મહારાષ્ટ્ર માં નવો વળાંક આવી ગયો છે. હવે સરકાર બનવવા ને લઈને એક નવો વળાંક બહાર આવ્યો છે. હવે સરકાર બનવવા ને લઈને પાછું જાણવા મળ્યું છે કે શિવસેના હવે ફરી એક વાર ગઠબંધન ને લઈને પાછું પોતાનું મન બદલ્યું છે. મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને ચર્ચા કરવા માટે એનસીપીનાં પ્રમુખ શરદ પવાર સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા.
શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની વચ્ચે ઘણા સમયની વાતચીત બાદ પણ અત્યાર સુધી સરકાર નથી બની શકી. જો કે ત્રણેય દળોએ ગત દિવસોમાં એક મીટિંગમાં કૉમન મિનિમમ પ્રોગ્રામ પર સહમતિ બનાવી હતી. જો કે સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા શરદ પવારે એક ટિપ્પણી કરીને સસ્પેંસ વઘારી દીધું હતુ છે.
તો આ દરમિયાન મોદી સરકારમાં મંત્રી રામદાસ અઠાવલે શિવસેના અને બીજેપીની સરકાર બનાવવા માટે 3-2નો ફોર્મ્યુલા આપ્યો છે. ત્યારે હવે શિવસેના આ સરત ને માની લેશે તો હવે શિવસેના અને ભાજપ ની સરકાર ચોક્કસ પણે બનશે. શિવસેના અનેક પ્રયત્નો કર્યા પરંતુ બધી બાજુ થી નિષ્ફળતાં જ હાથે લાગી છે. ત્યારે હવે નવી ઉમ્મીદ ની કિરણ જાગી હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ હવે થોડુંક જુકવા તૈયાર છે. ત્યારે શિવના પણ માનશે તેમ લાગી રહ્યું છે. જો શિવસેના ને સરકાર સ્થાપવી હોય તો આ સૌથી સારો ચાન્સ છે.
હવે આગળ જોવાનું રેહશે કે શિવસેના શું નિર્ણય લેશે. આઠ વલેએ કહ્યું કે મે સંજય રાઉત સાથે વાત કરી છ અને 3 વર્ષ બીજેપી અને 2 વર્ષ શિવસેનાનાં સીએમનો ફોર્મ્યુલા રજૂ કર્યો. આઠવલેએ કહ્યું કે સંજય રાઉતે કહ્યું કે જો બીજેપી આના પર રાજી થાય છે તો અમે વિચારીશું. હું હવે બીજેપી સાથે વાત કરીશ.
આ પહેલા પણ તેમણે કહ્યું હતુ કે બીજેપી અને શિવસેના સાથે મળીને સરકાર બનાવશે. ભાજપ આ ફોર્મ્યુલા આપી છે ત્યારે હવે બન્ને પાર્ટી શું નિર્ણય લેશે તે જોવા જેવું હશે. જોકે સૂત્રો નું કહેવું છેકે બન્ને હોવી આ વાત પર સહેમત રેહશે અને નિર્ણય બંને ના પક્ષમાં આવશે.