મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા પણ અને ચૂંટણી બાદ પણ ખુબજ વિવાદ માં રહ્યું હતું.આખા ભારત નું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. મહારાષ્ટ્ર માં સરકાર ને લઈને એટલા બધા નિર્ણયો લેવાયા જેની કોઈ સીમા નથી અમે આખરે રાષ્ટ્રપતિ શાસન ની નોબત આવી.રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચી ગયું છે.
રાજકીય સંકટની વચ્ચે કોઈ પણ પક્ષ સરકાર બનાવવામાં સફળ રહી નહીં અને આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે. ત્યારે આવામાં અગાઉ સરકાર બનાવવાનો ઈન્કાર કરી ચૂકેલી ભાજપ ફરી સરકાર બનાવવા ઍક્ટિવ થતાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. હવે ભાજપ એવી હરકતો દર્શાવી રહી છે કે તેઓ સરકાર બનાવશે રાજ્યપાલ એ પણ સૌથી પહેલા ભાજપ ને સરકાર બનવવા નો ચાન્સ આપ્યો હતો પરંતુ અન્ય કોઈ નો સહોયોગ ના મળતા ભાજપ એકલા હાથે કાઈ કરી શકે તેમ નહતી.
શિવસેના ભાજપ સાથે જોડાય હતી.પરંતુ શિવસેના ને અઢી વર્ષ માટે ઉદ્ધવ ઠાકરે ના પુત્ર ને સીએમ બનવવો હતો. અને ભાજપ ને આ વાત મંજુર ના હતી.માટે બંને વચ્ચે તારાડ સર્જાય હતી. મળતી માહિતી મુજબ ગઈ કાલસાંજે રાષ્ટ્રપિત શાસન લાગુ થયા બાદ કોંગ્રેસ-NCP, શિવસેના અને ભાજપે મીડિયાને સંબોધન કર્યુ હતું.
જેમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ભાજપે પણ હવે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો ત્યાતે હવે સૌ કોઈ ની નજર ભાજપ પાર છે કે તે કેવી રીતે સરકાર રચશે ભાજપે એ તો સ્પષ્ટ રીતે કહી દીધું કે અમે સરકાર રચિશું પરંતુ શું તેની પાસે અન્ય કોઈ માર્ગ છે ખરો આ ચર્ચા નો વિષય બને છે.
ત્યારે શિવસેના સહિત અનેક પાર્ટીઓ પણ કહે છે કે અમે સરકાર બનાવીશું તો શું ભાજપ ની સરકાર બનશે કે પછી અન્ય પાર્ટીઓ સાથે મળી ને સરકાર રચશે તે રસપ્રદ વાત સાબિત થઈ રહી છે. ભાજપ તરફથી નારાયણ રાણેએ મીડિયાને સંબોધન કર્યુ હતું અને કહ્યું હતું કે ભાજપ સરકાર બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે અને ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે.
આ દરમ્યાન સૌથી મોટી વાત તેમણે એ કરી કે ભાજપ 145 થી વધુ ધારાસભ્યોને લઈને સરકાર રચશે ઘણાં પક્ષોના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને અમે જલ્દીથી સરકાર બનાવીશું મને BJP ની સરકાર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે તે રાણેએ કહ્યું હતું ત્યારે હવે આ વાત કેટલી કારગર સાબિત થઈ શકે છે તે હવે તો સમય બતાવશે પરંતુ ભાજપ સહિત ની દરેક પાર્ટી પોતાની સરકાર બનવવા ના દાવા કરી રહી છે.
શિવસેના એ અન્ય પાર્ટી સાથે હાથ મિલાવી ને સરકાર બનવવા ના એંધાણ આપ્યા છે. ત્યારે શું ભાજપ એકલા હાથે સરકાર બનાવશે કે પછી અન્ય કોઇ લોકો ને સાથે જોડશે તે વાત રસપ્રદ છે. ત્યારે શિવસેના નું નિવેદન પણ જાણી લઈએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ પણ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે, અમને સરકાર બનાવાનો પૂરતો સમય ન આપ્યો અને અમે હજુ પણ સરકાર બનાવી શકીએ છીએ આ સાથે જ શિવસેના પ્રમુખે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ભાજપ ખોટું બોલે છે 50-50 ની ફોર્મ્યૂલા પર વાત થઈ હતી.
જો કે, પરિણામો બાદ ભાજપે ફેરવી તોળ્યું અને શિવસેના સાથે સરકાર રચવાની વાત થઇ છે પરંતુ 50-50 ની ફોર્મ્યૂલા પર કોઇ જ પ્રકારની વાત થઇ નથી તેમ જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યોને પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસનની ચિંતા ન કરો આપણે સરકાર બનાવીશું, ત્યારે હવે શું ઉદ્ધવ અન્ય પાર્ટીઓ નો સાથ લઈને સરકાર બનાવશે તે જાણવા જેવું છે જો ઉદ્ધવ સરકાર રચશે તો તેમાં મુખ્યમંત્રી તરીકે નો પહેલો ચાન્સ તેના પુત્ર આદિત્ય ઠાકરે નો રહેલો છે તો હવે સમય અને સંજોગો મહારાષ્ટ્ર માં સરકાર બનાવશે.સમયજ બતાવહસે કે કોણ સરકાર રચશે.