ખજૂરભાઈ યૂટ્યૂબ પર કોમેડી વિડીયો બનાવીને લોકપ્રિય થાય હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તે તેમના સેવાકીય કાર્યોને લઈને ભારે ચર્ચામાં છે. તેમણે ઘણા લોકોને મદદ કરી છે, ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં તેમના સેવાકાર્યોની સુવાસ ફેલાવતા જતાં હોય છે. એટલે જ લોકો તેમને ગુજરાતનાં સોનું સુદ કહે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો માં તેમના સેવાકાર્યોની જલક જોવા મળે છે. તેમના ઘણા વિડીયો આંખો ભીની કરી દેનાર પણ હોય છે. તાજેતરમાં જ તેણે એક વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. જેમાં તે એક પપૈયા વેંચતા માજી સાથે ભાવ-તાલ કરાવતા જોઈ શકાય છે. આ ભાવ-તાલ કરાવતા કરાવતા ખજુરભાઈ એવું કામ કરે છે કે તે માજીનું દિલી જીતી લે છે.
આ વિડીયોમાં બતાવ્યા મુજબ એક માજી રસ્તા ઉપર પપૈયા લઈને વેચવા માટે બેઠા છે. નીતિન જાની પપૈયાં નો ભાવતાલ કરાવે છે. 40 રૂપિયા ના કિલો પપૈયાં માજી આખરે 30 રૂપિયા માં આપવા તૈયાર થાય છે. છેલ્લે ખજૂરભાઈ બધા પપૈયાં નો ભાવ પૂછે છે. માજી તેણે 500 રૂપિયાના હોવાનું કહે છે. તેમાં પણ ભાવતાલ કરીને આખરે 400 રૂપિયામાં આપવાનું નક્કી થાય છે.
View this post on Instagram
ત્યારબાદ ખજૂરભાઈ તેમને 500 રૂપિયાની ઘણી બધી નોટ આપે છે, જેને માજી લેવાની ના પાડે છે. પરંતુ નીતિનભાઈ તેમને પરાણે આ પૈસા આપી દે છે અને કહે છે કે આ તમારી મહેનતના છે. બધા પપૈયાં વેચાઈ જતાં માજી પણ ખુશખુશાલ થઈ જાય છે.