સુંદરતાથી મોહિત થઈ ગયો અને તેની સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો.
આ સમયગાળા દરમિયાન વૈષ્ણવીની ભક્ત માતા શ્રીધરે એક ભંડારાનું આયોજન કર્યું જેમાં તેમણે આખું ગામ બોલાવ્યું, જેમાં મહાયોગી ગોરખનાથ જીએ તેમના શિષ્ય ભૈરોનાથ અને બધા શિષ્યોને બોલાવ્યા. હવે ભંડારે દરમિયાન ભૈરોનાથે વૈષ્ણવીને પકડવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યા.
વૈષ્ણવી પર્વત પર દોડી ગઈ અને ત્યાં તપસ્યા કરવાનું શરૂ કર્યું પણ ભૈરોનાથ તેમણી પાછળ તે સ્થળ પર પણ આવી ગયા. તે પછી ભાગતી વૈષ્ણવી બાણગંગા, ચરણપાડુકા અને અર્ધકુંવારી થઈને પવિત્ર ગુફામાં પહોંચી. ભૈરોનાથ ત્યાં પણ આવ્યા પરંતુ ગુફાના મુખ્ય દ્વાર પર વૈષ્ણવીએ તેનું માથું કાપી નાખ્યુ જે પર્વત તરફ ઊડી ને પડ્યુ.
જ્યારે ભૈરોનાથને દેવીની શક્તિનો અહેસાસ થયો ત્યારે તેણે વૈષ્ણો દેવીની માફી માંગવાનું શરૂ કર્યું. દયાળુ માતાએ ભૈરોનાથને દયા બતાવીને વરદાન આપ્યું કે માતા વૈષ્ણો દેવીના દશૅન કરીને પછી ભૈરોનાથના દશૅન કરશે ત્યારે યાત્રા પુરી માનવામાં આવશે.આ દરમિયાન માતા વૈષ્ણવીએ ધ્યાન કર્યું અને પવિત્ર સાડા પાંચ ફૂટ શિલા પર પિંડિ નું સ્વરૂપ લીધું જે પવિત્ર છે અને એ હજી પણ ગુફામાં હાજર છે.