હાલમાં જ એલ આઈ સી ના ગ્રાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. અને આ મુજબ એલ આઈ સી ના ગ્રાહકો ને થોડું ચેતીને રહેવાની સલાહ અપાઈ છે.ગ્રાહકો ને ફેક કોલ દ્વારા પોલિસી વિશે પૂછતાજ કરીને ભરમાંવાઈ છે.તો આવો જાણી લઈએ LIC નું શું કહેવું છે.દેશમાં સરકારી જીવન વીમા કંપની નો દબદબો વર્ષોથી યથાવત છે.
લોકો પોતાના ભવિષ્યને સિક્યોર કરવા માટે LICથી પોલિસી કરાવવાનું વધુ યોગ્ય અને સુરક્ષિત સમજે છે.પરંતુ છેલ્લા અમુક સમયથી LICના નામે ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે.જેના કારણે હવે LIC એ તેને લઈને ખાસ નિયમો બહાર પડ્યા છે તો આવો જાણી લઈએ ખાસ નિયમો વિશે જેમાં ગ્રાહકો એ ખાસ ચેતવાનું કહ્યું છે.
કંપનીએ કહ્યું છે કે ઘણી વખતે અમારા નામથી તમને ફેક કોલ આવતા હોય છે જે તમને ભરમાવી શકે છે.ત્યારે કંપનીએ ખાસ એવા ચિહ્નો આપ્યા છે જેનાથઈટમે ફેક કોલ પકડી શકો.આ કારણે હવે કંપનીએ તેની વેબસાઇટ પર આ અંગે માહિતી આપી ગ્રાહકોને જાગૃત અને સાવચેત રહેવા નિવેદન કર્યું છે.તાજેતરમાં કેટલાક લોકો ફોન કરીને ગ્રાહકોને ખોટી પોલિસીની માહિતી આપી રહ્યા છે.
સાથે જ ગ્રાહકોને વીમાની રકમ જલ્દી અપાવવાની શરતે લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે.ફ્રોડ શખ્સ ગ્રાહકોને LIC એજન્ટ, IRDAI અધિકારી, ECIઅધિકારીના નામે ફોન કરે છે.તેથી આવા ફ્રોડ કોલ્સથી LICએ ગ્રાહકોને સાવચેત રહેવા કહ્યું છે.સાથેજ કંપની નું કહેવું છે કે તમારે કોઈ ને કોઈ પણ જાત ની માહિતી ફોન પર ના આપવી જોઈએ આ માહિતી આપવાથી તમારે ભારે નુકસાન વેઠવું પડે છે માટે આ વાત ને હલકા માં ના લેવી જોઈએ.
LIC એ ખાસ એવી વાત ઓ દર્શાવી છે જેના થી તમને ખબર પફી જાય કે આ કોલ ફ્રોડ છે.જેથી કરીને તમે તેને કોઈ પણ જાત ની માહિતી ના આપો અને તમારી પોલિસી વિશે જાણ ન કરો.
જો કોઈ વ્યક્તિ ફોન કરી તમારી પોલિસી અંગે ચર્ચા કરે અને વધુ ફાયદો અપાવવાની વાત કરે તો એવા કોલથી બચવું જોઈએ.પોલિસી અંગે અથવા તો કોઈ પણ ખાનગી માહિતી આપવી જોઈએ નહી.કંપની એ કરેલી વધુ જાહેરાત તમારે વાંચવી હોય તો તમે અહીં થી વાંચી શકો છે જેની વેબ સાઇટ -https://www.licindia.in/getattachment/Customer-Services/Costumer-Education/Spurious-calls_161017.pdf.aspx.છે.