આજથી પેહલાં પણ સરકાર માં વાત્સલ્ય યોજના હેઠળ ઘણા એવલોકો જેઓ દવા કરવા માટે સક્ષમ ના હોય તે ને આ યોજના અંતર્ગત ઘણા ઇલજોમાં રાહત મળે છે. ત્યારે બીજી વખત હવે સરકાર આવીજ એક સ્કીમ લઈને આવી છે જેનાથી હવે મધ્યમ વર્ગ ને ઘણો લાભ થવાનો છે. સરકાર હવે મધ્યમવર્ગ માટે સ્વાસ્થ્ય વ્યવસ્થા તૈયાર કરવા પર વિચાર કરી રહી છે.
આ વ્યવસ્થા તેવા લોકો માટે હશે. જે અત્યાર સુધી કોઈ સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલીમાં નથી આવતા. નીતિ આયોગે સોમવારે આની રૂપરેખા જાહેર કરતા આ વાત કરી. આ નવી સ્વાસ્થ્ય પ્રણાલીમાં તેવા લોકોને સામેલ નહીં કરવામાં આવે જે આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવતા હોય. હાલમાં શરૂ આ યોજના હેઠળ કુલ આબાદીના 40 ટકા લોકો આવે છે.
જે ગરીબ લોકો છે. જે સ્વયં જાતે સ્વાસ્થ્ય યોજના લેવાની સ્થિતિમાં નથી.સરકાર નું મિશન છે કે હવે તેઓ મધ્યમ વર્ગના અને ગરીબી રેખા ની નીચે જીવતા લોકો ને પૂરતી સેવા આપી શકે છે. ત્યારે સરકાર હવે સરકાર આ નવી યોજના લઈને આવી છે.
આ નવી યોજના માં મધ્યમ વર્ગના લોકો મેં ઘણો ફાયદો થવાનો છે. ત્યારે હવે આપણે આ યોજનાં વિશે વધુ માં જાણી લઈએ. આયુષ્યમાન ભારતમાં 5 લાખ રૂપિયા સુધીનું વિમા કવર જન સ્વાસ્થ્યનું અપૂર્ણ એજન્ડા પૂરો કરવા મોટી વીમા કંપનીઓમાં રોકાણ કરી વ્યક્તિગત સ્વાસ્થ્ય વ્યયને ઘટાડવો સેવા વિતરણને આપસમાં જોડવા સ્વાસ્થ્યના સારા ખરીદદાર બનાવવા માટે નાગરીકોનું સશક્તિકરણ કરવું અને ડિઝિટલ સ્વાસ્થ્યની શક્તિનો લાભ મેળવવો આમાં સામેલ છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ કુલ આબાદીના 40 ટકા નીચેના તબક્કાના લોકોને 5 લાખનું વીમા કર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેથી જો બીમારી ગંભીર હોય ત્યારે પૈસા ની સગવડ થઈ રહે. જે લોકો પાસે બીમારીનો ઈલાજ કરાવવાં ના પૂરતા પૈસા નથી હોતાં તેઓ તે બીમારીને વધારે ગંભીરતા થી લેતા નથી. તેઓ આ બીમારીને હલકા માં લાઇલે છે.
પરિણામે એવું થાય છે કે તેઓ આ બીમારી ના વધુ શિકાર થાય છે અને તે રોગ વધારે ને વધારે ફેલાતો જાય છે. ત્યારે હવે આવુ ના બને તે માટે આ નવા નિયમ લાગુ કરાઈ લોકોને સહાય આપવાનું વિચાર્યું છે. સ્વસ્થ્ય ભારત બનાવવાનું દ્રષ્ટિકોણ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે અમારૂ દ્રષ્ટિકોણ સ્વસ્થ્ય ભારત છે અને તમામ લોકો માટે ગુણવત્તા પૂર્ણ સ્વાસ્થ્ય માટે આપણે સ્વાસ્થ્ય સેવાના તમામ મોર્ચા પર સ્વાસ્થ્ય સેવાની ડિલેવરી વ્યવસ્થામાં પ્રાઈવેટ અને સાર્વજનિક બંને સ્તરો પર ખુબ ફેરફાર કરવાની જરૂરત છે.
આ રિપોર્ટમાં ભવિષ્યની સ્વાસ્થ્ય પ્રણાલીના પાંચ મુખ્ય ક્ષેત્રોને ચિહ્નિત કરવામાં આવ્યા છે. ખાસ બેઠક માં ભારત ને રોગ મુક્ત કરવાનું નક્કી થયું છે. ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં ભંયકર રોગચાડો જોવા મળે છે. માટે હોવી આ નવી યોજનાં હેઠળ લોકો ને ઘણા ફાયદા થશે. અગાવ પણ માં વાત્સલ્ય યોજના માં અનેક ફાયદા થતાં હતાં.