ખપાટ ઔષધિ ગુણ ધરાવતો છોડ છે. તે ઘણા વર્ષો સુધી લીલો રહે છે. તેના રેસા સાવ નરમ, સફેદ તેમજ મખમળી જેવા હોય છે. તેની ડાળી ગોળાકાર અને જાંબુડિયા રંગની હોય છે. ખપાટના છોડનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. ઘણા વર્ષોથી આ છોડનો ઉપયોગ ઘણા રોગોનો ઈલાજ માટે કરવામાં આવે છે.
સ્વાદમાં ખપાટના બી તીક્ષ્ણ, કડવો, પાચન કરવા માટે હળવો, સરળ અને સંધિવાને સંતુલિત કરનાર છે. ખપાટ નો રસ પીવાથી પણ ઘણા ફાયદા થાય છે. તે માણસની ઉંમર, શરીરની શક્તિ, તેજ ગરમીના રોગ અને જાતીય શક્તિમાં વધારો કરે છે.ખપાટ નો છોડ પેશાબની બળતરા, ઊનવા કે તેને લગતા દરેક રોગને દૂર કરે છે. ખપાટ ના મૂળનો ઉપયોગ દુખાવા અને તાવને દૂર કરવા માટે થાય છે. ખપાટ ના બીજ કફના રોગોમાં ખૂબ ઉપયોગી છે. ખપાટ ના મૂળ નું તેલ દુખાવામાં ફાયદાકારક છે.
ખપાટના બીજ ના ફાયદા:
ખપાટ ના મૂળના 1-2 ગ્રામ પાવડરને દૂધમાં મિક્સ કરીને અથવા મૂળ ના પાવડર નો 30-40 મિલીલીટર નો ઉકાળો લેવાથી હરસ-મસામાં 5 દિવસમાં ફાયદો જોવા મળશે. ખપાટ ના બીજ મોટા ખાંડીને આખી રાત પાણીમા પલાળી આ પાણી 10-20 મિલીલીટર પીવાથી અથવા ખપાટ ના પાન નું શાક ખાવાથી બવાસીર માં ફાયદો થાય છે.
ખપાટ ના મૂળના 1-2 ગ્રામ પાવડરને દૂધમાં મિક્સ કરીને અથવા મૂળ ના પાવડર નો 20-30 મિલી લીટર નો ઉકાળો લેવાથી બવાસીર માં ફાયદો થાય છે. પાન ની ભાજી ઘી માં બનાવી ખાવા થી દૂઝતા હરસ મટે છે.
ખપાટ ના બીજ, મુલેઠી, અશ્વગંધા, અરડૂસી, ત્રિફળાની સાથે હરિતાકી, શીલાજિત, એલચી લો. આ બધાનો પાવડર બનાવીને તેમાં મધ ઉમેરીને 125 મિલીગ્રામની ગોળી બનાવો. 1-1 ગોળી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે. સતત આ ગોલી1 મહિનો લેવાથી ડાયાબીટીસની એન્ટીબાયોટિક્સ દવા કાયમ માટે બંધ થઈ કંટ્રોલમાં આવી જશે.
ખપાટ ના મૂળ અને પાન નો ઉકાળો બનાવી 20-30 મિલિલીટર પીવાથી પથરી પેશાબ ની સાથે બહાર આવે છે. ખપાટ ના ફૂલનો 1-2 ગ્રામ પાવડર ઘી સાથે લેવાથી સૂકી ઉધરસ અને લોહીની ઉલ્ટી તરત જ બંધ થઈ જાય . ખપાટ ના બીજ અને પાનનો ઉકાળો બનાવી 2-3 ચમચી જેટલો પીવાથી ઉધરસ માં ફાયદો થાય છે. ખપાટ ના મૂળનો ઉકાળો પીવાથી પેશાબ સંબંધિત તમામ પ્રકારના રોગમાં ફાયદો થાય છે. ખપાટ ના મોટા બીજ ખાંડીને આખી રાત પાણીમા પલાળી દો. આ પાણી 10-20 મિલીલીટર પીવાથી પેશાબની સમસ્યામાં રાહત મળી જશે.
ખપાટ બાળકોના પેટના કરમિયા માટે ખૂબ જ અસરકારક ઔષધ સાબિત થાય છે. ખપાટ ના પાન નો ઉકાળો બાળકોને પીવડાવવાથી પેટના કરમિયા નાશ પામે છે. આ વનસ્પતિ વાજીકરણ શારીરિક રોગો જેમકે શીઘ્ર સ્ખલન જેવા રોગો માં અકસીર કામ આપે છે. પુરુષો માં ધાતુ જવી,સેક્સ ની કમજોરી, અશક્તિ, નબળાઈ, જેવા કેસ માં બીજ નું ચૂર્ણ આપવાથી ફાયદો થાય છે.
આ વનસ્પતિ પેશાબ માં બળતરા, પથરી, પેશાબ અટકી અટકી ને આવવો, પેશાબ ઓછો વગેરેમાં ડોકટોરની દવા કરતાં વધુ અસર કરે છે. ખપાટના મૂળ, પાન, ડાળી, ફૂલ અને ફળ નો મિક્ષ ઉકાળો બાળકો માં થતી સસણી જેવા રોગોમાં ખૂબ અસરકારક કામ કરે છે. ખપાટના મૂળ નું ચૂર્ણ સાંધા ના વા માં ફાયદારૂપ થાય છે.