સેનાના જવાનો દેશની રક્ષા કરવા માટે હંમેશા માટે મોત હથેળીમાં લઈને ફરતા હોય છે અને દિવસ-રાત આપડા માટે ખડેપગે રહેતા હોય છે. અને આ દરમિયાન સેનાના જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ પણ થઇ જતા હોય છે અને આ દુખદ સમાચાર સાંભળીને આપણને ઘણું બધું દુઃખ લાગતું હોય છે.
વડગામના મેમદપુરા ગામના રહેવાસી આર્મી જવાન જસવંતસિંહ રાઠોડ શહીદ થયા છે. સેનાના જવાન જસવંત સિંહ રાઠોડ ફરજ દરમિયાન શહીદ થયા છે. સેનાના જવાન જસવંત સિંહ રાઠોડનું જમ્મુ-કાશ્મીરના બેકવોટરમાં ભેખડ પરથી પડી જવાથી મોત થયું છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતા. અને આ ઉપરાંત બે નાગરિકોના મોત થયા છે.
આ જવાનના પિતા અને તેના બંને ભાઈઓ પણ સેનામાં જોડાઈને દેશની સેવા કરતા હતા. જવાન જસવંતસિંહ રાઠોડ 2011 માં દેશની સેવા કરવા માટે લશ્કરમાં જોડાયા હતા. આ સેનાના જવાન સત્તરમી રાષ્ટ્રીય સાઈકલની મરાઠા બટાલિયનમાં તેમની ફરજ બજાવતા હતા. અને આ ફરજ તેમને 10 વર્ષ સુધી બજાવી હતી.
12 જૂન 2021 ના રોજ ફરજ દરમિયાન જ તેઓ શહીદ થઇ ગયા અને જયારે પરિવારના લોકોને તેની શહાદતના સમાચાર મળ્યા ત્યારે પરિવારના બધા જ લોકો ની આંખો ભીની થઈ ગઈ. શહીદ થયેલા સેનાના જવાનનો પાર્થિવ દેહ તેમના વતને પરત લાવવામાં આવ્યો હતો ત્યારે ગામના અને આજુબાજુના લોકો મોટી સાંખ્યમાં ભેગા થઈ ફૂલો વરસાવીને ભીની આંખે રડી રહ્યા હતા. આ શહીદ થયેલા જવાનને પરિવારના લોકોએ અને ગામના લોકોએ ભેગા થઈને તેમને અંતિમ વિદાય આપી હતી.