જ્યારે કોઈ છોકરીની ઘરેથી વિદાઈ થાય છે ત્યારે આખા કુટુંબનું વાતાવરણ અશાંત થઈ જાય છે દરેક સભ્યની આંખો ભરાય આવે છે ખાસ કરીને માતાપિતાને એમ વિચારીને વધુ દુઃખી થાય છે કે આપણી લાડકીને સાસરીમાં સુખ મળશે કે દુઃખ.1.જો તમે પહેલીવાર તમારા સાસરે જાવ છો તો પછી તમે તમારા ઘરમાંથી એક નાળિયેર લઈ તેને તમારા પૂજાગૃહમાં સ્થાપિત કરી નિયમિત પૂજા-અર્ચના કરો આ કરવાથી પતિ-પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ બની રહેશે.૨.જ્યારે લગ્ન પછી છોકરી પહેલી વાર સાસરિના ઘરે જાય છે ત્યારે તેણે તેના ઘરે 7 હલ્દીની ગાઠ સાથે લઈ જાય અને પછી તેમને પીળા રંગના કપડામાં બાંધી તેની તિજોરીમાં મૂકી દે આ ઉપાય કરવાથીપૈસા બની રહે છે અને સાસરામાં માન સમ્માન વધે છે.3.છોકરી વિદાય લેતી વખતે તેની માતા પાસેથી થોડી સિંદૂર લઇ લે અને સાસરીમાં એજ સિંધુર તેના માથામાં લગાવે આ કરવાથી નસીબમાં વૃદ્ધિ વધે છે અને છોકરીનો પતિ તેને દિલથી પ્રેમ કરશે.
4.આખા કાળા અડદમાં લીલી મેંદી ભેગી કરીને અને તેને વર-કન્યાનું ઘર જે દિશામાં છે એ દિશામાં ફેંકી દો આ કરવાથી બંને વચ્ચે પરસ્પર પ્રેમ બની રહે છે.
5.જો કોઈ પરિણીત સ્ત્રી હળદરની 7 ગાંઠો પિત્તળનો એક ટુકડો થોડો ગોળ લઈને તેની સાસરીના ઘરના દરવાજે મૂકી દે તો સાસરિવાળા કન્યાને પ્રેમ કરે છે અને તેનું સન્માન કરે છે.
6.જ્યારે લગ્ન પછી છોકરી વિદાય લઈ રહી છે ત્યારે એક લોટમાં ગંગાજળને લઇ થોડી હળદર લો એક તાંબાનો સિક્કો છોકરીના માથા પરથી 7વાર વારીને કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દો આ કરવાથી છોકરી તેના સાસરિયાના ઘરે હંમેશા ખુશ રહે છે.7.જ્યારે કન્યા પહેલીવાર સાસરાના ઘરે જાય છે ત્યારે તે તેની માતા પાસેથી 4 તાંબાની ખીલીઓ લઈને અને તેમના સાસરીમાં સૂવાના પલંગના ચાર પાયામાં લગાવી દે આ કરવાથી પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંબંધ હંમેશા જળવાઈ રહે છે.