ઉમર વધવાની સાથે સુંદરતા માં ઉણપ આવતી જાય છે. ખાસ કરીને 40 ની ઉમર વટાવ્યા પછી ચહેરો જ ઉમરનું પ્રદર્શન કરે છે. પરંતુ અમેરિકામાં 44 વર્ષની એક એવી માં છે કે જે આ ઉમરે પણ સુંદરતાની બાબતમાં તેની દીકરીને ટક્કર આપે છે. માં દીકરીનો ચહેરો એટલો મળતો આવે છે કે લોકો તેમને એકબીજાની બહેન સમજી બેસે છે.
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે માં-દીકરી બંને અમેરિકામાના કેલિફોર્નિયામાં રહે છે. જોલીન ડિયાઝ 44 વર્ષની છે અને તે એક પ્રાથમિક સ્કુલ ટીચર છે. તેની 21 વર્ષની એક દીકરી છે. જેનું નામ મીલાની છે. જોલીન અને મીલાની માં-દીકરી કરતાં એકબીજાની બહેન વધારે લાગે છે. માં-દીકરીની જોડી જોઈને ઘણા લોકોને વિશ્વાસ થતો નથી અને તેમને લાગે છે કે આ મહિલા ખોટું બોલી રહી છે.
જોલીન ને પોતાની સુંદરતાને કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ઘણી વાર તેમની ઓનલાઇન ડેટિંગ પ્રોફાઇલ પણ ડિલીટ થઈ ચૂકી છે. તેમની ઉમર અને ફોટો જોઈને લોકોને તેની પ્રોફાઇલ ફેક લાગે છે. જોલીન જ્યારે પોતાની દીકરી સાથે તસવીર પોસ્ટ કરે છે ત્યારે લોકો તેને ખોટી સમજવા લાગે છે.
જોલીન જણાવે છે કે તેણે ડેટિંગ પ્રોફાઇલ માં ઇન્સ્ટાગ્રામ ની લિન્ક ન મૂકી હોવાથી લોકો નકલી ફોટો હોવાનું અનુમાન કરે છે. જોલીન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તે પોતાની ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. નાની ઉમરના યુવાનો તેમને ડેટ કરવા માંગે છે. જે તેને ખૂબ જ સારું લાગે છે.